ઉર્જિત પટેલ | |
---|---|
![]() | |
૨૪મા ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા | |
પદ પર ૪ સપ્ટેમ્બર ૨૦૧૬ – ૧૦ ડિસેમ્બર ૨૦૧૮ | |
પ્રધાન મંત્રી | નરેન્દ્ર મોદી |
પુરોગામી | રઘુરામ રાજન |
અનુગામી | શક્તિકાંત દાસ |
નાયબ ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક | |
પદ પર ૧૧ જાન્યુઆરી ૨૦૧૩ - ૪ સપ્ટેમ્બર ૨૦૧૬ | |
ગવર્નર | દુવ્વુરી સુબ્બારાવ રઘુરામ રાજન |
અનુગામી | વિરલ આચાર્ય |
અંગત વિગતો | |
જન્મ | ૨૮ ઓક્ટોબર ૧૯૬૩ નૈરોબી, કેન્યા |
માતૃ શિક્ષણસંસ્થા | લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ (BEC) ઓક્સફર્ડ યુનિવર્સિટી (M. Phil.) યેલ યુનિવર્સિટી (PhD) |
સહી | ![]() |
ઉર્જિત રવિન્દ્ર પટેલ (જન્મ ૨૮ ઓક્ટોબર ૧૯૬૩), જે સામાન્ય રીતે તરીકે ઉર્જિત પટેલ, તરીકે ઓળખાય છે, ભારતીય અર્થશાસ્ત્રી, સલાહકાર અને બેંકર છે, જેમણે બહુરાષ્ટ્રીય કંપનીઓમાં વિવિધ હોદ્દાઓ સંભાળ્યા હતા અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરનું પદ ૪ સપ્ટેમ્બર ૨૦૧૬ થી ૧૦ ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન સંભાળ્યું હતું.[૧][૨] નાયબ ગર્વનર તરીકે તેમણે નાણાકીય નીતિ, આર્થિક નીતિ સંશોધન, આંકડા અને માહિતી વ્યવસ્થાપન, થાપણ વીમાઓ, સંચાર અને માહિતી મેળવવાનો અધિકાર જેવા વિષયો સંભાળ્યા હતા. ૨૦ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ તેઓ રઘુરામ રાજન પછીના ગર્વનર તરીકે તેમનું નામ સૂચવવામાં આવ્યું હતું અને ૬ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ તેઓ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગર્વનર તરીકે નિમણૂક પામ્યા હતા.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |