ઓપરેશન જિબ્રાલ્ટર | |||||||
---|---|---|---|---|---|---|---|
૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ નો ભાગ | |||||||
| |||||||
યોદ્ધા | |||||||
![]() ભારત |
![]() પાકિસ્તાન | ||||||
સેનાનાયક | |||||||
![]()
|
![]() | ||||||
શક્તિ/ક્ષમતા | |||||||
આશરે ૧,૦૦,૦૦૦ |
૩૫,૦૦૦-૪૦,૦૦૦ | ||||||
મૃત્યુ અને હાની | |||||||
અજ્ઞાત |
અજ્ઞાત |
ઓપરેશન જિબ્રાલ્ટર એ ભારતના હિસ્સામાં રહેલા જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી કરી અને બળવો ભડકાવવાની પાકિસ્તાની કાર્યવાહીનું સાંકેતિક નામ હતું. જો કાર્યવાહી સફળ થાય તો પાકિસ્તાન કાશ્મીર પર કબ્જો મેળવવા માગતું હતું, પણ સમગ્ર કાર્યવાહી સંપૂર્ણ નિષ્ફળતામાં પરિણમી.
પાકિસ્તાને કાર્યવાહીને જિબ્રાલ્ટરના બંદર પરથી સ્પેન પરના આરબોના આક્રમણ સાથે સરખાવતા આ નામ પસંદ કર્યું હતું.[૨]
ઓગષ્ટ ૧૯૬૫માં કાશ્મીરી મુસ્લિમોમાં બળવાની ભાવના ભડકાવવા માટે પાકિસ્તાની સૈન્યના આઝાદ કાશ્મીર સેનાના સૈનિકો સ્થાનિક લોકોના વેશમાં ભારતીય જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી કરવા લાગ્યા.[૩][૪] આ ઘૂસણખોરો પકડાઈ જવાને કારણે તેમજ નબળા તાલમેલને કારણે સંપૂર્ણ વ્યૂહરચના નિષ્ફળ ગઈ.
આ કાર્યવાહીના પરિણામે ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ ફાટી નીકળ્યું. તે ૧૯૪૭નું ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ પ્રથમ મોટું યુદ્ધ હતું.
૧૯૪૭માં ભારતીય ઉપખંડના ભાગલા સમયે, અંગ્રેજ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનની દેખરેખ હેઠળ બનેલા સરહદ આયોગનું નેતૃત્વ સર સિરિલ રેડક્લ્ફને સોંપવામાં આવ્યું. આયોગના નિર્ણય અનુસાર મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારો પાકિસ્તાનમાં જોડવા અને હિંદુ બહુમતી વાળા વિસ્તારો ભારતમાં જોડવા. કેટલાક પ્રદેશો જેમ કે જમ્મુ અને કાશ્મીર, ગુરદાસપુર અને ફિરોઝપુર (પંજાબ)માં મુસ્લિમ બહુમતી હતી પરંતુ તેઓ રજવાડાં હોવાથી ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવા શાશકોને નિર્ણય કરવા છૂટ અપાઈ. તેના કારણે આશરે ૮૬% મુસ્લિમ વસ્તી ધરાવતા કાશ્મીરમાં અસંતોષ ફેલાયો. તેના કારણે કાળક્રમે બંને દેશો વચ્ચે યુદ્ધો લડાયાં. પ્રથમ કાશ્મીર યુદ્ધના અંતે ભારતના કબ્જામાં આશરે ૨/૩ કાશ્મીર રહ્યું અને પાકિસ્તાન આ વિસ્તાર પર કબ્જો જમાવવાના મોકો શોધતું રહ્યું. ૧૯૬૨નું ભારત-ચીન યુદ્ધના અંતે જ્યારે ભારતીય ભૂમિસેનામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા ત્યારે પાકિસ્તાનને આ મોકો જણાયો. આ સમયગાળા દરમિયાન સંખ્યાબળની દૃષ્ટિએ પાકિસ્તાની સૈન્ય ભારતીય સૈન્ય કરતાં નબળું હોવા છતાં તેણે હવાઈ અને બખ્તરિયા તાકાતમાં વધારો કર્યો અને ગુણવત્તાની દૃષ્ટિએ બળવાન બન્યું અને તેનો ઉપયોગ ભારત પોતાના સૈન્યના રક્ષણાત્મક પાસાં સબળા કરે તે પહેલા કર્યો.[૫] ૧૯૬૫ના ઉનાળા દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે કચ્છનું રણમાં અથડામણ થઈ જેમાં પાકિસ્તાનને કેટલોક ફાયદો થયો. વધુમાં, જમ્મુ અને કાશ્મીર ખાતે સ્થિત હઝરતબલના પવિત્ર સ્થાનમાંથી ૧૯૬૩માં પવિત્ર વસ્તુઓ ગુમ થઈ જેને કારણે કાશ્મીરી મુસ્લિમોની લાગણી દુભાઈ.[૬] તેને પાકિસ્તાને બળવા માટે આદર્શ ગણી.[૭] પાકિસ્તાનના નેતૃત્વની વિચારશરણી અનુસાર છુપી રીતે કાર્યવાહી કરી અને બાદમાં યુદ્ધ લડવાથી કાશ્મીર મુદ્દાનું નિરાકરણ આવી જશે.[૮][૯][૧૦] ભારતીય સેના નબળી સ્થિતિમાં હોવાથી પ્રતિકાર નહિ કરે અને આવી ધારણા બાંધી અને પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરમાં સૈનિકો અને લડવૈયાઓ મોકલ્યા.
જિબ્રાલ્ટર એવું સાંકેતિક નામ ધરાવતી આ કાર્યવાહીની મૂળ યોજના ૫૦ના દાયકામાં બની હતી; પરંતુ તત્કાલીન પરિસ્થિતિઓને જોતાં કાર્યવાહી લાગુ કરવાનું યોગ્ય જણાયું. આ યોજનાને વિદેશમંત્રી ઝુલ્ફિકાર અલી ભુટ્ટોનું સમર્થન હતું અને યોજના અનુસાર ઘૂસણખોરી દ્વારા હુમલો કરવાનો હતો. આ કાર્યવાહી ખાસ તાલીમ મેળવેલ આશરે ૪૦,૦૦૦ લડવૈયાઓ દ્વારા પાર પાડવાની હતી. એવું ધારવામાં આવ્યું હતું કે લડાઈ માત્ર કાશ્મીર પૂરતી સીમિત રહેશે. મૂળ લક્ષ્યાંક કાશ્મીર સમસ્યાને પાકિસ્તાનની તરફેણમાં લાવવાની હતી અને ભારતની દૃઢતાને નબળી બનાવી અને યુદ્ધ કર્યા વિના ભારતને વાટાઘાટ કરવા મજબૂર કરવાનું હતું.[૧૧] તેના પરિણામસ્વરુપ ઓપરેશન નુસરતની કાર્યવાહી દ્વારા જરુરી માહિતી અને બાતમી મેળવવામાં આવી. તેનો મુખ્ય ઉદ્દેશ શાંતિ રેખામાં ઘૂસણખોરી માટે જગ્યા શોધવાની અને ભારતીય ભૂમિસેના તેમજ સ્થાનિક વસ્તીનો પ્રતિસાદ વિશે અંદાજ મેળવવાનો હતો.[૧૨]
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાનના શરુઆતના હિચકિચાટ બાદ કાર્યવાહીની શરુઆત કરવામાં આવી. ઓગષ્ટ ૧૯૬૫ના પ્રથમ અઠવાડિયામાં પાકિસ્તાની સૈન્યની આઝાદ કાશ્મીર રેજિમેન્ટના સૈનિકોએ યુદ્ધવિરામ રેખાને ઓળંગવાની શરુઆત કરી.[૧૩] તેમણે સૌપ્રથમ પીરપંજાલ પર્વતમાળામાં યુદ્ધવિરામ રેખા ઓળંગી અને ગુલમર્ગ, ઉરી અને બારામૂલા ખાતે ઘૂસણખોરી કરી. ઘણી ટુકડીઓને કાશ્મીર ખીણ આસપાસના પહાડો કબ્જે કરી અને લોકોને બળવા માટે ઉશ્કેરવા આદેશ હતો અને બળવાની શરુઆત થતાં પાકિસ્તાની સૈનિકોએ સીધો હુમલો કરવાનો હતો. ભારતીય સ્રોત અનુસાર આશરે ૩૦,૦૦૦ પાકિસ્તાનીઓએ ઘૂસણખોરી કરી હતી[૧][૧૪] જ્યારે પાકિસ્તાની સ્રોત અનુસાર આશરે ૮,૦૦૦ સૈનિકો જ હતા.[૧૫] આ સમગ્ર સૈનિકોને જિબ્રાલ્ટર ફોર્સ હેઠળ રાખવામાં આવ્યા હતા અને તેનું નેતૃત્વ પાકિસ્તાની ૧૨મી ડિવિઝનના વડા મેજર જનરલ અખ્તર હુસૈન મલિકના હાથમાં હતું.[૧] સૈનિકોને ૧૦ ફોર્સમાં વહેચવામાં આવ્યા હતા જે દરેકમાં પાંચ કંપનીઓ હતી.[૧] દરેક ફોર્સને અલગ અલગ સાંકેતિક નામો આપવામાં આવ્યા હતા, તેઓ મુખ્યત્ત્વે ઐતિહાસિક મહત્વ ધરાવતા મુસ્લિમ શાશકો હતા. કાર્યવાહીને જિબ્રાલ્ટર નામ આપવા પાછળ ૮મી સદીમાં સ્પેનના કબ્જા માટે ઉમાય્યદ વંશે કરેલ હુમલો હતો.[૧૬] આમ, પાકિસ્તાન તેની કાર્યવાહીને મુસ્લિમ ઇતિહાસની ઘટના સાથે જોડીને ગણતું હતું.
