તંત્રી | પ્રફુલ્લ રાવલ |
---|---|
સહતંત્રી | પ્રફુલ રાવલ |
વર્ગ | સાહિત્ય |
આવૃત્તિ | માસિક |
પ્રકાશક | કુમાર ટ્રસ્ટ |
સ્થાપક | રવિશંકર રાવળ |
પ્રથમ અંક | જાન્યુઆરી ૧૯૨૪ |
કંપની | કુમાર ટ્રસ્ટ |
દેશ | ભારત |
મુખ્ય કાર્યાલય | અમદાવાદ |
ભાષા | ગુજરાતી |
OCLC ક્રમાંક | 5107841 |
કુમાર માસિક ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ દ્વારા ૧૯૨૪માં[૧] સ્થાપિત[૨] ગુજરાતી સાહિત્યનું માસિક છે. કુમારનું મુખ્ય મથક અમદાવાદમાં આવેલું છે.[૩]
કુમાર માસિકની સ્થાપના રવિશંકર રાવળ દ્વારા ૧૯૨૪માં કરવામાં આવી હતી. બચુભાઇ રાવત સહસંપાદક તરીકે જોડાયા અને ૧૯૨૪થી ૧૯૪૨ સુધી રવિશંકર રાવળ સાથે કુમારના સહતંત્રી તરીકે રહ્યા. રવિશંકર રાવળના અવસાન પછી ૧૯૮૦ સુધી તેમણે સંપાદક પદ સંભાળ્યું. ૧૯૮૦માં બચુભાઈ રાવતનું અવસાન થતાં બિહારીભાઈ ટાંક તંત્રી બન્યા. જુલાઈ ૧૯૮૭માં કુમાર માસિક બંધ કરવામાં આવ્યું.[૪] ઓગસ્ટ ૧૯૯૦માં ત્રણ વર્ષ પછી ધીરુ પરીખના તંત્રી પદ હેઠળ કુમારનું પ્રકાશન ફરી શરૂ કરવામાં આવ્યું હતું.[૨]
એપ્રિલ ૨૦૧૧માં કુમારનો ૧૦૦૦મો અંક પ્રકાશિત થયો હતો.[૫]
![]() | આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |