વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
કોળી સ્ત્રી | |
ભાષાઓ | |
---|---|
હિંદી, ગુજરાતી, મરાઠી, કાળી, કોંકણી અને કન્નડ | |
ધર્મ | |
હિંદુ અને અન્ય |
કોળી એ ભારત દેશની એક જ્ઞાતિ છે.
કોળી જ્ઞાતિનાં લોકો મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહીત સમગ્ર ભારતમાં વસવાટ કરે છે. મહારાષ્ટ્રમાં તેઓ દરિયાકાંઠાનાં વિસ્તારમાં સ્થિત છે. તેઓ મુંબઈનાં મૂળ વસાહતીઓમાંનાં એક છે, જેઓએ મુંબઈના 'સાત ટાપુઓ' પર વસવાટ કરેલો.[૧][૨] વીસમી સદીમાં, બ્રિટીશ સરકારે કોળી જાતિને હત્યારી જાતિ જાહેર કરી હતી.[૩] પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન, બ્રિટીશ શાસને કોળી જાતિને યોદ્ધા જાતિનો દરજ્જો આપ્યો કારણ કે કોળી જાતિએ પ્રથમ વિશ્વ યુદ્ધમાં પોતાની બહાદુરી દર્શાવી હતી.[૪]
ગુજરાતમાં કોળીઓની વસ્તી લગભગ બધા જ વિસ્તારોમાં છે. ગુજરાતનો કોળી સમાજ વિવિધ સ્થાનિક પેટા વિભાગોમાં વિભાજીત છે.[૫]
ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉત્તર પ્રદેશના કોળી સમાજમાંથી આવે છે.