કાનસીયો (સર્પ)

કાનસીયો
કાનસીયો
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: પ્રાણી
Phylum: મેરૂદંડી
Class: સરિસૃપ
Order: સ્કુઆમાટા
Family: બોઈડેઈ
Species: File Snake, Western Wart Snake, Little File Snake
દ્વિનામી નામ
Acrochordus granulatus

કાનસીયો (અંગ્રેજી:File Snake, Western Wart Snake, Little File Snake; દ્વિપદ-નામ: Acrochordus granulatus) એ ગુજરાતમાં દેખાતી સર્પોના કુલ બાર(૧૨) કુટુંબોની ત્રેસઠ[] (૬૩) જાતિઓમાંની એક બિનઝેરી સર્પની જાતી છે.

આ સર્પને શરીર પર કાનસ (કાનસ, આરી કે રતેડી તરીકે ઓળખાતું ઓઝારો ઘસવા માટેનું સાધન) ના જેવા ભીંગડા હોવાથી આવું નામકરણ થયું છે. આ જાતીના સર્પમાં માદા નર કરતા લગભગ બમણી લાંબી જોવા મળે છે. વસવાટ પાણીમાં કે પાણીકાંઠે કરે છે. સમગ્ર ગુજરાતના દરીયાકાઠાના વિસ્તારોમાં જોવા મળે છે. સહેલાઈથી હાથમાં આવી જતો હોવાથી અને સ્વભાવે નરમ હોવાથી કેટલાક લોકો આ સાપનો ખાવામાં ઉપયોગ કરે છે.

આ સર્પને ભોજન તરીકે માછલી, દેડકા અને અન્ય નાના જળચર ગમે છે[].

પ્રજનન

[ફેરફાર કરો]

એક પ્રજનન ગાળામાં ૬ થી ૧૦ બચ્ચાને જન્મ આપે છે[].

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. પૃષ્ઠ ૧૪.
  2. ૨.૦ ૨.૧ દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. પૃષ્ઠ ૧૪૯.