એસ્થર ડેવિડ (આખું નામ: એસ્થર રુબિન ડેવિડ) એ અમદાવાદના જાણીતા શિલ્પ કલાકાર, કળા સમીક્ષક, પ્રાધ્યાપક તથા સાહિત્યકાર છે.
એમનો જન્મ ૧૭ માર્ચ, ૧૯૪૫ના રોજ થયો હતો. એમણે પારંભિક અભ્યાસ શ્રેયસ શાળા તેમ જ કોન્વેન્ટ હાઇસ્કૂલ ખાતે પૂર્ણ કરી, ફાઇન આર્ટ્સ કોલેજ, વડોદરા ખાતેથી સ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. એમના પિતા રૂબિન ડેવિડ અમદાવાદ કાંકરિયા તળાવ ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયના દૃષ્ટા, સ્થાપક તેમ જ સર્જક હતા. એમના માતા સારાહ ડેવિડ શિક્ષિકા હતાં. તેઓએ ૪૬ વર્ષની વયે લેખિકા તરીકે કારકિર્દી શરૂ કરી હતી. તેઓને ફ્રાન્સના સાહિત્ય જગતમાં પણ સ્થાન મળ્યું. તેમની પહેલી નવલકથા 'ધ વોલ્ડ સિટી' હતી. 'બૂક ઓફ રેચલ' માટે ઈ સ ૨૦૧૦માં રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો[૧].
↑ ૨.૦૨.૧૨.૨૨.૩૨.૪૨.૫૨.૬૨.૭"Esther David Books". મૂળ માંથી 2013-09-02 પર સંગ્રહિત. મેળવેલ ૫ ઓક્ટોબર ૨૦૧૨. For a review, please refer to: Weil, Shalva. 2003 The Book of Esther by Esther David, reviewed in Biblio: A Review of Books, New Delhi: Manohar, p. 26.
↑Weil, Shalva. 2009 'The Heritage and Legacy of Indian Jews' in Shalva Weil (ed.) India's Jewish Heritage: Ritual, Art and Life-Cycle, Mumbai: Marg Publications [first published in 2002; 3rd edn.], pp. 8–21.