કટાર[૧][૨][૩] (સંસ્કૃત: कट्टार, કટાર અથવા કટારી, કન્નડ: ಕಠಾರಿ કટારી, મલયાલમ: കട്ടാരം કટારમ , મરાઠી: कट्यार, તમિલ: கட்டாரி કટ્ટારી અથવા குத்துவாள் કુટ્ટુવાલ ) ભારતમાં વિકસિત અને પ્રાચીન કાળથી પ્રચલિત એક શસ્ત્ર (દબાણ કટારી) છે.[૪] કટારનું ફળું ધારદાર અંગ્રેજી અક્ષર 'વી' આકારનું અને હાથો અંગ્રેજી અક્ષર 'એચ' આકારનો હોય છે. આ હથિયારનો ઉપયોગ ભારતીય ઉપખંડમાં ધાર્મિક વિધિઓમાં પણ કરવામાં આવે છે.