![]() | |
Private (Partly in temporary public ownership) | |
ઉદ્યોગ | Financial services |
---|---|
સ્થાપના | 1991 |
મુખ્ય કાર્યાલય | Amsterdam, Netherlands |
મુખ્ય લોકો | Gerrit Zalm (CEO) |
ઉત્પાદનો | Asset management Commercial banking Investment banking Private banking Retail banking |
સંચાલન આવક | ![]() |
નફો | ![]() |
કુલ સંપતિ | ![]() |
માલિકો | Kingdom of the Netherlands |
કર્મચારીઓ | 31,000(2010)[૪] |
ઉપકંપનીઓ | ABN AMRO Bank N.V. |
વેબસાઇટ | www.abnamro.com |
એબીએન એમ્રો (ABN AMRO) બેંક એન.વી. એ એમ્સ્ટર્ડમમાં મુખ્ય મથક ધરાવતી ડચ બેંક છે. રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ ગ્રુપની આગેવાની હેઠળના બેન્કિંગ કોન્સોર્ટિયમ દ્વારા હસ્તાંતરણ અને તેના ટુકડા કરાયાની મોટી ઉથલપાથલ બાદ 2009માં તેને ફરી સ્થાપિત કરવામાં આવી હતી. તેને ડૂબતી બચાવવા માટે ડચ સરકાર દ્વારા તેને રાષ્ટ્રીયકૃત કરવામાં આવી હતી.
બેંક હસ્તાંતરણ અને વિલીનીકરણનો લાંબો ઇતિહાસ ધરાવે છે, જે 1765થી થતા આવ્યા છે. એબીએન એમ્રો (ABN AMRO)ની રચના 1991માં અલ્ગેમન બેંક નેધરલેન્ડ (એબીએન (ABN)) અને એમ્સ્ટર્ડમ એન્ડ રોટ્ટરડેમ બેંક (એમ્રો (AMRO)) વચ્ચેના વિલીનીકરણરૂપે થઇ હતી. વર્ષ 2007 સુધીમાં, એબીએન એમ્રો (ABN AMRO) અસ્ક્યામતોની દ્રષ્ટિએ નેધરલેન્ડની બીજા ક્રમની અને યુરોપની આઠમા ક્રમની સૌથી મોટી બેંક હતી. તે સમયે મેગેઝિન ધ બેંકર અને ફોર્ચ્યુન ગ્લોબલ 500 દ્વારા બેંકને વિશ્વની સૌથી મોટી બેંકોની યાદીમાં 15મો[૫] ક્રમ આપવામાં આવ્યો હતો અને તે 110,000 કર્મચારીઓ સાથે 63 દેશોમાં કામગીરી ધરાવતી હતી.
વર્ષ 2007માં તે સમયના ઇતિહાસના બેંકિંગ ક્ષેત્રનો સૌથી મોટો ટેકઓવર ત્યારે થયો જ્યારે રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ ગ્રુપ, ફોર્ટિસ બેંક અને બેંકો સેન્ટેન્ડરના કોન્સોર્ટિયમ દ્વારા ટેકઓવર કરવામાં આવી, જેમાંથી પ્રથમ બે બેંકોના ટેકઓવરને પરિણામે ગંભીર સમસ્યા સર્જાઇ હતી. આ ટેકઓવરને ભંડોળ પુરૂ પાડવા માટે ઉભું કરવામાં આવેલા જંગી દેવાએ 2007-2010ની નાણાંકીય કટોકટીની શરૂઆત થઇ તેવા સમયે જ બેંકની અનામતને લગભગ ખાલી કરી દીધી હતી. પરિણામે ડચ સરકારે તેને હસ્તક લઇને કામગીરીના ડચ વિભાગને રાષ્ટ્રીયકૃત કરી દીધો, જેને પ્રાથમિક ધોરણે ફોર્ટિસને બચાવવા માટે તેને ફાળવવામાં આવ્યો હતો. યુ.કે. સરકારે આરબીએસ (RBS)ને ફાળવવામાં આવેલા વિભાગ પર સ્કોટિશ બેંકના તેના નાણાંકીય બેઇલ-આઉટને કારણે અસરકારક કાબુ મેળવ્યો હતો. કોન્સોર્ટિયમ આરએફએસ (RFS) હોલ્ડિંગ્ઝ બી.વી., નોંધપાત્ર વિદેશી ઉદ્યોગો પાસે રહેલા એબીએન એમ્રો (ABN AMRO)ના બાકીના હિસ્સાને આરબીએસ (RBS), સેન્ટેન્ડરમાં ભેળવી દેવામાં આવ્યો હતો, વેચી દેવામાં આવ્યો હતો અથવા તે બંધ કરી દેવામાં આવ્યો હતો.
ડચ સરકારે પૂર્વ ડચ નાણાં પ્રધાન ગેરિટ ઝાલ્મને બેંકના પુન:ગઠન અને તેને સ્થિરતા આપવા માટે સીઇઓ (CEO) તરીકે નિમ્યા અને ફેબ્રુઆરી 2010માં બેંકનું બે અલગ સંસ્થાઓમાં વિભાજન કરવામાં આવ્યું. એબીએન એમ્રો (ABN AMRO) બેંક એન.વી. નામની એક સંસ્થાની માલિકી ડચ સરકાર ધરાવે છે અને અન્ય ધ રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ એન.વી. નામની સંસ્થા ધ રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ ગ્રુપને હસ્તક છે.[૬][૭] આ તારીખે ડચની માલિકીનો કારોબાર આરબીએસ (RBS) થી કાયદાકીય રીતે અલગ કરવામાં આવ્યો હતો.[૮] ડચ સરકારે એબીએન એમ્રો (ABN AMRO) નામની માલિકી મેળવી હતી અને તેમણે ખરીદેલા બેંકના હિસ્સા માટે તેનો ઉપયોગ કર્યો હતો, જ્યારે જૂથની અન્ય કંપનીઓને બીજુ નામ આપવામાં આવ્યું અથવા બંધ કરવામાં આવી હતી. [૯]
વર્ષ 2010માં એબીએન એમ્રો (ABN AMRO) બેંકના માલિક એબીએન એમ્રો (ABN AMRO) ગ્રુપનું સર્જન એબીએન એમ્રો (ABN AMRO) નેધરલેન્ડ ના અગાઉના વિભાગો, એબીએન એમ્રો (ABN AMRO) ખાનગી બેન્કિંગ , સાથે ફોર્ટિસ બેંક નેધરલેન્ડ તેમજ અગાઉ ફોર્ટિસની માલિકીની ખાનગી બેંક મીસપિયર્સન અને ઇન્ટરનેશનલ ડાયમંડ એન્ડ જ્વેલરી ગ્રુપ ને ભેળવી દઇને કરવામાં આવ્યું હતું. તેણે 1 જૂલાઇ, 2010ના રોજ એબીએન એમ્રો (ABN AMRO) નામ હેઠળ કામગીરીની શરૂઆત કરી તે સમયે ફોર્ટિસ બેંકના નામનો સત્તાવાર રીતે અંત આવ્યો. ડચ સરકારે જણાવ્યું કે તે ઓછામાં ઓછું 2011 સુધી તો સરકાર હસ્તક રહેશે અને ત્યારબાદ તે નવી બેંકના જાહેર શેર બજારમાં લિસ્ટીંગ માટે વિચારણા કરશે.
વર્ષ 1824માં ડચ ઇસ્ટ ઇન્ડિઝના વેપાર અને નાણાંકીય સ્થિતીને પુનર્જિવીત કરવા માટે રાજા વિલિયમ પહેલાએ નેધરલેન્ડશ હેન્ડલ-માત્શેપ્પીજ (NHM) નામની વેપારી કંપનીની સ્થાપના કરી હતી અને તે એબીએન એમ્રો (ABN AMRO)ના પ્રાથમિક પૂર્વજોમાંની એક છે. એગ્લેમિન બેંક નેદરલેન્ડ (ABN)ની રચના કરવા માટે 1964માં એનએચએમ (NHM)ને ટ્વેન્ટશે બેંક માં ભેળવી દેવામાં આવી હતી. તે સમાન વર્ષે 1871માં સ્થપાયેલી એમ્સ્ટર્ડમીશ બેંક ને એમ્રો (AMRO) બેંકની રચના કરવા માટે 1873માં (1765થી ડિટર્મીજેર વેસલિંઘ એન્ડ ઝેડએન. સમાવિષ્ટ વિલીનીકરણના ભાગરૂપે) સ્થપાયેલી રોટ્ટરડેમીશ બેંક માં ભેળવી દેવામાં આવી. 1991માં એબીએન (ABN) અને એમ્રો (AMRO) બેંક એબીએન એમ્રો (ABN AMRO)ની રચના માટે સંમત થયા.
આ વિલીનીકરણ અને હસ્તાંતરણ દ્વારા, એબીએન એમ્રો (ABN AMRO)એ સંખ્યાબંધ વિદેશી કંપનીઓ અને શાખાઓ મેળવી. એનએચએમ (NHM) સંસ્થા પાસેથી તેને એશિયા અને મિડલ ઇસ્ટમાં શાખાઓનું નોંધપાત્ર નેટવર્ક પ્રાપ્ત થયું. તેમાંની એક સાઉદી હોલેન્ડી બેંક કે જે જુની એનએચએમ (NHM) જેદ્દાહ શાખા હતી અને જેમાં એબીએન એમ્રો (ABN AMRO) હજુ પણ 40 ટકા હિસ્સો ધરાવે છે તે અંગે ડચની સંસદમાં રાજકીય પાર્ટી ફોર ફ્રિડમ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. અન્ય બેંક હોલેન્ડશી બેંક-યુની (HBU) હતી, જેની રચના 1933માં હોલેન્ડશી બેંક વૂર દે મિડ્ડેલેન્ડશી ઝી (HBMZ) અને હોલેન્ડશી ઝ્યુઇડ-અમેરિકા બેંક ના વિલીનીકરણ દ્વારા કરવામાં આવી હતી, જેને પગલે એબીએન એમ્રો (ABN AMRO)ને દક્ષિણ અને મધ્ય અમેરિકામાં શાખાઓનું વિસ્તૃત નેટવર્ક મળ્યું હતું. 1979માં એબીએને (ABN) શિકાગો સ્થિત લાસેલ નેશનલ બેંકનું હસ્તાંતરણ કરીને ઉત્તર અમેરિકામાં પણ વિસ્તરણ કર્યું હતું.
1991માં એબીએન (ABN) અને એમ્રો (AMRO) બેંકના વિલીનીકરણ બાદ, એબીએન એમ્રો (ABN AMRO) વધુ સંખ્યાબંધ હસ્તાંતરણો દ્વારા સતત વૃદ્ધિ પામી, જેમાં 1996માં ડેટ્રોઇટના પરા વિસ્તારમાં સ્થિત સ્ટાન્ડર્ડ ફેડરલ બેંક અને 2001માં મિશીગન નેશનલ બેંકના હસ્તાંતરણનો સમાવેશ થાય છે, બંને બેંકોને આપણે લાસેલ નેશનલ બેંક તરીકે રિબ્રાન્ડ કરી હતી.
એબીએન એમ્રો (ABN Amro)એ 1995ની પાનખરમાં અમેરિકન સિક્યોરિટીઝ અને કોમોડિટીઝ ટ્રેડિંગ અને ક્લિયરીંગ કોર્પોરેશન, ધી શિકાગો કોર્પોરેશનની ખરીદી લીધું હતું. [૧૦]
અન્ય મુખ્ય હસ્તાંતરણોમાં 1998માં બ્રાઝિલીયન બેંક બેંકો રિઅલ અને 2006માં ઇટાલિયન બેંક એન્ટોન્વેનેટાનો સમાવેશ થાય છે. તે [૧૧]2000માં સ્થાનિક ડચ સરકારની મોર્ગેજ અને બિલ્ડીંગ વિકાસ સંસ્થા, બ્યુફોન્ડ્સના વિવાદીત હસ્તાંતરણ સાથે પણ સંકળાયેલી હતી. એબીએન એમ્રો (ABN AMRO)એ ચિંતામાં વધારો થતા 2006માં બ્યુફોન્ડ્સને વેચી દીધી હતી.
એબીએન એમ્રો (ABN AMRO)ને વર્ષ 2005ની શરૂઆતમાં એક મહત્ત્વના નિર્ણય પર આવવું પડ્યું. બેંક હજુ સુધી આરઓઇ (ROE) મેળવવાના તેના પોતાના લક્ષ્યાંકને પૂર્ણ કરી શકી ન હતી જે તેને સમકક્ષ કામગીરી ધરાવતા ટોચના 5 જૂથોની યાદીમાં સ્થાન અપાવનાર હતો, આ લક્ષ્યાંક સીઇઓ (CEO) રિજ્કમેન ગ્રોએનિકે 2000માં તેની નિમણુંક સમયે નક્કી કર્યો હતો. 2000 થી 2005 સુધી, એબીએન એમ્રો (ABN AMRO)ના શેરની કિંમત સ્થિર રહી હતી.
2006ના નાણાંકીય પરિણામે બેંકના ભવિષ્ય અંગેની ચિંતાઓમાં વધારો કર્યો હતો. કાર્યશીલ ખર્ચએ કાર્યશીલ કમાણીની સરખામણીએ ઘણા ઊંચા દરે વધી રહ્યો હતો, અને ક્ષમતા ગુણોત્તર વધુ ઘટીને 69.9 ટકાની સપાટીએ આવી ગયો હતો. બિન-કાર્યક્ષમ લોનો વાર્ષિક ધોરણે 192 ટકાના નોંધપાત્ર દરે વધી હતી. મિલકતોના ટકાઉ વેચાણને કારણે જ ચોખ્ખા નફામાં વૃદ્ધિ જોવા મળી હતી.
તે અગાઉના બે વર્ષ દરમિયાન, એબીએન એમ્રો (ABN AMRO) ભાંગી પડશે, તેનું વિલીનીકરણ થશે, અથવા તેને હસ્તગત કરવામાં આવશે તેવી કેટલીક અટકળો ફરતી હતી. 21 ફેબ્રુઆરી, 2007ના રોજ ટીસીઆઇ (TCI) હેજ ફન્ડ કે જેણે સુપરવાઇઝી બોર્ડના ચેરમેનને એબીએન એમ્રો (ABN AMRO)ના વિલીનીકરણ, હસ્તાંતરણ અથવા વિસર્જન અંગે સક્રિયપણે તપાસ કરવા સૂચવ્યું હતું, તેણે જણાવ્યું કે હાલની શેરકિંમત અંતર્ગત મિલકતોનું સાચુ મૂલ્ય પ્રદર્શિત કરતી નથી. ટીસીઆઇ (TCI)એ ચેરમેનને એપ્રિલ 2007ના રોજની શેરહોલ્ડરોની વાર્ષિક બેઠકમાં તેમની વિનંતીને કાર્યસૂચિમાં મુકવા જણાવ્યું.
