ઓમપ્રકાશ કોહલી | |
---|---|
ઓમપ્રકાશ કોહલી (જમણે) નરેન્દ્ર મોદી સાથે | |
૨૪ મા રાજ્યપાલ | |
પદ પર | |
Assumed office ૧૫ જૂલાઈ ૨૦૧૪ | |
પુરોગામી | માર્ગારેટ આલ્વા (રાજસ્થાનના તત્કાલીન રાજ્યપાલ, વચગાળાનો પદભાર) |
ઓમપ્રકાશ કોહલી ગુજરાતના રાજ્યપાલ[૧] અને રાજ્ય સભાના પૂર્વ સભ્ય છે. તેઓ ૧૯૯૯-૨૦૦૦માં ભાજપાના દિલ્હી વિભાગના પ્રમુખ હતા. તેઓ ૧૯૯૪ થી ૨૦૦૦ સુધી રાજ્ય સભાના સભ્ય હતા. તેઓ દિલ્હી વિશ્વવિદ્યાલય શિક્ષક સંઘ (DUTA) અને અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓએ દિલ્હી વિશ્વ વિદ્યાલયમાંથી હિન્દી ભાષામાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલી અને પછી ૩૭ વર્ષ સુધી હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજ ખાતે વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપેલી છે. કટોકટી દરમીયાન તેઓની મીસાના કાયદા હેઠળ ધરપકડ કરાયેલી.[૨]
કોહલી લેખક પણ છે, તેઓએ હિન્દી ભાષામાં ’રાષ્ટ્રીય સુરક્ષા કે મોર્ચે પર’, ’શિક્ષાનીતિ’ અને ’ભક્તિકાલ કે સંતોકી સામાજીક ચેતના’ નામનાં ત્રણ પુસ્તકો લખ્યાં છે.[૩]
આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |