ઓરિયો ટીંબો એ ભાવનગર જિલ્લા, ગુજરાતમાં આવેલું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ છે. આ સ્થળ ૪ હેક્ટર્સમાં ફેલાયેલું છે અને રોઝડી, જે પણ સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ છે, ત્યાંથી ૭૦ કિમી દૂર આવેલું છે.
આ સ્થળનું ખોદકામ ગુજરાત રાજ્યના પુરાતત્વ વિભાગ અને યુનિવર્સિટી ઓફ પેન્સિલવાનિયાના યુનિવર્સિટી સંગ્રહાલય દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.
હડપ્પીય કાળના સ્થળમાં શરૂઆતી ખેતીકામના પુરાવાઓ મળ્યા છે. ઓરિયો ટીંબોમાં મોટા પ્રમાણમાં જૈવિકપુરાતત્વ સંશોધન કરવામાં આવ્યું છે[૧] અને સીતા નારાયણ રેડ્ડીએ આ સ્થળમાં ખેતી પ્રવૃત્તિઓની સારી એવી વિગતો એકઠી કરી છે. અહીં રાગીના વાવેતરના પુરાવા મળ્યા છે.[૨]
આ સ્થળ પર માઇક્રોલિથ (એક જાતનો પથ્થર) અને સિરામિક (ઓછા પ્રમાણમાં)ના સાધનો અને લાલ માટીના વાસણો મળ્યા છે (જે આ વિસ્તારના શહેરી યુગના પછીના કાળ માટે મહત્વના છે).[૩] ગ્રેગોરી પોશ્હેલ કહે છે કે "ઓરિયો ટીંબો એ કેટલાક માઇક્રોલિથ માટે રેડિયો કાર્બન રજૂ કરે છે (રિસમેન અને ચિતલવાલા ૧૯૯૦) જે દર્શાવે છે કે, આ ત્રીજા મિલેનિયમ કાળના, કદાચ ઇસ પૂર્વે ૩૭૦૦ના હોઇ શકે છે." અને આ વિસ્તારમાં લોથલ સમયમાં શિકારી પ્રકારના લોકો હોઇ શકે છે.[૩]