કર્ણ તળાવ | |
---|---|
![]() | |
સ્થાન | કરનાલ, હરિયાણા |
અક્ષાંશ-રેખાંશ | 29°44.632′N 76°58.574′E / 29.743867°N 76.976233°E |
બેસિન દેશો | ભારત |
રહેણાંક વિસ્તાર | કરનાલ |
કર્ણ તળાવ, હરિયાણા રાજ્યમાં આવેલ કરનાલ શહેર નજીક આવેલા એક તળાવ, હાઇવે પરનું પર્યટન સ્થળ અને ખાણી-પીણીની જગ્યાનું નામ છે.[૧]
મહાભારતના મુખ્ય પાત્રો પૈકીના એક કર્ણને આ પ્રદેશનું રાજ્ય દુર્યોધન દ્વારા સોંપવામાં આવ્યું હતું. એવી માન્યતા છે કે આ તળાવમાં કર્ણ સ્નાન કરતા હતા અને આ જ સ્થાન પર તેમણે પોતાનાં કવચ અને કુંડળ ભગવાન ઇન્દ્રને દાનમાં આપ્યાં હતા, જેના પરિણામસ્વરૂપ ઇતિહાસમાં તેઓ દાનવીર કર્ણ તરીકે પ્રખ્યાત થયા હતા.
માન્યતા છે કે આ સ્થાનને કર્ણ તળાવ (કર્ણ ઝીલ) કહેવાય છે, જે લાંબા ગાળા પછી (કાળક્રમે) કરનાલ કહેવાય છે.
આ સ્થળ રાજ્યની રાજધાની ચંદીગઢ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી બંને શહેરથી લગભગ ૧૨૫ કિમી દૂર છે. આ કારણે આ સ્થાન છે આ બે મહત્વના સ્થળોએ જતા-આવતા મુસાફરો માટે વિશ્રામ સ્થાન તરીકે કાર્ય કરે છે. તળાવની નજીકમાં ખાનપાનની વ્યવસ્થા છે.[૨]