ઉદવાડા (તા. પારડી)

ઉદવાડા
—  ગામ  —
ઉદવાડા રેલ્વે સ્ટેશન
ઉદવાડા રેલ્વે સ્ટેશન
ઉદવાડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°29′11″N 72°52′20″E / 20.486316°N 72.872225°E / 20.486316; 72.872225
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
તાલુકો પારડી તાલુકો
વસ્તી ૫,૮૯૭ (2011)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ શેરડી, ડાંગર, કેરી, ચીકુ અને શાકભાજી
ઉદવાડા આતશબહેરામ, ૨૦૦૯ પહેલાંના સમારકામ વખતે.

ઉદવાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા પારડી તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના મુખ્ય બે ભાગ પડે છે. એક ઉદવાડા આરએસ એટલે કે ઉદવાડા સ્ટેશન અને બીજો ભાગ ઉદવાડા ગામ. ઉદવાડા ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. ડાંગર, કેરી, ચીકુ અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે.

ઉદવાડા સ્ટેશન સ્થિત પારસી અગિયારી વિશ્વભરમાં પારસીઓના મુખ્ય યાત્રાધામ તરીકે જાણીતી છે. અહી ઇરાનથી આવેલા પારસીઓએ સાથે લાવેલ પવિત્ર અગ્નિ કે જેને આતશબહેરામ કહેવાય છે, તેની સ્થાપના કરી હતી.

વાહન વ્યવહાર

[ફેરફાર કરો]

મુંબઇથી અમદાવાદ જતા રેલ્વે માર્ગ પર વલસાડ અને વાપી વચ્ચે ઉદવાડા સ્ટેશન આવેલું છે. જો કે આ સ્ટેશન પર તમામ ગાડીઓ થોભતી નથી, આથી વાપી કે વલસાડ ઉતરી ત્યાંથી સડક માર્ગ દ્વારા ઉદવાડા પહોંચી શકાય છે. આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ અહીંથી પસાર થાય છે, જેમાં પારડી અને વાપીની વચ્ચે ઉદવાડા ગામ આવતું હોવાથી અહીં સહેલાઇથી પહોંચી શકાય છે. રાજ્ય ધોરી માર્ગ દ્વારા અહીંથી દમણ પણ જઇ શકાય છે.

ઉદવાડાથી સૌથી નજીકનું વિમાન મથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
પારડી તાલુકાનાં ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન