કે.લાલ | |
---|---|
જન્મ | બગસરા |
મૃત્યુ | ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ અમદાવાદ |
કે. લાલ ભારત દેશનાં એક મહાન જાદુગર હતા, તેઓ ગુજરાતી હોવાને નાતે ગુજરાતનું ગૌરવ સમાન છે. તેઓનો જન્મ ૧૭ જાન્યુઆરી, ૧૯૨૪ના રોજ થયો હતો. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત સૌરાષ્ટ્ર વિસ્તારના જુનાગઢ પાસેના વંથલી ગામે ૧૬ વર્ષની કિશોરવયે સૌ પ્રથમ જાદુનો ખેલ કરીને કરી હતી.[૧] કે. લાલે 61 વર્ષની તેમની કારકિર્દીમાં 22,400 જેટલા મેજિક શૉ યોજીને વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો. કે.લાલના 60 વર્ષીય પુત્ર હસુભાઇ પિતાના માર્ગે આગળ વધ્યા અને તેમની સાથે શૉ કરતા હતા. તેમની ચોથી પેઢી પણ આ ક્ષેત્રમાં આવી છે. [૨] ૨૩ સપ્ટેમ્બર -૨૦૧૨ના રોજ તેમણે આ ફાની દુનિયામાંથી વિદાય લીધી.
કે. લાલનું મૂળ નામ કાંતિલાલ અને પિતાનું નામ ગિરધરલાલ વોરા હતું, તેઓનો જન્મ અમરેલી જિલ્લાના બગસરા ગામમાં થયો હતો. તેમના દાદા નગરશેઠ હોવાને નાતે કલાના પુજારીઓ તેમને આંગણે હર હંમેશ ઉતારા નાંખતા. ૩૦ના દાયકામાં તેમાનાં કુટુંબ સાથે તેઓ કલકત્તા સ્થાયી થયા, જ્યાં તેમના પિતાએ કાપડનો વ્યવસાય શરૂ કર્યો હતો. બંગાળ કે જે ભારતમાં જાદુનું પાટનગર ગણાય છે, તેનું પાટનગર કલકત્તા બાળ કે.લાલને જાદુ શીખવાનો માર્ગ મોકળો કરી આપવા તેમાના જીવનમાં આવ્યું જ્યાં તેમની મુલાકાત તે સમયનાં મહાન જાદુગર ગણપતી ચક્રવર્તી સાથે થઈ, અને તેઓએ કાંતિલાલને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા..[૩]
'''મહંમદ છેલ'''ની જાદુની વાતો સાંભળીને કાંતિલાલને જાદુ પ્રત્યે આકર્ષણ થયેલું. ઇ.સ. ૧૯૩૮માં માઇટી ચેંગના જાદુના ખેલ જોઇને પોતે પણ જાદુગર બનવાનો નિર્ણય કર્યો. મદારીઓ અને નાના જાદુગરો પર તેમને પહેલેથી પ્રેમ હતો. તેમની પાસેથી જાદુના નાના પ્રયોગો બાળપણમાં શીખ્યા.
સન્માન