કદંબ (Neolamarckia cadamba) | |
---|---|
![]() | |
કોલકત્તા, પશ્ચિમ બંગાળ, ભારત માં કદંબનું વૃક્ષ. | |
![]() | |
Close-up of flower | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Asterids |
Order: | Gentianales |
Family: | Rubiaceae |
Genus: | 'Neolamarckia' |
Species: | ''N. cadamba'' |
દ્વિનામી નામ | |
Neolamarckia cadamba | |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ[૨] | |
|
કદંબ એ એક નિત્યલીલું રહેનાર ઉસ્ણ કટિબંધીય ક્ષેત્રનું વૃક્ષ છે. આ વૃક્ષ દક્ષિણ અને અગ્નિ એશિયાનું વતની છે. આ વૃક્ષને દડાના આકારના પીળાશ પડતા કેસરી ફૂલ આવે છે. આના ફૂલોનો ઉપયોગ અત્તર્ અને સુગંધી પદાર્થો બનાવવા માટે થાય છે. આન વૃક્ષને સુશોભનના વૃક્ષ તરીકે પણ ઉગાડવામાં આવે છે. આ વૃક્ષ ભારતીય પૌરાણીક કથા અને ધર્મમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. સર્વ ભારતીય ભાષાઓમાં તેને કદંબ કે કદમ કહે છે
સંપુર્ણ વયસ્ક કદંબનું વૃક્ષ ઉંચાઈમાં ૪૫ મી. (૧૪૮ ફીટ) જેટલું વધે છે. આ એક મોટા કદનું વૃક્ષ છે તેની પર્ણછત્રી વિશાળ હોય છે અને તેથું થડ સીધું નળાકાર હોય છે. તેનો વ્યાસ ૧૦૦-૧૬૦ સે.મી. જેટલો કે તેથી ઓછો હોય છે. આ વૃક્ષ ઝડપથી ઊગે છે. તેની શાખાઓ ઘણી વિસ્તરે છે અને શરૂઆતના ૬-૮ વર્ષમાં તે ઘણી ઝડપી વૃદ્ધિ ધરાવે છે. તેના પાન ૧૩-૩૨ સે.મી. જેટલા લાંબા હોય છે. વૃક્ષ ૪-૫ વર્ષનું થતા તેમાં ફુલો ઉગવા માંડે છે. કદંબના ફૂલોની મીઠી સુગંધ હોય છે. તેમનો રંગ લાલ થી કેસરીયો હોય છે. આ ફુલનો આકાર ગોટા જેવો હોય છે અને તેમનો વ્યાસ ૫.૫ સે.મી. જેટલો હોય છે.
કદંબના ફળમાં નાના, માંસલ કેપ્સ્યુલ્સ નજીક નજીક માં ગોઠવાઈને લગભગ 8000 બીજ ધરાવતા માંસલ પીળા-નારંગી રંગના આખા ફળની રચના કરે છે. ફળ પાકતા તે ફાટી જાય છે અને તેનાં બીજ પર્યાવરણમાં મુક્ત થાય છે. તેમનું વહન પવન અને વરસાદ દ્વારા થાય છે. [૩][૪]
આ વૃક્ષની અમુક વનસ્પતિ શાસ્ત્રીય માહિતી આ પ્રમાણે છે:
કંદબનું વૃક્ષ નીચના ક્ષેત્રોનું વતની છે:
આ પ્રજાતિને પ્યુર્ટો રીકો અને ટોરો નિગ્રો સ્ટેટ ફોરેસ્ટમાં ઉગાડવામાં આવી છે [૫]
કમાન્ડર નામના પતંગિયાની ઈયળ આ વૃક્ષને પોતાના યજમાન તરીકે વાપરે છે. કદંબના ફળો અને ફૂલો ખોરાક તરીકે સુરક્ષિત હોય છે. આના તાજા પાંદડા ઢોરને ખવડાવી શકાય છે. આના સુગંધી કેસરીયા ફુલો પરાગનયન કીટકોને આકર્ષે છે. આના થડના આડછેદને જોતા તેના બાહ્ય વલયો હળવા પીળાશ પડતા સફેદ રંગનો હોય છે. તેને પ્રકાશમાં ખુલ્લો રાખતા તે બદામી રંગનો બને છે અને તેની કેંદ્રીય વલયોથી તેને જુદો પાડી શકતો નથી.