20 માર્ચના રોજ જ્યારે બ્રિટીશ બેંક બાર્કલેઝ અને એબીએન એમ્રો (ABN AMRO) બંને પક્ષોએ શક્ય વિલીનીકરણ અંગે મંત્રણા કરી રહ્યો હોવાની વાત કબૂલ કરી ત્યારે આ વાતને સમર્થન પ્રાપ્ત થયું.
28 માર્ચના રોજ, એબીએન એમ્રો (ABN AMRO)એ 2007ની શેરહોલ્ડરોની બેઠકની કાર્યસૂચિ જાહેર કરી. તેમાં ટીસીઆઇ (TCI) દ્વારા સૂચવવામાં આવેલી બધી જ બાબતો સમાવિષ્ટ હતી, પરંતુ ભલામણોમાં કંપનીના વિસર્જન અંગેની વિનંતીને સ્થાન આપવામાં આવ્યું ન હતું.[૧૨]
આમ છતાં, 18 એપ્રિલના રોજ, અન્ય બ્રિટીશ બેંક, ધ રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડે (RBS) સોદાની દરખાસ્ત માટે એબીએન એમ્રો (ABN AMRO)નો સંપર્ક કર્યો, જે હેઠળ આરબીએસ (RBS), બેલ્જિયમની ફોર્ટિસ, અને સ્પેનની બેંકો સેન્ટેન્ડર સેન્ટ્રલ હિસ્પેનો (હવે બેંકો સેન્ટેન્ડર) એબીએન એમ્રો (ABN AMRO) માટે સંયુક્તપણે બોલી કરશે અને ત્યાર બાદ તેઓ બેંકના વિવિધ વિભાગોને તેમની વચ્ચે વહેંચી લેશે. સૂચિત સોદા પ્રમાણે, આરબીએસ (RBS) એબીએન (ABN)ના શિકાગો સ્થિત કારોબાર, લાસેલ, અને એબીએન (ABN)ના હોલસેલ કારોબારને હસ્તગત કરશે; જ્યારે બેંકો સેન્ટેન્ડર બ્રાઝિલના કારોબાર અને ફોર્ટિસ ડચ કારોબારને પોતાના હસ્તક લઇ લેશે.
23 એપ્રિલના રોજ એબીએન એમ્રો (ABN AMRO) અને બાર્કલેઝે એબીએન એમ્રો (ABN AMRO)ના બાર્કલેઝ દ્વારા સૂચિત હસ્તાંતરણની જાહેરાત કરી. આ સોદાનું મૂલ્ય €67 બિલિયન આંકવામાં આવ્યુ. બેંક ઓફ અમેરિકાને લાસેલ બેંકનું €21 અબજમાં વેચાણ આ સોદાનો એક હિસ્સો હતો.[૧૩]
તેના બે દિવસ બાદ આરબીએસ (RBS)ની આગેવાની હેઠળના કોન્સોર્ટિયમે જો એબીએન એમ્રો (ABN AMRO) તેની લાસેલ બેંકનું બેંક ઓફ અમેરિકાને થનાર વેચાણ રોકે તેની શરતે €72 બિલિયનની સંકેતાત્મક ઓફર કરી હતી. ત્યાર પછીના દિવસે શેરહોલ્ડરોની બેઠક દરમિયાન, આશરે 68 ટકા જેટલા મહત્તમ શેરહોલ્ડરોએ ટીસીઆઇ (TCI) દ્વારા સૂચવવામાં આવેલા વિસર્જનની તરફેણમાં મત આપ્યા હતા.[૧૪]
લાસેલના વેચાણને ઘણા લોકો દ્વારા અવરોધક ગણાવવામાં આવી હતી: તે જૂથની પ્રવર્તમાન અમેરિકન બ્રાન્ડ્સ સિટીઝન બેંક એન્ડ ચાર્ડર વનની સફળતા પર વિસ્તરણ કરવા માટે યુએસના બજારમાં વધારે પ્રવેશ મેળવવા પ્રયત્નો કરી રહેલી આરબીએસ (RBS)ની બિડના માર્ગમાં અવરોધક મનાતી હતી. 3 મે, 2007ના રોજ, ડચ ઇન્વેસ્ટર્સ અસોસિએશન સંગ્રહિત ૨૦૦૮-૧૦-૦૬ ના રોજ વેબેક મશિન (Vereniging van Effectenbezitters) એબીએન (ABN)ના શેરોના 20 ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરતા શેરધારકોના ટેકાથી લાસેલના વેચાણ પર મનાઇહુકમ કરવાની વિનંતી સાથે આ કેસને એમ્સ્ટર્ડમમાં ડચ કોમર્શિયલ કોર્ટમાં લઇ ગયું હતું. કોર્ટે સુણાવ્યું કે લાસેલના વેચાણને બાર્કલેઝની વિલીનીકરણ માટે એબીએન એમ્રો (ABN AMRO) સાથે ચાલી રહેલી મંત્રણાથી અલગ ગણી શકાય નહીં, અને આથી એબીએન એમ્રો (ABN AMRO)ના શેરધારકો સામાન્ય શેરધારક બેઠકમાં અન્ય શક્ય વિલીનીકરણ/હસ્તાંતરણના ઉમેદવારોને મંજુરી આપવા સક્ષમ હોવા જોઇએ. આમ છતાં જૂલાઇ 2007માં, ડચ સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો કે બેંક ઓફ અમેરિકા દ્વારા લાસેલ બેંક કોર્પોરેશનના હસ્તાંતરણની પ્રક્રિયા આગળ વધી શકે છે. બેંક ઓફ અમેરિકાએ લાસેલને 1 ઓક્ટોબર, 2007થી પોતાનામાં ભેળવી દીધી.
23 જૂલાઇના રોજ, બાર્કલેઝે ચીન અને સિંગાપોર સરકાર પાસેથી રોકાણની ખાતરી મેળવ્યા બાદ એબીએન એમ્રો (ABN AMRO) માટેની તેની ઓફર વધારીને €67.5 બિલિયન કરી, પરંતુ તે હજુ પણ આરબીએસ (RBS)ના કોન્સોર્ટિયમની ઓફરથી ઓછી હતી. બાર્કલેઝની સુધારેલી બિડ શેરદીઠ €35.73 હતી - જે તેની અગાઉની ઓફરની સરખામણીએ 4.3 ટકા વધારે હતી. આ ઓફર, કે જેમાં 37 ટકા રોકડનો સમાવેશ થતો હતો, તે સપ્તાહ પહેલા આરએફએસ (RFS) કોન્સોર્ટિયમ દ્વારા શેરદીઠ €38.40ની કરવામાં આવેલી ઓફર કરતા નીચે રહી હતી. તેમની સુધારેલી ઓફરમાં લાસેલ બેંક માટેની ઓફરનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો, કેમકે એબીએન એમ્રો (ABN AMRO) તેની પેટા બેંકને બેંક ઓફ અમેરિકાને વેચવા માટે સક્ષમ હતી. આરબીએસ (RBS) હવે એબીએન (ABN)ના રોકાણ-બેન્કિંગ વિભાગ અને તેના એશિયન નેટવર્ક પર સ્થિર થશે.
30 જૂલાઇના રોજ એબીએન એમ્રો (ABN AMRO)એ બાર્કલેઝની ઓફર માટેનો પોતાનો ટેકો પાછો ખેંચી લીધો જે આરબીએસ (RBS)ની આગેવાની હેઠળના જૂથ દ્વારા કરવામાં આવેલી ઓફર કરતા નીચી હતી. બાર્કલેઝની ઓફર એબીએન એમ્રો (ABN AMRO)ના "વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ"ને અનુરૂપ હતી, જ્યારે બોર્ડે "નાણાંકીય દ્રષ્ટિકોણ"થી તેની ભલામણ કરી ન હતી. આરબીએસ (RBS), ફોર્ટિસ અને બેંકો સેન્ટેન્ડરની 98.3 બિલિયન અમેરિકન ડોલરની બિડ બાર્કલેઝની ઓફરની સરખામણીએ 9.8 ટકા વધારે હતી.
બાર્કલેઝ બેંકે આરબીએસ (RBS)ની આગેવાની હેઠળના કોન્સોર્ટિયમની બિડની સફળતાનો માર્ગ આસાન કરતા 5 ઓક્ટોબરના રોજ તેના વિભાજનના આયોજન સહિત એબીએન એમ્રો (ABN AMRO) માટેની તેની બિડને પાછી ખેંચી લીધી હતી. ફોર્ટિસ એબીએન એમ્રો (ABN AMRO)ના ડચ અને બેલ્જિયન કારોબાર મેળવશે, બેંકો સેન્ટેન્ડર બ્રાઝિલમાં બેંકો રિઅલ અને ઇટાલિમાં બેંકા એન્ટોન્વેનેટા મેળવશે અને આરબીએસ (RBS) એબીએન એમ્રો (ABN AMRO)ના હોલસેલ વિભાગ અને એશિયા સહિતના અન્ય બધા જ કારોબારની માલિકી લેશે.
