એક હિંદુને એક પત્ર (અંગ્રેજી: અ લેટર ટુ અ હિંદુ) લિયો ટોલ્સટોય દ્વારા તારકનાથ દાસને ૧૪મી ડિસેમ્બર ૧૯૦૮ના રોજ લખાયેલો પત્ર હતો.[૧] આ પત્ર દાસ દ્વારા મોકલવામાં આવેલા બે પત્રોના જવાબમાં લખવામાં આવ્યો હતો, જેમાં બ્રિટીશ વસાહતી શાસનથી ભારતની સ્વતંત્રતા માટે પ્રખ્યાત રશિયન લેખક અને વિચારક લિયો ટોલ્સટોયનો ટેકો માંગવામાં આવ્યો હતો. આ પત્ર ભારતીય અખબાર ફ્રી હિન્દુસ્તાનમાં છપાયો હતો. આ પત્રને કારણે યુવાન મોહનદાસ ગાંધીએ ૧૯૦૯માં પોતાના દક્ષિણ આફ્રિકન અખબાર ઇન્ડિયન ઓપિનિયનમાં પત્ર છાપવાની પરવાનગી લેવા માટે અને સલાહ માગવા માટે વિશ્વપ્રસિદ્ધ ટોલ્સટોયને પત્ર લખ્યો હતો. મોહનદાસ ગાંધી તે સમયે દક્ષિણ આફ્રિકામાં હતા અને તેમની આજીવન કાર્યકર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ, તેમણે ભારતમાં મોકલેલી અંગ્રેજી નકલમાંથી પત્રનો જાતે જ મૂળ ગુજરાતીમાં અનુવાદ કર્યો.
"અ લેટર ટુ અ હિન્દુ"માં, ટોલ્સટોયે દલીલ કરી હતી કે પ્રેમના સિદ્ધાંત દ્વારા જ ભારતીય લોકો વસાહતી બ્રિટીશ શાસનથી પોતાને મુક્ત કરી શકે છે. ટોલ્સટોયે વિશ્વના તમામ ધર્મોમાં પ્રેમનો નિયમ જોયો હતો અને તેમણે દલીલ કરી હતી કે વિરોધ, હડતાલ અને શાંતિપૂર્ણ પ્રતિકારના અન્ય સ્વરૂપોમાં પ્રેમના કાયદાનો અહિંસક અમલ હિંસક ક્રાંતિનો એકમાત્ર વિકલ્પ છે. આ વિચારો આખરે ૧૯૪૭માં ભારતીય સ્વતંત્રતા ચળવળની પરાકાષ્ઠામાં સફળ સાબિત થયા.
આ પત્રમાં ટોલ્સટોયે સ્વામી વિવેકાનંદની કૃતિઓનો ઉલ્લેખ કર્યો છે. આ પત્રની સાથે જ ટોલ્સટોયનાં મંતવ્યો, ઉપદેશો અને તેમના ૧૮૯૪ના પુસ્તક ધ કિંગડમ ઑફ ગૉડ ઇઝ વીથીન યુ એ અહિંસક પ્રતિકાર વિશે મોહનદાસ ગાંધીનાં મંતવ્યોને બનાવવામાં મદદ કરી.[૧]
આ પત્રે ગાંધીજીને પ્રાચીન તમિલ નૈતિક સાહિત્ય તિરુક્કુરલ સાથે પરિચય કરાવ્યો, જેને ટોલ્સટોયે 'હિન્દુ કુરલ' તરીકે ઓળખાવ્યું હતું.[૨] ત્યારબાદ, જ્યારે ગાંધી જેલમાં હતા ત્યારે કુરલનો અભ્યાસ કરવા ગયા.[૩]
THE HINDU KURAL