એન. લામર્કીયા (N. lamarckia) નામની કદંબની પ્રજાતિના વૃક્ષનો ઉપયોગ સજાવટના વૃક્ષ તરીકે અને હલકી કક્ષાનું લાકડું તથા કાગળનો માવો મેળવવા માટે થાય છે. આના લાકડાનો ઉપયોગ પ્લાયવુડ, હળવા બાંધકામ, માવો અને કાગાળ, , ખોખાં અને ક્રેટ્સ, ડગ-આઉટ હોડી (પોલા થડમાંથી બનતી હોડી) અને રાચરચીલા વગેરેમાં થાય છે. કદંબનો માવો સંતોષકારક શુભ્રતા ધરાવે છે અને તેમાંથી હાથે બનાવેલ કાગળ બનાવી શકાય છે. આના લાકડામાં કૃત્રીમ રાળ આદિનું સંયોજ સારી રીતે શક્ય હોય છે જેથી તેની ઘનતા અને દાબ પ્રતિરોધકતા વધારી શકાય છે. આ વૃક્ષના લાકડાનું ઘનત્વ ૨૯૦–૫૬૦ kg/cu m અને પ્રવાહી નું પ્રમાણ ૧૫% હોય છે. આની સપાટી લીસી અને મધ્યમ ખરબચડી હોય છે. તેના દાણા સીધા અને ચમક ઓછી હોય છે. તેમાં કોઈ ગંધ કે સ્વાદ હોતો નથી. હાથ ઓજારો કે યંત્રો દ્વારા કદંબના લાકડા પર સારી રીતે કાર્ય કરી શકાય છે. તેને ખૂબ સફાઈથી કાપી શકાય છે, તે ખૂબ સારી સપાટી આપે છે તેમાં સરળતાથી ખીલા ઠોકી શકાય છે. આનું લાકડું હવામાં ઝડપથી સુકાય છે અને તેના ગુણાધર્મોમાં જાજો ફરક આવતો નથી. ઓપન ટેંક કે પ્રેશર વેક્યુમ સીસ્ટમ વાપરી કદંબના વૃક્ષને સરળતાથી સાચવી શકાય છે.
ઉષ્ણકટિંબંધના ક્ષેત્રોમાં કદંબ વારંવાર ઉગાડાતું વૃક્ષ છે. તેના મૂળની છાલમાંથી પીળો રંગ મેળવવામાં આવે છે. કંદબના ફૂલોમાંથી અત્તર બનાવવામઆં આવે છે. અત્તર એ ચંદનના તેલ પર જલીય નિષ્યંદન પ્રક્રિયા દ્વારા વિવિધ ખુશ્બુ તેમાં શોષીને બનાવાતું સુગંધી પ્રવાહી/તેલ છે. કંદબના ફૂલો પ્રાણીઓ પર હળવી ગર્ભ પ્રતિરોધી અસર કરતા હોવાનું જણાયું છે. કદંબનો અર્ક મેલિઈડોજાઈન ઈનકોજ્ઞીટા નામના વૃક્ષના મૂળ આક્રમણ કરનાર પરોપજીવી કૃમિ વિરોધી ગુણધર્મો ધરાવે છે. આની સુકાયેલી છાલ તાવના ઈલાજમાં ને શક્તિવર્ધક પદાર્થ તરીકે વપરાય છે. પાંદડાને સુકવીને બનાવેલો ક્વાથ કોગળા દ્વાર મુખશુદ્ધિ કરવાના પાણીમાં ઉમેરાય છે.
આના વૃક્ષોને રસ્તા, ગલીઓની બંને તરફ અને ગામડામાં છાંયડા માટે વાવવામાં આવે છે. પુનઃ જંગલ સ્થાપનાના કાર્યમાં કદાંબન વૃક્ષોનો ઉપયોગ અકરવામાં આવે છે. કદંબના વૃક્ષ પરથી મોટા પ્રમાણમાં પાંદડા અને અન્ય વસ્તુઓ પડે છેને જમ્નીપર પડી કોહવાય છે અને તેથી કદાંબના વૃક્ષની નીચેની જમીનના ગુણધર્મો સુધરે છે. જે તેની માટીના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો સુધારે છે. જમીનમાં વધેલા ઓર્ગેનિક કાર્બન, કેશન બદલાવની ક્ષમતા, વધેલા પોષક તત્ત્વો અને બદલીશકાતા આધારથી તે સ્પષ્ટ થાય છે.
