કલ્પ સૂત્ર | |
---|---|
માહિતી | |
ધર્મ | જૈન ધર્મ |
લેખક | ભદ્રબાહુ |
કલ્પ સૂત્ર (સંસ્કૃત: कल्पसूत्र) એ એક જૈન ગ્રંથ છે જે જૈન તીર્થંકરોની, ખાસ કરીને પાર્શ્વનાથ અને મહાવીર જીવનચરિત્ર ધરાવે છે. [૧] પરંપરાગત માન્યતા અનુસાર તેની રચના ભદ્રબાહુએ કરી હોવાનું માનવામાં આવે છે, તે પરથી તેની રચના ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં થઈ હોવાનો અંદાજ છે. [૨] મહાવીરના નિર્વાણ કે મોક્ષ ગમન પછી પછી લગભગ ૯૮૦ અથવા ૯૯૩ વર્ષ પછી લખવામાં આવી હતી.
જૈન ધર્મના શ્વેતાંબર ફિરકા પાસે ઉપલબ્ધ છ સાહિત્ય ભંડોળના છેદ સૂત્રો પૈકીનું આ એક સૂત્ર છે. આ સૂત્રમાં વિગતવાર જીવન ચરિત્રો આપેલા છે અને ૧૫ સદીની મધ્યથી તેમાં લઘુ ચિત્રો પણ મુકવામાં આવ્યા છે. તેની ઉપલબ્ધ સૌથી જુની પ્રત ૧૪મી સદીમાં પશ્ચિમી ભારતમાં કાગળ પર લખાયલી પ્રત છે.
કલ્પસૂત્ર ભદ્રબાહુ દ્વારા લખાયલી માનવામાં આવે છે, પરંપરાગત રીતે તે મહાવીરના નિર્વાણ (મૃત્યુ) પછીના ૧૫૦ વર્ષ બાદ રચાયેલી હોવાનું કહેવાય છે. [૨] તે મોટે ભાગે મહાવીરના મિર્વાણ પછી ૯૮૦ કે ૯૯૩ વર્ષો બાદ ધ્રુવસેનાના શાસન દરમિયાન લખાયેલી હોવાની સંભાવના છે. [૩]
જૈનોના આઠ દિવસીય પર્યુષણ પર્વ દરમ્યાન મહોત્સવમાં જૈન સાધુઓ લોકો સમક્ષ આ પુસ્તકનું વાંચન અને વર્ણન કરે છે. આ ધર્મગ્રંથો ફક્ત સાધુઓ જ વાંચી શકે છે, આ પુસ્તક ખૂબ ઊંચા આધ્યાત્મિક મૂલ્યો ધરાવે છે.