9 ઓક્ટોબરના રોજ, રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડની આગેવાની હેઠળના આરએફએસ (RFS) કોન્સોર્ટિયમે કરેલી બિડને ડચ બેંકના શેરોના 86 ટકા હિસ્સાનું પ્રતિનિધીત્વ કરતા શેરધારકોએ આરએફએસ (RFS) જૂથની €70 બિલિયનની ઓફરનો સ્વીકાર કર્યા બાદ ઔપચારિક રીતે વિજેતા જાહેર કરવામાં આવી. સ્વીકાર્યતાની કક્ષાએ કોન્સોર્ટિયમ માટે ઔપચારિક નિયંત્રણ મેળવવાનો માર્ગ આસાન બનાવી દીધો. 10 ઓક્ટોબરના રોજ જ્યારે ફોર્ટિસે તેના €13 બિલિયનના રાઇટ્સ ઇસ્યુને પૂર્ણ કર્યો ત્યારે જૂથે તેની ઓફરને બિનશરતી જાહેર કરી. આથી જૂથની શેરદીઠ €38ની ઓફર માટે જરૂરી ધિરાણ કે જેમાં €35.60 રોકડનો પણ સમાવેશ થાય તે પ્રાપ્ત થયું. બાર્કલેઝની ઓફરનું મોટા પાયે સમર્થન કરનાર એબીએન એમ્રો (ABN AMRO)ના મેનેજિંગ બોર્ડના ચેરમેન, રિજ્કમેન ગ્રોએનિન્કે પદ છોડી દેવાનો નિર્ણય લીધો.[૧૫]
22 એપ્રિલ 2008ના રોજ આરબીએસે (RBS) બ્રિટીશ કોર્પોરેટ ઇતિહાસના સૌથી મોટા રાઇટ્સ ઇસ્યુની જાહેરાત કરી, જેનો હેતુ ડૂબેલા રોકાણને પરિણામે માંડી વાળેલા £5.9 બિલિયનને સરભર કરવા અને એબીએન એમ્રો (ABN AMRO)ની ખરીદી બાદ તેની અનામતોમાં વધારો કરવા £12 બિલિયનની નવી મૂડી ઉભી કરવાનો હતો. 13 ઓક્ટોબર, 2008ના રોજ, બ્રિટનના વડા પ્રધાન ગોર્ડન બ્રાઉને નાણાંકીય વ્યવસ્થા માટે યુકે સરકારના બેઇલઆઉટની જાહેરાત કરી. ટ્રેઝરી નાણાંકીય ક્ષેત્રને ધબડકાથી બચાવી દેવા રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ ગ્રુપ પીએલસી, લોઇડ ટીએસબી અને એચબીઓએસ પીએલસીમાં 37 બિલિયન પાઉન્ડ (64 બિલિયન ડોલર, 47 બિલિયન યુરો)ની નવી મૂડી ઉમેરશે. તેને પગલે આરબીએસ (RBS) સરકારની કુલ માલિકી 58 ટકાની હતી. આ બચાવકાર્યને પરિણામે જૂથના ચીફ એક્ઝિક્યુટીવ સર ફ્રેડ ગુડવિને રાજીનામું આપવાનો પ્રસ્તાવ મુક્યો, જેનો સ્વીકાર કરવામાં આવ્યો.
જાન્યુઆરી 2009માં એવી જાહેરાત કરવામાં આવી કે આરબીએસે (RBS) £28 બિલિયનની ખોટ કરી છે, જેમાંથી £20 બિલિયન એબીએન એમ્રો (ABN AMRO)ના કારણે હતી.[૧૬] તે જ સમયે સરકારે તેમના પ્રેફરન્સ શેરોને ઓર્ડિનરી શેરોમાં રૂપાંતરિત કરતા આરબીએસ (RBS)માં તેનો હિસ્સો વધીને 70 ટકા થઇ ગયો.[૧૭]
એબીએન એમ્રો (ABN AMRO)ના સોદાએ ફોર્ટિસની મૂડીનું ધોવાણ કરતા, 11 જૂલાઇ, 2008ના રોજ, ફોર્ટિસના સીઇઓ, જિન વોટ્રન પદ પરથી ખસી ગયા.[૧૮][૧૯][૨૦] તેના શેરના મૂલ્ય પર આધારિત ફોર્ટિસનું કુલ મૂલ્ય હસ્તાંતરણ અગાઉના મૂલ્યની સરખામણીએ ત્રીજા ભાગનું થઇ ગયું હતું, અને તે મૂલ્ય હેઠળ તેણે એબીએન એમ્રો (ABN AMRO)ની બેનેલક્સ પ્રવૃત્તિઓ માટે ચૂકવણી કરી હતી.[૨૧]
ફોર્ટિસે સપ્ટેમ્બર 2008માં એવી જાહેરાત કરી કે તે આરએફએસ (RFS) હોલ્ડીંગમાં રહેલો પોતાનો હિસ્સો વેચી દેવા માગે છે, જેમાં ફોર્ટિસને હજુ સુધી તબદીલ કરવામાં ન આવેલી બધી જ પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો (દા.ત. એસેટ મેનેજમેન્ટ સિવાય બધી જ).[૨૨][૨૩]
2008માં આરએફએસ (RFS) હોલ્ડીંગ્ઝે એએસી કેપિટલ પાર્ટનર્સ દ્વારા સંચાલિત 32 યુરોપિયન કંપનીઓમાં રહેલા ખાનગી ઇક્વિટીના પોર્ટફોલિયોને પ્રાઇવેટ ઇક્વિટી સેકન્ડરી માર્કેટ વ્યવહાર દ્વારા 1.5 અબજ ડોલરમાં ગોલ્ડમેન સાશ, આલ્પઇન્વેસ્ટ પાર્ટનર્સ અને સીપીપી (CPP)ને સમાવતા કોન્સોર્ટિયમને વેચાણની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.[૨૪][૨૫]
સપ્ટેમ્બર 2009માં, આરબીએસે (RBS) ઓસ્ટ્રેલિયામાં મોર્ગન શેરસંચાલન કારોબારને આરબીએસ (RBS) મોર્ગન્સનું નવું નામ આપ્યું હતું.[૨૬] તે અગાઉ સમાન વર્ષના માર્ચ મહિનામાં એબીએન એમ્રો (ABN AMRO) ઓસ્ટ્રેલિયા એકમનું આરબીએસ (RBS) ઓસ્ટ્રેલિયાનું નવું નામ આપવામાં આવ્યું હતું.[૨૭]
10 ફેબ્રુઆરી 2010ના રોજ, આરબીએસે (RBS) જાહેરાત કરી હતી કે ભારત [૨૮] અને યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં આવેલી તેની માલિકીની શાખાઓનું તેના નામ હેઠળ રિબ્રાન્ડીંગ કરવામાં આવશે.[૨૯]. એચએસબીસી (HSBC) હોલ્ડીંગ્ઝે જણાવ્યું કે તે રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડનો ભારતીય રિટેલ અને વ્યાપારી બેન્કિંગ કારોબાર 1.8 અબજ ડોલરમાં ખરીદશે.[૩૦][૩૧]
2008ની નાણાંકીય કટોકટીમાં ફોર્ટિસના કારોબારમાં સતત આવી રહેલી સમસ્યાઓને પગલે ડચ સ્ટેટે નેધરલેન્ડના ફોર્ટિસના સમગ્ર કારોબાર (€16.8 બિલિયન) સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધુ, જેમાં ફોર્ટિસ સાથે સંકળાયેલા એબીએન એમ્રો (ABN AMRO)ના કેટલોક હિસ્સો પણ સમાવિષ્ટ હતો. ડચ સરકાર અને દે નેદરલેન્ડશી બેંકના પ્રેસિડેન્ટે ડચ ફોર્ટિસ અને એબીએન એમ્રો (ABN AMRO)ના હિસ્સાનું વિલીનીકરણ થશે તેવી જાહેરાત કરી, જ્યારે બેંક રાજ્યની માલિકી હેઠળ છે.[૩૨]
જાન્યુઆરી 2009માં, એવું નોંધાયુ કે બેલ્જિયમ-સ્થિત ફોર્ટિસના શેરધારકો બેલ્જિયમ સરકાર સામે સમસ્યામાં મુકાયેલા નાણાંકીય સેવા આપતા જૂથને હસ્તગત કરવાના નિર્ણય સામે કેસ દાખલ કરવા વિચારી રહ્યા છે અને તેઓ ડચ સરકાર સામે પણ કેસ કરવાનું આયોજન ધરાવે છે. કેસનું પ્રારંભિક પરિણામ ડચ સરકારની તરફેણમાં આવ્યું.
9 ફેબ્રુઆરી, 2010ના રોજ, ડચ સ્ટેટ દ્વારા હસ્તગત કરવામાં આવેલા એબીએન એમ્રો (ABN AMRO)ના કારોબારને આરબીએસ (RBS) દ્વારા હસ્તાંતરિત ઉદ્યોગથી કાનૂની રીતે અલગ કરવામાં આવ્યા. તેને પગલે એબીએન એમ્રો (ABN AMRO) હોલ્ડીંગ્ઝમાં જ બે અલગ બેંકોનું નિર્માણ થયું, ધી રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ અને એબીએન એમ્રો (ABN AMRO) બેંક નામની નવી સંસ્થા, ડચની મધ્યસ્થ બેંક દ્વારા બંનેને અલગ પરવાના આપવામાં આવ્યા[૩૩].