કન્નડ સાહિત્યમાં તુલુ બ્રાહ્મણની માહિતી સંબંધિત 'ગ્રામ પદ્ધતિ' નામની કૃતિ છે. તે કૃતિ અનુસાર પરશુરામમે હૈગા અને તુલુ નામના બે દેશ બનાવ્યા ત્યાર બાદ શિવ અને પાર્વતી સહ્યાદ્રિ પર્વત પર આવ્યા. તે સ્થળે તેમને એઅ પુત્ર જન્મ્યો. આ પુત્રનો જન્મ કદંબના વૃક્ષની નીચે થયો હતો આથી તેનું નામ કદંબ પડ્યું.આ બાળકને સહ્યાદ્રિ પર્વતના રક્ષક રતીકે રાખવામાં આવ્યા. મૌર્યશર્મા તેમના વંશજ હતા અને તેમણે બનવાસીને પોતાની રાજધાની બનાવી. [૬] આ સિવાય અન્ય પૌરાણિક કથાઓમાં પણ કદંબનો ઉલ્લેખ જોવા મળે છે.[૭] અને બૌદ્ધ ધર્મનું વૃક્ષ ગણવામાં આવે છે અને એમ પણ કહેવાય છે તે છોટા પડેલા પ્રેમીઓને પાસે લાવે છે. [૮] ભાગવત પુરાણમાં પણ કદંબનો ઉલ્લેખ જોવા મળે છે. ઉત્તર ભારતમાં તેને શ્રીએ કૃષ્ણ સાથે સાંકળવામાં આવે છે દક્ષિણ ભારતમાં તેને પાર્વતીનું વૃક્ષ કહે છે. રાધા અને કૃષ્ણ પણ કદંબના મીથી અને સુગંધી છાયામાં મળતા હોવાનું મનાય છે.[૯] સંગમ સાહિત્યના કાળ દરમ્યાન તામિલનાડુના મદુરાઈમાં આવેલી તિરુપુરાકુન્ડ્રમ ટેકરીના મુરુગનને પ્રકૃતિ પૂજાના કેન્દ્ર તરીકે મનાતા હતા. તેઓ કદંબના વૃક્ષનીચે ભાલો ધારણ કરેલા બતાવાતા.[૧૦] એક અન્ય પઓરાનિક કથા અનુસાર રાજા ઉત્તનપદ અને રાણી સુનીતિના પુત્ર ધ્રુવ વિષ્ણુને પ્રસન્ન કરવાનો નિશ્ચય કર્યો. તેમણે યમુના નદીને કિનારે એક વનમાં કદંબના વૃક્ષની નીચે આસન ધારન કર્યું હતું. પહેલાં મહિને તેમણે મૂળ અને મૂળની ગંઠો ખાધી. બીજે મહિને તેમણે સૂકા પાંદડાં ખાધાં. ત્રેજે મહિને તેમણે માત્ર યમુનાનું પાણી પીધું. ચોથે મહિને તેઓ માત્ર હવા પર જીવતાં રહ્યાં. ત્યાર બાદ ધ્રુવે શ્વાશ લેવાનું પણ છોડી દીધું. તેઓ એક પગે ઊભા રહીને માત્ર વિષ્ણુનું ધ્યાન ધરવા લાગ્યા. પુરીના સંત જયદેવેલખેલ ગીતગોવિંદની પ્રથમ કડીમાં તેમણે લખ્યું છે." તે કે જે શાંત કદંબના વૃક્ષની નીચે અંધારામાં ઓગળી જાય છે, જે મારી બાજુમાં બેથેલા છે, જેઓ સર્વોત્તમ પ્રેમ અને ભક્તિને લાયક છે માટે હું તેમની સ્તુતિ કરું છું.[૧૧]
કૃષ્ણ લીલાના એક પ્રકરણમાં એવું વર્ણન આવે છે કે એક સમયે ગોપીઓ જ્યારે વૃંદાવન નજીકના એક તળાવમાં નહાવા ગઈ હતી ત્યારે શ્રી કૃષ્ને તેમના વસ્ત્રો ચોરી લીધાં. પાણીણાઆ દેવ વરુણે નદી, તળાવ અને અન્ય જાહેર સ્થળોએ નગ્ન થઈ નહાવાની મનાઈ ફરમાવી હતી પરંતુ ગોપીઓ તેની અવગણના કરતી. તેમને પાઠ ભણાવવા માટે શ્રી કૃષ્ણે એક દિવસ જ્યારે તેણીઓ નહાવા તળાવમાં ગઈ ત્યારે તેમના વસ્ત્રો ચોરીને નજીકના કદંબ વૃક્ષની ડાળીએ લટકાવી દીધાં. તે જાતે તે વૃક્ષ પર પડી ડાળીઓમાં સંતાઈ ગયા. નહાઈને જોતાં ગોપીઓને તેમના વસ્ત્રો મળ્યાં નહીં. તેમનું ધ્યાન કદ્ંબના વૃક્ષની હલતી ડાલીઓ ઉપર ગયું. તેમણે ત્યાં શ્રી કૃષ્ણને અને પોતાનાં વસ્ત્રોને જોયાં. તેમણે વસ્ત્રો પાછા માંગ્યા ત્યારે શ્રી કૃષ્ણે તેમને જાતે જ બહાર આવી લઈ જવા કહ્યું. આ પ્રકરણને ઘણી કવિતા અને ચિત્રોમાં કદંબના વૃક્ષની પૃષ્ઠ ભૂમિમાં દર્શાવાયો છે. [૧૨]
કદંબ વૃક્ષના નામ પરથી કદંબ કુળનું નામ પડ્યું છે. તલગુડામાં મલી આવેલા શિલાલેખ (૪૫૦ સીર્કા) અનુસાર કદંબ કુળના શાશકોએ ૩૪૫ સીર્કા થી ૫૨૫ સીર્કા સુધી બનવાસી (આજનું કર્ણાટક) પર રાજ્ય કર્યું. [૧૩] કદંબ કુળના શાશકો કદંબને પવિત્ર વૃક્ષ માનતા હતા. [૧૪]
કરમ-કદંબ નામનો એક કાપણીનો ઉત્સવ તુલુ લોકો દ્વારા ભાદરવા મહિનાની સુદ અગિયારસે ઉજવવામાં આવે છે. તે દિવસે ઘરના આંગણાંમાં કદંબની ડાળીની પૂજા કરવામાં આવે છે. એ દિવસના પાછલા ભાગમાં દાણાના લાંબા કણસલા મિત્રો અને સગાંઓને વહેંચવામાં આવે છે. કેરળના લોકોનો ઓણમ અને કોડાગુ લોકોનો હુત્તારી પણ આ પ્રકારનો જ તહેવાર છે. [૧૫]
કર્ણાટકની રાજ્ય સરકાર કર્ણાટકન પ્રથમ રાજ્ય શાસકોની યાદમાં "કદંબોત્સવ" નામે એક વસંત તહેવાર દર વર્ષે ઉજવે છે. [૧૬]
કાદમ્બરીયમ્મન નામના એક વૃક્ષ દેવતાને પણ કદંબના વૃક્ષ સાથે જોડવામાં આવે છે. [૧૭][૧૮]
કંદબનું વૃક્ષ 'કદંબવનમ' નામના શહેરનું સ્થળવૃક્ષમ હતું. તે હાલ મિનાક્ષીમંદિરમાં છે.[૧૯] A withered relic of the Kadamba tree is also preserved there.[૨૦]
એમ માનવામાં આવે છે ૨૭ નક્ષત્ર, ૧૨ રાશિઓ અને નવ ગ્રહ એ દરેકને લાગતું એક વિશેષ વૃક્ષ હોય છે. કદંબનું વૃક્ષ શતભિશા નામના તારાનું પ્રતિનિધી મનાય છે.[૨૧]
|title=
(મદદ)