કોલાસિબ | |
---|---|
નગર | |
કોલાસિબ | |
અક્ષાંશ-રેખાંશ: 24°13′52″N 92°40′34″E / 24.23111°N 92.67611°E | |
દેશ | ભારત |
રાજ્ય | મિઝોરમ |
જિલ્લો | કોલાસિબ |
ઊંચાઇ | ૮૮૮ m (૨૯૧૩ ft) |
વસ્તી (૨૦૦૧) | |
• કુલ | ૧૮,૮૫૨ |
ભાષા | |
• મિઝો | મિઝો |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
કોલાસિબ ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા મિઝોરમ રાજ્યનું એક નગર છે. કોલાસિબમાં કોલાસિબ જિલ્લાનું મુખ્યાલય છે.
૨૦૦૧ની ભારતની વસ્તી ગણતરી મુજબ, કોલાસિબની વસ્તી ૧૮,૮૫૨ હતી. જેમાં પુરષો ૫૧ ટકા અને સ્ત્રીઓ ૪૯ ટકા હતાં. કોલાસિબનો સરેરાશ સાક્ષરતા દર ૮૨ ટકા છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૫૯.૫ ટકા કરતા વધુ છે. પુરુષોમાં સાક્ષરતા દર ૮૩ ટકા અને સ્ત્રીઓનો સાક્ષરતા દર ૮૧ ટકા છે. કોલાસિબમાં ૧૩ ટકા વસ્તી ૬ વર્ષ કરતાં ઓછી છે.
કોલાસિબનું અર્થતંત્ર જિલ્લાનાં પાટનગરમાં થોડીક સેવા ક્ષેત્રની તકો સિવાય મુખ્યત્વે ખેતી-આધારિત છે. મોટાભાગનાં લોકો બીટલ નટ, પામ તેલ, ચોખા, ઘઉં અને માછલીનો વ્યાપાર કરે છે અને અન્ય જિલ્લાઓમાં નિકાસ કરે છે.[૧]
પવન હંસ દ્વારા[૨] ઐઝવાલ અને કોલાસિબ વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવે છે.[૩] કોલાસિબ અને ઐઝવાલ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૫૪ વડે અંતર ૮૩ કિમી નું છે અને બન્ને શહેરો બસ અને જિપ વડે જોડાયેલ છે.[૪]
કોલાસિબમાં એક કોલેજ, કોલાસિબ કોલેજ આવેલી છે, જે મિઝોરમ યુનિવર્સિટી હેઠળ આવે છે. કોલાસિબમાં ખાનગી અને જાહેર શાળાઓ આવેલી છે.
મુખ્ય સમાચારપત્રો નીચે પ્રમાણે છે:[૫]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |