ઉપલેટા | |
---|---|
નગર | |
અક્ષાંશ-રેખાંશ: 21°44′53″N 70°14′54″E / 21.7481145°N 70.2483425°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | રાજકોટ |
તાલુકો | ઉપલેટા |
ઊંચાઇ | ૩૯ m (૧૨૮ ft) |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૫૮,૭૭૫ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૩૬૦૪૯૦ |
ટેલિફોન કોડ | +૯૧-૨૮૨૬ |
ઉપલેટા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલું એક નગર છે, જે આ જિલ્લાનાં ઉપલેટા તાલુકામાં આવેલું છે અને આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. ઉપલેટાનો વહીવટ નગરપાલિકા વડે થાય છે.[૧]
ઉપલેટા મોજ નદીના કાંઠા પર રાજકોટ શહેર થી લગભગ ૧૦૦ કિમી દુર આવેલું છે. ઉપલેટા તેની કિલ્લાની ઉંચી દિવાલ, વિશાળ કિલ્લાના બુરજો, દરવાજા, નાના ઘાટ માટે પ્રખ્યાત છે. ઉપલેટા જૈન મંદિર, મોજેશ્વર મહાદેવ મંદિર, તેના જુના દરબાર ગઢ, પાણી પુરવઠાની ટાંકી માટે પ્રખ્યાત છે. તેની રસ્તા, ફૂટપાથ અને ગટર વ્યવસ્થા પણ જોવા લાયક છે, જેની રચના મહારાજા ભગવતસિંહજી એ કરેલ છે. શહેરની મધ્યમાં ભગવતસિંહજીની વિશાળ પ્રતિમા પણ મુકેલ છે જે વિસ્તાર 'બાપુના બાવળા ચોક' તરીકે પ્રખ્યાત છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |