એકાત્મ માનવવાદ એ દીનદયાળ ઉપાધ્યાય દ્વારા રાજનૈતિક દર્શન તરીકે ઘડવામાં આવેલા વિચારોનો સમૂહ છે અને ૧૯૬૫ માં તેને ભારતીય જનસંઘના સત્તાવાર સિદ્ધાંત તરીકે સ્વીકારવામાં આવ્યો હતો.[૧] તે અત્યારે ભારતના પ્રમુખ રાજનૈતિક પક્ષ એવા ભારતીય જનતા પાર્ટીની આધિકારીક વિચારધારા છે. ઉપાધ્યાયે સર્વોદય (સૌની પ્રગતિ), સ્વદેશી (ઘરેલું) અને ગ્રામ સ્વરાજ (ગામડાનું સ્વ-શાસન) જેવા ગાંધીવાદી સિદ્ધાંતો અપનાવ્યા હતા અને સાંસ્કૃતિક-રાષ્ટ્રીય મૂલ્યોને વધુ મહત્વ આપવા માટે આ સિદ્ધાંતોની પસંદગી કરવામાં આવી હતી.[૨]
એકાત્મ માનવવાદમાં ગોલવલકરના વિચારો અને ગાંધીવાદના મુખ્ય સિદ્ધાંતોનો સમન્વય કરી ને તેમને હિંદુ રાષ્ટ્રવાદના નૂતન સંસ્કરણ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. આ સંસ્કરણનો ઉદ્દેશ જનસંઘની 'કોમવાદી' છબીને ભૂંસી નાખવાનો હતો અને તેને નમ્ર, આધ્યાત્મિક અને બિનઆક્રમક છબીમાં સુધારવાનો હતો જે સમાજમાં સમાનતાની તરફેણ કરતું હોય. આ દર્શનની રચના અને તેને અપનાવવાથી ૧૯૬૦ અને ૭૦ના દાયકાના ભારતીય રાજકીય ક્ષેત્રમાં મોટા ભાષણોને અનુરૂપ બનાવવામાં મદદ મળી. આ વાદમાં જનસંઘ અને હિંદુ રાષ્ટ્રવાદી ચળવળને ભારતના મુખ્ય રાજકીય પ્રવાહના એક ઉચ્ચ જમણેરી સ્થાન તરીકે દર્શાવવાના પ્રયત્નોને પ્રકાશિત કરવામાં આવ્યા છે. ગોલવલકરની કૃતિઓની તુલનામાં અહીં એક મોટું પરિવર્તન "ભારતીય" શબ્દનો ઉપયોગ હતું, જેને રિચાર્ડ ફોક્સે હિંદુ ભારતીયના સંયોજન "હિન્દિયન" તરીકે અનુવાદિત કર્યો હતો. રાજકારણમાં સત્તાવાર બિનસાંપ્રદાયિકતાને કારણે "હિંદુ"ના સ્પષ્ટ સંદર્ભની માંગ કરવી અશક્ય બની ગઈ હતી અને ભારતીય શબ્દનો ઉપયોગ આ રાજકીય વાસ્તવિકતામાં સ્વીકૃત કરવામાં આવ્યો.[૩]
ઉપાધ્યાયે માન્યું કે મનુષ્યને કેન્દ્ર સ્થાને રાખી સ્વદેશી આર્થિક મોડલ વિકસાવવું ભારત માટે અતિ મહત્વનું છે. આ પ્રમાણેના અભિગમથી આ વિચાર સમાજવાદ અને મૂડીવાદથી ભિન્ન થઈ ગયો. જનસંઘના રાજકીય સિદ્ધાંત તરીકે એકાત્મ માનવવાદ અપનાવવામાં આવ્યો હતો અને અન્ય વિપક્ષી દળો પ્રત્યેની તેમની નવી નિખાલસતાને લીધે, જેપી નારાયણના નેતૃત્વ હેઠળ ચાલતા અગ્રણી ગાંધીવાદી સર્વોદય આંદોલન દ્વારા હિંદુ રાષ્ટ્રવાદી ચળવળનું ગઠબંધન શક્ય બનાવ્યું હતું; હિંદુ રાષ્ટ્રવાદી આંદોલન માટે આ પ્રથમ મોટી જાહેર સફળતા માનવામાં આવી હતી.[૪][૫]
પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ, ભારતમાં પ્રાથમિક ચિંતા એ એક સ્વદેશી વિકાસ મોડલ વિકસાવવાની હોવી જોઈએ, જેમાં માનવી તેના મૂળ સ્થાને કેન્દ્રિત હોય.[૪] તે બંને પશ્ચિમી વિચારધારા મૂડીવાદી વ્યક્તિવાદ અને માર્ક્સવાદી સમાજવાદનો વિરોધ કરે છે, જો કે પશ્ચિમ વિજ્ઞાનને આવકારે છે.[૬] તે મૂડીવાદ અને સમાજવાદ વચ્ચેના મધ્યમ સ્થાનની શોધ કરે છે, તેમનાં અતિરેક અને પરાકાષ્ઠાની ટીકા કરતી વખતે તેમની સાથે સંબંધિત લાગણીશીલતા પરથી બંને વિચારધારાનું મૂલ્યાંકન કરે છે.[૭]
ઉપાધ્યાયના મુજબ માનવજાતિમાં શરીર, મન, બુદ્ધિ અને આત્માના ચાર વંશવેલો સંગઠિત ગુણો હતા જે ધર્મ (નૈતિક ફરજો), અર્થ (સંપત્તિ), કામ (ઇચ્છા અથવા સંતોષ), અને મોક્ષ (સંપૂર્ણ મુક્તિ)ના ચાર સાર્વત્રિક ઉદ્દેશોને અનુરૂપ હતા; જેમાંથી કોઈની અવગણના કરી શકાતી નથી. ધર્મ એ 'મૂળભૂત' છે અને મોક્ષ માનવ અને સમાજનો 'અંતિમ' ઉદ્દેશ છે. તેમણે દાવો કર્યો કે મૂડીવાદી અને સમાજવાદી બંને વિચારધારાઓ સાથેની સમસ્યા એ છે કે તેઓ ફક્ત શરીર અને મનની જરૂરિયાતોને ધ્યાનમાં લે છે, અને તેથી તે ઇચ્છા અને સંપત્તિના ભૌતિકવાદી ઉદ્દેશો પર આધારિત છે.[૮]
ઉપાધ્યાયે એવી સામાજિક પ્રણાલીઓને નકારી કે જેમાં વ્યક્તિવાદે 'સર્વોચ્ચ શાસન' કર્યું. તેમણે સામ્યવાદને પણ નકારી કાઢ્યો જેમાં વ્યક્તિવાદને 'મોટા હૃદયવિહીન' ભાગ રૂપે કચડી નખાય છે. ઉપાધ્યાયના અનુસાર સમાજે વ્યક્તિઓ વચ્ચેના સામાજિક કરારથી ઉદ્ભવવાને બદલે, તેની સ્થાપના સમયે જ એક પ્રાકૃતિક જીવતંત્ર તરીકે નિશ્ચિત 'રાષ્ટ્રીય આત્મા' અથવા 'નૈતિકતા' સાથે જન્મેલો હતો અને સામાજિક જીવતંત્રની અને વ્યક્તિગત જરૂરિયાતોની સમાંતર તેમાં સમાનતા હતી.[૮]
ઉપાધ્યાયનો અભિપ્રાય હતો કે એકાત્મ માનવવાદ આદિ શંકર દ્વારા વિકસિત અદ્વૈતની પરંપરાનું પાલન કરે છે. અદ્વૈતવાદ બ્રહ્માંડના દરેક પદાર્થના એકરૂપ સિદ્ધાંતનું પ્રતિનિધિત્વ કરે છે અને જેનો માનવજાત એક ભાગ છે. ઉપાધ્યાયે દાવો કર્યો હતો કે આ ભારતીય સંસ્કૃતિનો સાર અને વિશ્વને આપેલ યોગદાન છે.[૮]
