કાનમેર | |||
— ગામ — | |||
અક્ષાંશ-રેખાંશ | 23°24′35″N 70°51′52″E / 23.409795°N 70.864413°E | ||
દેશ | ![]() | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
તાલુકો | રાપર | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
કાનમેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામાં આવેલું ગામ અને સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે સબંધિત એક પુરાતત્વીય સ્થળ છે.[૧][૨] કાનમેર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
૨૦૦૬ના વર્ષ દરમિયાન કાનમેરમાં ભારત અને જાપાન બંને દેશોએ સંયુક્ત ઉત્ખનન હાથ ધર્યું હતું, જેમાં રાજસ્થાન સ્ટડીઝ, RIHN, JRN રાજસ્થાન વિદ્યાપીઠ, પુરાતત્વ વિભાગ ગુજરાત અને જાપાનના સભ્યોનો સમાવેશ થતો હતો. ૨૦૦૮માં વાય.એ.રાવલે સિંધુ સભ્યતાના કુંભારી કામના ઉત્તમ નમૂનાઓ ની શોધ કરી હતી. [૩]
આ સ્થળ નાનું હોવા છતાં કિલ્લેબંધ કરેલું હતું, એનું કારણ કદાચ તે સિંધ અને સૌરાષ્ટ્ર વચ્ચેના વેપાર માર્ગની વચ્ચે હોવાનું હોઇ શકે છે.[૩]
આ સ્થળ પરથી મળેલી ચીનાઇ માટીની વસ્તુઓ વિકસેલી હડપ્પા સંસ્કૃતિનું સૂચન કરે છે.[૩] સિંધુ લિપી ધરાવતી, મધ્યમાં છિદ્ર ધરાવતી હોય એવી ત્રણ મુદ્રાઓ અહીંથી મળી છે.[૪] મોટી સંખ્યામાં મણકા નિર્માણની વસ્તુઓ મળી છે, જેમાં ૧૫૦ પથ્થરની માળાઓ, ૧૬૦ છિદ્ર પાડવાના સાધનો, ૪૩૩ માટીની (faience) માળાઓ અને ૨૦,૦૦૦ સફેદ પત્થરની માળાઓ અહીં મળી છે, જે આ સ્થળનું ઔદ્યોગિક મહત્વ દર્શાવે છે. અહીંથી ૨૦ કિમી દૂર અકીકની ખાણ પણ મળી છે.[૫]
માટીની મુદ્રાઓ પર રહેલી આકૃતિઓ મોહેં-જો-દડો સાથે સમાનતા ધરાવે છે, જે સૂચવે છે કે કાનમેર હડપ્પા અને મોહેં-જો-દડો જેવા મોટા વેપાર કેન્દ્રો સાથે જોડાયેલું હતું.[૫]
ગામમાં જીવણી સતી માનું મંદિર આવેલું છે.
| ||||||||||||||||