ઉપેન્દ્ર કુશવાહા | |
---|---|
![]() | |
જન્મ | ૨ જૂન ૧૯૬૦ ![]() Vaishali ![]() |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | રાજકારણી ![]() |
રાજકીય પક્ષ | સમતા પાર્ટી, રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી ![]() |
પદની વિગત | ૧૬મી લોકસભાના સભ્ય ![]() |
ઉપેન્દ્ર કુશવાહા (જન્મ ૬ ફેબ્રુઆરી ૧૯૬૦) એક ભારતીય રાજકારણી અને બિહાર વિધાન પરિષદ સદસ્ય છે. તે માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય ભારત સરકાર ના ભૂતપૂર્વ મંત્રી હતા. [૧] તે બિહારના રોહતાસ જિલ્લાના કારકટ મત વિસ્તારમાંથી ચૂંટાયેલ પૂર્વ સંસદ સભ્ય હતા. ઉપેન્દ્ર રાજ્યસભાનાપણ પૂર્વ સભ્ય હતા. રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના જાણીતા કાર્યકર અને વડા હતા . [૨] [૩]
ઉપેન્દ્ર કુશવાહનો જન્મ ૬ ફેબ્રુઆરી ૧૯૬૦ ના રોજ બિહારના વૈશાલીમાં એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમણે પટનાના સાયન્સ મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયા અને ત્યારબાદ બી.આર. આંબેડકર બિહાર વિશ્વવિદ્યાલય મુઝફ્ફરપુરથી રાજકીય વિજ્ઞાનમાં એમ.એ. થયા. કુશવાહા સમતા મહાવિદ્યાલયના રાજકારણ વિભાગમાં વ્યાખ્યાતા તરીકે પણ કાર્યરત હતા. ઉપેન્દ્ર કુશવાહાએ ૧૯૮૫ માં રાજકારણમાં આવ્યા હતા. ૧૯૮૫ થી ૧૯૮૮ દરમિયાન, તેઓ યુવા લોકદળના રાજ્ય મહામંત્રી રહ્યા.
ત્યારપછી તેઓ ૧૯૮૮-૯૩માં રાષ્ટ્રીય મહાસચિવ બન્યા. ૧૯૯૪-૨૦૦૨ સુધી સમતા પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે પણ કામ કર્યું હતું. કુશવાહા ૨૦૦૦-૨૦૦૫માં બિહાર વિધાનસભાના સભ્ય હતા અને બિહાર વિધાનસભાના નાયબ નેતા (સમતા પાર્ટી) તરીકે નિમણૂક થયા હતા. લોકસભાની ચૂંટણી બાદ માર્ચ ૨૦૦૪માં જ્યારે સુશીલ મોદી લોકસભા માટે ચૂંટાયા હતા, તેજ સમયે જે.ડી.યુ ના ધારાસભ્યોની સંખ્યા ભાજપ કરતા વધી હતી. જે.ડી.યુ. ના નેતાએ તેમનો પક્ષ બદલ્યો હોવાથી કુશવાહા વિપક્ષી નેતા બન્યા હતા. [૪] [૧]
ઉપેન્દ્ર કુશવાહાને ૨૦૦૭માં જનતા દળ (યુનાઇટેડ)માંથી હટાવવાની કોશિશ કરવામાં આવી હતી. [૫] કુશવાહાએ ફેબ્રુઆરી ૨૦૦૯માં રાષ્ટ્રીય સમતા પાર્ટીની સ્થાપના કરી. બિહારમાં નીતીશ કુમાર સરકાર દ્વારા કુશવાહ ( કોએરી ) જાતિના કથિત હાંસિયામાં મૂકવાની અને નિરંકુશ શાસનની પૃષ્ઠભૂમિમાં આ પાર્ટીની રચના કરવામાં આવી હતી. પાર્ટીની રચનાને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન છગન ભુજબલ દ્વારા ટેકો મળ્યો હતો. [૬] નવેમ્બર ૨૦૦૯માં કુશવાહા અને કુમાર વચ્ચેના સંબંધો સુધારવા પાર્ટીને જનતા દળ (યુનાઇટેડ)માં ભેળવી હતી.