એકાત્મ માનવતાવાદ એ મહાત્મા ગાંધીની ભાવિ ભારતની દ્રષ્ટિનું લગભગ એક ચોક્કસ વાક્ય છે. બંને ભારત માટે એક વિશિષ્ટ માર્ગ શોધે છે, બંને સમાજવાદ અને મૂડીવાદના ભૌતિકવાદને એકસરખી રીતે નકારે છે, બંને આધુનિક સમાજની સર્વગ્રાહી, વર્ણધર્મ આધારિત સમુદાયની તરફેણમાં વ્યક્તિગતતાને નકારે છે, બંને રાજકારણમાં ધાર્મિક અને નૈતિક મૂલ્યોના પ્રેરણા પર ભાર મૂકે છે, અને બંને હિંદુમૂલ્યોને સાચવનારા આધુનિકીકરણના સાંસ્કૃતિક રૂપે અધિકૃત સ્થિતિની શોધ કરે છે.[૯]
એકાત્મ માનવવાદ બે વિષયોને સમાવે છે: રાજકારણમાં નૈતિકતા અને સ્વદેશી, અને નાના પાયે ઔદ્યોગિકરણ અર્થતંત્રોનો સમાવેશ. બધા વિચારો મૂળે ગાંધીવાદી જ છે પણ તેમના સામાન્ય વિષયવાર પરંતુ અનોખી રીતમાં હિંદુ રાષ્ટ્રવાદી છે. આ કલ્પના સંવાદિતા, સાંસ્કૃતિક-રાષ્ટ્રીય મૂલ્યોની પ્રાધાન્યતા અને શિસ્તના મૂળ વિચારોની આસપાસ ફરે છે.[૪][૧૦]
ઉપાધ્યાયે દેશની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાની ગણના કરીને નહેરુવાદી આર્થિક નીતિઓ અને ઔદ્યોગિકરણને એ કારણ પર નકારી દીધાં છે કારણ કે તેઓ પશ્ચિમ પાસેથી ગેરકાયદેસર રીતે ઉધાર લીધેલા છે. ઉપાધ્યાયના જણાવ્યા મુજબ સમાજની ગતિશીલ પ્રકૃતિ અને દેશના સાંસ્કૃતિક વારસાને ધ્યાનમાં રાખીને ભારતીય અને પશ્ચિમી વિચાર વચ્ચે સંતુલન બનાવવાની જરૂર છે. આર્થિક વિકાસના નહેરુવીયન મોડેલ, ઝડપી ઔદ્યોગિકરણ દ્વારા ભૌતિક સંપત્તિના વધારા પર ભાર મૂકતા, ભારતીય સમાજમાં ઉપભોક્તાવાદને પ્રોત્સાહન આપે છે. વિકાસની આ વિચારધારાથી આર્થિક વિકાસમાં માત્ર સામાજિક અસમાનતા અને પ્રાદેશિક અસંતુલન જ સર્જાયું નથી, પરંતુ તે દેશમાં ગરીબી દૂર કરવામાં નિષ્ફળ ગયો છે. ગાંધીવાદની જેમ એકાત્મ માનવતાવાદનું દર્શન પણ અવિરત ઉપભોક્તાવાદનો વિરોધ કરે છે, કારણ કે આવી વિચારધારા ભારતીય સંસ્કૃતિ માટે પારકી છે. આ વાદ પરંપરાગત સંસ્કૃતિને આધારે વ્યક્તિની ઇચ્છાઓ પર સંયમ મૂકવા પર ભાર મૂકે છે, અને ભૌતિક સંપત્તિ માટે કરાતા નિર્દય પ્રયાસોને બદલે સંતોષની હિમાયત કરે છે.[૧૧]
|access-date=
(મદદ)CS1 maint: bot: original URL status unknown (link)
|access-date=
(મદદ)CS1 maint: bot: original URL status unknown (link)