એસઇસી (SEC) દ્વારા કોર્ટની એક પૂરવણીમાં એબીએન એમ્રો (ABN Amro)નો ઉલ્લેખ કરવામાં આવ્યો જ્યારે તેણે 16 એપ્રિલ, 2010ના રોજ ગોલ્ડમેન સાશ અને ગોલ્ડમેનના એક સીડીઓ (CDO) ટ્રેડર સામે દાવો માંડ્યો. એસઇસી (SEC)એ એવો આક્ષેપ મુક્યો કે એબીએન એમ્રો (ABN Amro) ગોલ્ડમેન જે સીડીઓ (CDO) ઇન્સ્ટ્રુમેન્ટ્સનું સર્જન કરતી હતી તેની ખોટી બાજુએ હતી અને આથી ગોલ્ડમેને આઇકેબી (IKB) અને એબીએન એમ્રો (ABN Amro) બંનેને છેતર્યા છે અને એબીએન એમ્રો (ABN Amro) એવી જાહેરાત કરવામાં નિષ્ફળ રહી કે તેણે ખરીદીમાં ત્રીજા પક્ષકારને સામેલ કર્યો નથી, પરંતુ તેને બદલે હેજ ફન્ડના માર્ગદર્શન હેઠળ તે સીડીએસ (CDS)ના સોદામાં પક્ષકાર બની હતી. આ હેજ ફન્ડ પોલ્સન એન્ડ કંપની ડિફોસ્ટના આ પ્રસંગનો જંગી નાણાંકીય લાભ લેવા માટે સામેલ થઇ હતી.[૩૪]
એબીએન એમ્રો (ABN AMRO) 15 દેશોમાં કાર્યાલયો ધરાવે છે, પરંતુ તેના 32,000 કર્મચારીઓમાંથી 5,000 નેધરલેન્ડ્સમાં છે. તેની કામગીરીમાં 14 દેશોમાં ઉચ્ચ સંપત્તિ ધરાવતા ગ્રાહકો પર ધ્યાન કેન્દ્રીત કરતી ખાનગી બેંક અને કોમર્શિયલ અને વેપારી બેન્કિંગ કામગીરીનો સમાવેશ થાય છે, જે ઉર્જા, કોમોડિટીઝ અને પરિવહન તેમજ બ્રોકરેજ, ક્લિયરીંગ અને કસ્ટડી જેવા વિશેષ બજારોમાં કામગીરી ધરાવે છે.[૩૫]
નાણાંકીય વિગતો | |||||
વર્ષો | 2002 | 2003 | 2004 | 2005 | 2006 |
---|---|---|---|---|---|
વ્યાજના વેચાણનો નફો | €18.280 મિલિયન | €18.793 મિલિયન | €19.793 મિલિયન | €23.215 મિલિયન | €27.641 મિલિયન |
ઇબીઆઇટીડીએ (EBITDA) | €4.719 મિલિયન | €5.848 મિલિયન | €6.104 મિલિયન | €6.705 મિલિયન | €6.360 મિલિયન |
કુલ પરિણામ જૂથનો હિસ્સો | €2.267 મિલિયન | €3.161 મિલિયન | €4.109 મિલિયન | €4.443 મિલિયન | €4.780 મિલિયન |
કર્મચારીઓ | 105,000 | 105,439 | 105,918 | 98,080 | 135,378 |
એબીએન એમ્રો (ABN AMRO)ના પૂર્વ કર્મચારીઓ:
બેંક બધા જ ક્ષેત્રોમાં પોતાની જાતને એબીએન એમ્રો (ABN AMRO) તરીકે ઓળખાવે છે, જે બે પાયાની બેંકો એલ્જિમેન બેંક નેદરલેન્ડ અને એમ્સ્ટર્ડમ એન્ડ રોટ્ટેરડેમ બેંકના ટૂંકા નામો પર આધારિત છે, નામના બીજા ભાગના કિસ્સામાં બંને નગરોના નામના પ્રથમ બે અક્ષરોથી એમ્રો (AMRO) બને છે. આમ છતાં, તેને 'એબીએન (ABN)'ના ત્રણેય અક્ષરોને અલગ હોય એવી રીતે ઉચ્ચારવામાં આવે છે અને 'એમ્રો (Amro)'ને એક શબ્દ તરીકે, આ જ કારણથી કેટલાક માધ્યમો તેનો ઉચ્ચાર 'એબીએન એમ્રો (ABN Amro)' પણ કરે છે. બેંક વિષેના લખાણમાં બંને આવૃત્તિઓનો ઉપયોગ થાય છે, જોકે બેંક પોતે ફક્ત પ્રથમ મૂળાક્ષરોની આવૃત્તિને જ ઉપયોગમાં લે છે. મૌખિક વાતચીત દરમિયાન કેટલીક વાર બેંકને ફક્ત એબીએન (ABN) બેંક બોલવામાં આવે છે.
લીલા અને પીળા રંગના શિલ્ડ લોગોની રચના 1991માં એબીએન એમ્રો (ABN AMRO) માટે ડિઝાઇન હાઉસ લેન્ડર અસોસિએટ્સ દ્વારા કરવામાં આવી હતી અને તેનો ઉપયોગ બેંક અને તેની બધી જ પેટાકંપનીઓ માટે બ્રાન્ડ તરીકે કરવામાં આવે છે.
|access date=
ignored (|access-date=
suggested) (મદદ)