કળથી | |
---|---|
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
Family: | Fabaceae |
Genus: | 'Macrotyloma' |
Species: | ''M. uniflorum'' |
દ્વિનામી નામ | |
Macrotyloma uniflorum (Lam.) Verdc.
|
કળથી એ એક ધાન્ય છે. આ હલકું ધાન્ય ગણાય છે. કળથીના છોડ નાના કદના બે થી અઢી ફૂટ ઊંચા અને જમીન પર પથરાયેલા હોય છે. આ છોડ પર ચપટી શીંગો હોય છે. એના બીજ ખોરાકમાં તેમ જ ઔષધ તરીકે વપરાય છે. કળથીને અંગ્રેજી ભાષામાં હોર્સ ગ્રામ (Horse gram) કહેવામાં આવે છે. તેનું લેટીન નામ ડોલીકોસ બાઈફ્લોરસ છે.
ભારત દેશમાં દક્ષિણ ભારત ઉપરાંત મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા ગુજરાતના વનવાસીઓ કળથીની ખેતી કરે છે. દક્ષિણ ભારતમાં ઘોડાઓને ચણાને બદલે કળથીની ચંદી ખવડાવવામાં આવે છે.
આયુર્વેદની દૃષ્ટિએ કળથી રસમાં કષાય, ઉષ્ણ વીર્યા, વિપાકે અમ્લ (ચરક), કટુ (સુશ્રુત) અને કફ-વાત દૂર કરનાર છે.
તેનો ઉપયોગ ઉકાળો, તેની દાળ, સૂપ કે શાક નિયમિત લેવામાં આવે તો પથરી તૂટી તેના ટુકડા થઈ ઝીણી ઝીણી બની પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને વ્યક્તિને પથરીથી મુક્તિ મળે છે. તેથી જ કળથીને આપણે રસોઈમાં સામેલ કરવી જોઈએ.