યોજના બહુ-આયામી હતી. ઘૂસણખોરો સ્થાનિક વસ્તી સાથે રહી અને તેને બળવા માટે ઉત્તેજન આપશે, તે જ સમયે છાપામાર હુમલાઓની શરુઆત થશે જેમાં પુલ, બોગદાં અને સડકમાર્ગોને નુક્શાન કરવામાં આવશે. આ સિવાય ભારતીય સંચાર, પરિવહન, મુખ્યાલયો અને હવાઈપટ્ટીઓ પર હુમલા કરી અને તેને રંજાડવામાં આવશે.[૧૭] એવું ધારી લેવાયું કે ભારત વળતો હુમલો નહિ કરે અને યુદ્ધની શરુઆત પણ નહિ કરે.[૧૮] આમ થતાં પાકિસ્તાન કાશ્મીરને કબ્જે કરી લેશે. તમામ ઘૂસણખોરોમાં મેંઢર-રાજૌરી વિસ્તારમાં સક્રિય ગઝનવી ફોર્સ તેના લક્ષ્યાંકો મેળવવામાં સફળ રહી જ્યારે અન્ય તમામ નિષ્ફળ રહ્યા.[૧૯][૨૦][૨૧][૨૨]
આ કાર્યવાહી સંપૂર્ણપણે નિષ્ફળ રહી અને તેના પરિણામે ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધની શરુઆત થઈ. નિષ્ણાતો અનુસાર સંપૂર્ણ કાર્યવાહી અણઘડ પ્રયાસ હતો અને તે નિષ્ફળ જ જવાનો હતો.[૨૩] સૌપ્રથમ નિષ્ફળતા કાશ્મીરી પ્રજામાં અસંતોષનું સ્તર સમજવામાં હતી, કાશ્મીરી લોકોએ બળવો ન કર્યો અને ભારતીય સેનાને એટલી સૂચના આપી કે તેને ઓપરેશન જિબ્રાલ્ટરની કાર્યવાહી અને ઘૂસણખોરોના સ્વરુપમાં પાકિસ્તાની સૈન્ય હોવા વિશે જાણકારી મળી ગઈ.[૨૪] પાકિસ્તાની વાયુસેનાના વડા અનુસાર સમગ્ર કાર્યવાહી દરમિયાન સૈન્યની પાંખો વચ્ચે કોઈ તાલમેલ નહોતો. પાકિસ્તાની ભૂમિસેનાના વડા કાર્યવાહીની સફળતા વિશે એટલો આત્મવિશ્વાસ ધરાવતા હતા કે તેમણે વાયુસેનાના નેતૃત્વને આ કાર્યવાહી વિશે જાણ જ નહોતી કરી.[૧૩] પાકિસ્તાની સૈન્ય અને રાજકારણના ઘણા વરિષ્ઠ નેતાઓ આ કાર્યવાહીથી અજાણ હતા અને તેને કારણે કાર્યવાહીથી ઉભી થનાર કટોકટીથી પણ અજાણ હતા. આમ થવાથી કાર્યવાહી માત્ર ભારત જ નહિ પરંતુ પાકિસ્તાન માટે પણ આશ્વર્યની વાત બની.[૨૫] પાકિસ્તાનના નેતૃત્વમાં કેટલાક અધિકારીઓ આ કાર્યવાહીના વિરોધમાં પણ હતા.[૨૬][૨૭][૨૮][૨૯]
1991
(help)
4 April 1981
(help)
2 January 2012
(help)
2004
(help)
, pp 49
2004
(help)
19 September 2005
(help)
30 August 2015
(help)
20 July 2015
(help)
1967
(help)
May 1998
(help)
November 2001
(help)