ઉદ્ધવ ઠાકરે | |
---|---|
મહારાષ્ટ્રના ૧૮મા મુખ્યમંત્રી[upper-alpha ૧] | |
પદ પર ૨૮ નવેમ્બર ૨૦૧૯ – ૩૦ જૂન ૨૦૨૨ | |
ગવર્નર | ભગતસિંઘ કોશયારી |
ડેપ્યુટી | અજીત પવાર |
પુરોગામી | દેવેન્દ્ર ફડનવીસ |
અનુગામી | એકનાથ શિંદે |
પદ પર ૨૮ નવેમ્બર ૨૦૧૯ – ૩૦ જૂન ૨૦૨૨ | |
ગવર્નર | ભગતસિંઘ કોશયારી |
મંત્રાલય અને વિભાગો |
|
પુરોગામી |
(અન્ય વિભાગો)
|
મહારાષ્ટ્ર વિધાનસભાના ગૃહના નેતા | |
પદ પર ૨૮ નવેમ્બર ૨૦૧૯ – ૩૦ જૂન ૨૦૨૨ | |
ગવર્નર | ભગતસિંઘ કોશયારી |
સ્પીકર | નાના પટોલે |
ડેપ્યુટી સ્પીકર | અજીત પવાર |
પુરોગામી | દેવેન્દ્ર ફડનવીસ |
મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય | |
પદ પર | |
Assumed office ૧૪ મે ૨૦૨૦ | |
ગવર્નર | ભગતસિંઘ કોશયારી |
અધ્યક્ષ | રામરાજે નાઇક નિમ્બાલકર |
બેઠક | ધારાસભ્યો દ્વારા ચૂંટાયેલા |
શિવસેનાના દ્વિતીય અધ્યક્ષ | |
પદ પર ૨૩ જાન્યુઆરી ૨૦૧૩ - ૧૦ ઓક્ટોબર ૨૦૨૨ કાર્યકારી અધ્યક્ષ (૨૦૦૩–૧૩) | |
પુરોગામી | બાલ ઠાકરે |
મહા વિકાસ અઘાડીના પ્રમુખ | |
પદ પર | |
Assumed office ૨૬ નવેમ્બર ૨૦૧૯ | |
અધ્યક્ષ | શરદ પવાર |
સચિવ | બાલાસાહેબ થોરાટ |
પુરોગામી | નવનિર્મિત પદ |
સામનાના પ્રધાન સંપાદક | |
પદ પર ૨૦ જૂન ૨૦૦૬ – ૨૮ નવેમ્બર ૨૦૧૯ | |
પુરોગામી | બાલ ઠાકરે |
અનુગામી | રશ્મી ઠાકરે |
અંગત વિગતો | |
જન્મ | ઉદ્ધવ બાલ ઠાકરે[૧] 27 July 1960[૨] મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત |
રાજકીય પક્ષ | શિવસેના |
જીવનસાથી | રશ્મિ ઠાકરે (લ. 1989) |
સંતાનો | આદિત્ય ઠાકરે તેજસ ઠાકરે |
પિતા | બાલ ઠાકરે |
નિવાસસ્થાન | વર્ષા બંગલો, દક્ષિણ મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત[૩] |
માતૃ શિક્ષણસંસ્થા | સર જે.જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ આર્ટ |
ઉદ્ધવ બાલ ઠાકરે (જન્મː ૨૭ જુલાઈ ૧૯૬૦) એ ભારતીય રાજકારણી છે. તેઓએ ૨૦૧૯થી ૨૦૨૨ સુધી મહારાષ્ટ્રના ૧૮મા મુખ્યમંત્રી હતા.[૨][૪][૫][૬] તેઓ શિવસેનાના પ્રમુખ છે.
ઉદ્ધવ ઠાકરેનો જન્મ ૨૭ જુલાઈ ૧૯૬૦ના રોજ રાજકારણી બાલ ઠાકરે અને તેમની પત્ની મીના ઠાકરેના ત્રણ પુત્રોમાં સૌથી નાના તરીકે થયો હતો.[૨][૭] તેમણે શાળાકીય શિક્ષણ બાલમોહન વિદ્યામંદિરમાં કર્યું અને સર જેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ આર્ટમાંથી તેઓ સ્નાતક થયા.[૮]
૨૦૦૨માં ઠાકરેએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં શિવસેનાના પ્રચાર પ્રભારી તરીકે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી, ત્યાં પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું હતું. ૨૦૦૩માં તેઓ શિવસેનાના કાર્યકારી પ્રમુખ તરીકે નિમાયા હતા. ઉદ્ધવે ૨૦૦૬માં પાર્ટીના મુખપત્ર સામના (શિવસેના દ્વારા દૈનિક મરાઠી- ભાષાનું અખબાર)ના મુખ્ય સંપાદક તરીકે પદ સંભાળ્યું હતું અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનતા પહેલાં ૨૦૧૯માં રાજીનામું આપ્યું હતું.[૯]
શિવસેનામાં ભાગલા પડ્યા જ્યારે તેમના પિતરાઇ ભાઇ રાજ ઠાકરેએ ૨૦૦૬માં પાર્ટી છોડી દીધી અને તેમનો પોતાનો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નામનો પક્ષ રચ્યો.[૧૦] ૨૦૧૨માં તેમના પિતા બાલ ઠાકરેના અવસાન પછી, તેમણે પક્ષનું નેતૃત્વ કર્યું હતું અને ૨૦૧૩માં શિવસેના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા, અને તેમના નેતૃત્વ હેઠળ શિવસેના ૨૦૧૪ માં મહારાષ્ટ્રની એનડીએ સરકારમાં જોડાઇ હતી.[૧૧]
જોકે ઠાકરેએ તેમની રાજકીય કારકિર્દીમાં શરૂઆતમાં ક્યારેય કોઈ બંધારણીય પદ સંભાળ્યું ન હતું, જોકે ટૂંકી રાજકીય કટોકટી પછી, નવેમ્બર ૨૦૧૯ના રોજ, ચૂંટણી પછીના ગઠબંધન મહા વિકાસ અઘાડીના પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ તેમણે મહારાષ્ટ્રના ૧૯મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.[૪][૫][૧૧]
૨૯ જૂન ૨૦૨૨ના રોજ તેમના પક્ષમાં બળવાના પરિણામે રાજકીય કટોકટી પછી, ઠાકરેએ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા આદેશ આપવામાં આવેલા ફ્લોર ટેસ્ટ પહેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. ઠાકરેએ બળવાખોર ધારાસભ્યોની ગેરલાયકાતની દરખાસ્ત પેન્ડિંગ હોવાનો હવાલો આપીને આ આદેશને ભારતની સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો.[૬]
ઉદ્ધવ ઠાકરેએ રશ્મિ ઠાકરે સાથે લગ્ન કર્યા છે અને દંપતીને બે પુત્રો - આદિત્ય અને તેજસ છે.[૧૨]