કૃષ્ણા હઠીસિંગ | |
---|---|
![]() | |
જન્મની વિગત | કૃષ્ણા નહેરૂ 2 November 1907 |
મૃત્યુ | 9 November 1967 લંડન | (ઉંમર 60)
રાષ્ટ્રીયતા | ભારતીય |
વ્યવસાય | લેખિકા |
જીવનસાથી | ગુણોત્તમ હઠીસિંગ |
સંતાનો | હર્ષ હઠીસિંહ અજીત હઠીસિંહ |
માતા-પિતા | મોતીલાલ નહેરૂ (પિતા) સ્વરૂપ રાણી નહેરૂ (માતા) |
કૃષ્ણા નેહરૂ હઠીસિંગ (૨ નવેમ્બર ૧૯૦૭ - ૯ નવેમ્બર ૧૯૬૭) એક ભારતીય લેખક, જવાહરલાલ નેહરુ[૧][૨] અને વિજયા લક્ષ્મી પંડિતના સૌથી નાના બહેન અને નહેરૂ–ગાંધી પરિવારનો ભાગ હતાં.
કૃષ્ણા નેહરુનો જન્મ મીરગંજ, અલ્હાબાદમાં ભારતીય સ્વતંત્રતા સેનાની મોતીલાલ નહેરૂ અને સ્વરૂપ રાણીના ઘરે ૨જી નવેમ્બર ૧૯૦૭ના રોજ થયો હતો. તેમણે ગુણોત્તમ (રાજા) હઠીસિંગ સાથે લગ્ન કર્યા હતા, જેઓ હઠીસિંહનાં દેરાં બાંધનારા અમદાવાદના એક જૈન કુટુંબ અગ્રણી સાથે સંકળાયેલ હતા.[૩] ૨૦મી સદી દરમિયાન ગુણોત્તમ હઠીસિંગ ભારતના ભદ્ર સામાજિક વર્તુળોમાં જાણીતા હતા. ૧૯૫૦ના દાયકા પછી, તેઓ નેહરુના ટીકાકાર બન્યા અને ૧૯૫૯માં પૂર્વ ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીને ટેકો આપ્યો કે જેથી બજાર ઉદાર રાજકીય પક્ષ તરીકે ઓળખાતા સ્વતંત્ર પક્ષની રચના થઈ શકે.[૪]
તેણી અને તેમના પતિ ભારતની આઝાદી માટે લડ્યાં હતા અને જેલમાં ઘણો સમય પસાર કર્યો હતો.[૫] રાજાના જેલવાસ દરમિયાન તેઓ તેમના બે યુવાન પુત્રો હર્ષ હઠીસિંગ અને અજીત હઠીસિંગનો ઉછેર કરી રહ્યાં હતાં. અજીત હઠીસિંગ આગળ જતા નિવેશ માટેના સલાહકાર બન્યા.
૧૯૫૦માં કૃષ્ણા અને તેમના પતિએ અમેરિકામાં લેક્ચર ટૂર માટે પ્રવાસ ખેડ્યો.[૬] ૧૯૫૮ના અંત ભાગમાં કૃષ્ણાએ ત્રણ દિવસ ઈઝરાયલમાં પ્રસાર કર્યા જ્યારે તેઓ યિગાલ અલોનને મળ્યાં.
કૃષ્ણાએ પોતાના ભાઈ જવાહરલાલ અને પોતાની ભત્રીજી ઇંદિરા ગાંધીના જીવનના દસ્તાવેજીકરણમાં અગત્યની ભૂમિકા ભજવી છે. તેમનાં પુસ્તકો વી ધ નેહરૂસ્, વિથ નો રીગ્રેટ્સ, અને ડિયર ટૂ બીહોલ્ડ આ માટે મહત્વનાં છે.
શ્રીમતી હઠીસિંગ 'વોઈસ ઓફ અમેરિકા' નામના એક સંગઠન સાથે સંકળાયેલા હતાં અને તેમણે ઘણા વક્તવ્યો આપ્યાં હતાં. તેણીનું ૧૯૬૭માં લંડનમાં અવસાન થયું.[૭]