કચ્છી | |
---|---|
કચ્છી, 𑊺𑋀𑋪𑋁𑋢, ڪڇّي | |
![]() Kutchi in Khudabadi, Gujarati and Sindhi scripts | |
મૂળ ભાષા | ભારત પાકિસ્તાન[૧] |
વિસ્તાર | કચ્છ (ભારત) સિંધ (પાકિસ્તાન)[lower-alpha ૧] |
વંશ | કચ્છી |
સ્થાનિક વક્તાઓ | [૨] |
ભાષા કુળ | ઇન્ડો-યુરોપિયન
|
બોલીઓ |
|
લિપિ | ગુજરાતી,[૩] ખોજિકી, અરેબિક, દેવનાગરી |
ભાષા સંજ્ઞાઓ | |
ISO 639-3 | kfr |
ગ્લોટ્ટોલોગ | kach1277 |
કચ્છી ભાષા ગુજરાતનાં કચ્છ જિલ્લામાં બોલાતી ભાષા છે.
કચ્છી ભાષા એ ઇન્ડો-આર્યન ભાષા સમુહની જ ભાષા છે, જેમાં મોટા ભાગની ભારતીય ભાષાઓનો સમાવેશ થાય છે. એક અંદાજ પ્રમાણે ફક્ત ભારતમાં જ ૧૦,૩૧,૦૦૦[૪] લોકો કચ્છી ભાષા બોલે છે. કચ્છી, પાકિસ્તાનનાં સિંધ પ્રાંતમાં પણ બોલાય છે અને સિંધી ભાષા સાથે ઘણું સામ્ય ધરાવે છે. કચ્છનો સબંધ ગુજરાત સાથે હોવાથી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે, કારણ કે કચ્છી ભાષાની પોતાની લીપિ નથી. આ કચ્છી ભાષા કચ્છ સિવાય મુંબઇ અને અન્ય ઘણી જગ્યાએ બોલાય છે. અબડાસા, માંડવી અને ભુજના લોકો બોલે છે, એનાં કરતા ભચાઉ અને રાપરના લોકો જરાક અલગ રીતે બોલે છે. કારણ કે, ભચાઉ અને રાપરના લોકોની બોલીમાં ગુજરાતી છાંટ વધુ દેખાય છે.
ઘણી વખત કચ્છી ભાષાને બોલી સમજવામાં આવે છે, પરંતુ, કચ્છી ભારતની અધિકૃત ભાષાઓ પૈકીની એક છે[સંદર્ભ આપો], અને તેને બોલી નહી પણ ભાષાનો દરજ્જો આપવામાં આવેલો છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |