![]() | આ લેખમાં ઘણી ઉણપો છે. તેમાં સુધારો કરીને અથવા તેના ચર્ચા પાનાં પર તેની ઉણપો વિષે ચર્ચા કરો.
કોઇ ઉણપ દર્શાવી નથી. મહેરબાની કરીને ઉણપ દર્શાવો અથવા આ ઢાંચો દૂર કરવો. |
ક્રિકેટ બૅટ એ વિશિષ્ટ ગુણ ધરાવતું સાધન છે જેનો ઉપયોગ ક્રિકેટની રમતમાં બૅટ્સમેન દડાને ફટકારવા માટે કરે છે. તે સામાન્ય રીતે વિલો ઝાડના લાકડામાંથી બને છે. તેના ઉપયોગનો પ્રથમ નિર્દેશ 1624માં કરવામાં આવ્યો હતો.
ક્રિકેટ બૅટની બ્લેડ એ લાકડાનો બ્લોક હોય છે જે ફટકારવાની બાજુએથી સપાટ હોય છે જ્યારે પાછળની તરફથી વચ્ચે ઉપસેલો ભાગ હોય છે જે લાકડાને એકત્રિત કરે છે જ્યાંથી સામાન્ય રીતે બોલ ફટકારવામાં આવે છે. આ બ્લેડ એક લાંબા નળાકાર વાંસના હેન્ડલ સાથે જોડાયેલી હોય છે, જે ટેનિસ રેકેટ સાથે સામ્યતા ધરાવે છે, જે સ્પ્લાઇસ નો અર્થ સૂચવે છે. હેન્ડલની સૌથી નજીક આવેલી બ્લેડની ધારને બૅટના શોલ્ડર્સ (ખભા) તરીકે અને બ્લેડના તળિયાની ધારને બૅટના ટો (અંગુઠા) તરીકે ઓળખવામાં આવે છે.
પરંપરાગત રીતે આ બૅટ વિલોના લાકડામાંથી બનતું હોવાથી, ખાસ કરીને સફેદ વિલોના પ્રકારમાંથી બનતા બૅટને ક્રિકેટ બૅટ વિલો (Salix alba var. caerulea ) કહેવાય છે, જેની પર કાચા અળવીના તેલ (ગરમ કર્યા વગરના) ની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. આ તેલનું કાર્ય રક્ષણ કરવાનું છે. આ બૅટ બનાવવા માટે વપરાતું લાકડું વજનમાં અત્યંત હળવું હોવા ઉપરાંત અત્યંત સખત અને સહેલાઇથી આંચકાઓનો સામનો કરી શકે એવું હોય છે જેના કારણે એના પર અત્યંત વેગથી ફેંકાયેલો દડો અથડાય તો એમાં ખાડા નથી પડતાં કે એ ફાટી નથી જતું. જ્યાં હેન્ડલ અને બૅટની ધાર મળે છે ત્યાં લાકડાની સ્પ્રિંગની ડિઝાઈનનો ઉપયોગ કરવામાં આવે છે. વિલો બૅટમાં ખાસ પ્રકારનું જોડાણ કરીને હેન્ડલ બૅસાડવાની અત્યારની શૈલી 1880ના દાયકામાં બ્રુનેલના વિદ્યાર્થી અને સિવર્ન રેલ્વે ટનલના મુખ્ય ઇજનેર એવા ચાર્લ્સ રિચર્ડસને શોધી હતી.[૧]
ક્રિકેટ કાયદાઓના છઠ્ઠા કાયદા પ્રમાણે[૨], બૅટના માપની મર્યાદા મુજબ એની લંબાઈ 38 ઇંચ (965 મિલીમીટર) કરતાં વધવી ન જોઈએ અને બ્લેડ 4.25 ઇંચ (108 મિલીમીટર) કરતાં વધારે પહોળી ન હોવી જોઈએ. જોકે આ મુદ્દે કોઈ સત્તાવાર નિયમ ન હોવા છતાં સામાન્ય રીતે બૅટનું વજન 2 એલબી 8 ઔંસથી 3 એલબી (1.1થી 1.4 કિલોગ્રામ) જેટલું હોય છે. આ ક્રિકેટ બૅટનું હેન્ડલ સામાન્ય રીતે રબર અથવા તો કપડાંના આવરણથી આવરેલું હોય છે જેથી હેન્ડલ પરની પકડ મજબૂત બને તથા બૅટના આગળના ભાગમાં ક્યારેક રક્ષણાત્મક આવરણ પણ ચઢાવેલું હોઈ શકે છે. ક્રિકેટના નિયમોના એપેન્ડીક્સ ઇ (E)માં વધારે ચોકસાઈથી નિયમોની વિગતો આપેલી છે.[૩] અત્યારના આધુનિક બૅટ્સ મોટાભાગે મશીનથી બનાવવામાં આવે છે, પણ હજી કેટલાક નિષ્ણાતો (ઇંગ્લેન્ડમાં 6 અને ઓસ્ટ્રેલિયામાં 2) છે જે હજી હાથથી જ બૅટ બનાવે છે જેનો ઉપયોગ મોટાભાગે વ્યાવસાયિક ખેલાડીઓ જ કરે છે. ક્રિકેટ બૅટ હાથેથી બનાવવાના આ કૌશલને પોડશેવિંગ તરીકે ઓળખવામાં આવે છે.
અત્યારે બૅટનો જે આકાર છે એવો આકાર પહેલાંથી જ નથી. 18મી સદી પહેલાં બૅટનો આકાર આધુનિક હોકી સ્ટીકને મળતો આવે એવો હતો. આ સારી રીતે રમતના પ્રતિષ્ઠિત મૂળનો વારસો હોઈ શકે છે. જોકે સમયની સાથેસાથે ક્રિકેટનું શરૂઆતનું સ્વરૂપ ભૂંસાઈ ગયું હતું, પણ શક્ય છે કે પહેલીવાર આ રમત રમતી વખતે ભરવાડોની હૂકવાળી ડાંગનો ઉપયોગ કરવામાં આવ્યો હોય.
19મી સદીમાં ક્રિકેટના નિયમો ઔપચારિક રીતે ઘડવામાં નહોતા આવ્યા ત્યાં સુધી સામાન્ય રીતે આ રમત રમતી વખતે નીચા સ્ટમ્પ્સ અને અંડરઆર્મ બોલિંગ(ખાસ પ્રકારની બોલિંગ શૈલી જે હવે સામાન્ય રીતે નથી વપરાતી અને મોટાભાગના કિસ્સાઓમાં એને ગેરકાનૂની ગણવામાં આવે છે)નો ઉપયોગ થતો હતો તથા બૅટ્સમેન કોઈ રક્ષણાત્મક પેડ નહોતા પહેરતા.[સંદર્ભ આપો] જેમ જેમ રમતનું સ્વરૂપ બદલાતું ગયું તેમ તેમ ખ્યાલ આવતો ગયો કે અલગ પ્રકારનો આકાર ધરાવતું બૅટ વધારે સારું પરિણામ આપે છે.[સંદર્ભ આપો] અત્યારે સૌથી જૂના બૅટ તરીકે ઓળખાતું બૅટ મોજૂદ છે અને 1729ના સમયગાળાનું આ બૅટ લંડનના ઓવલ ખાતે સંધાન રૂમમાં પ્રદર્શન માટે મૂકવામાં આવ્યું છે.[સંદર્ભ આપો]
જ્યારે બૅટને ખરીદવા આવે છે ત્યારે મોટાભાગના બૅટ તરત વાપરવા માટે તૈયાર નથી હોતા અને બૅટના મહત્તમ આયુષ્ય માટે તેની પર તેલ લગાવવાની અને તેને પર ફટકા મારવાની જરૂરિયાત હોય છે. તે માટે તેની પર કાચા અળસીના તેલનાં પાતળાં સ્તરો લગાવવામાં આવે છે અને પછી તેની સપાટી પર જૂના ક્રિકેટના દડાથી અથવા એક વિશિષ્ટ લાકડાના હથોડાથી ઠપકારવામાં આવે છે. આમ કરવાથી બૅટની અંદર રહેલા નરમ તાંતણાઓ એકબીજાની વધારે નજીક આવે છે અને જેના કારણે બૅટ તૂટી જવાનું જોખમ ઘટે છે.[૪]
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેનિસ લીલીએ 1979માં થોડા સમય માટે એલ્યુમિનિયમ ધાતુનું બૅટ વાપર્યું હતું. જોકે આ બૅટને કારણે દડાને નુકસાન પહોંચતું હોવાની ઇંગ્લિશ ટીમની ફરિયાદ બાદ અમ્પાયરો સાથે આ મુદ્દાની ચર્ચા કર્યા પછી ઓસ્ટ્રેલિયન કેપ્ટન ગ્રેગ ચેપલે તેને ફરીથી લાકડાનું બૅટ જ વાપરવાની વિનંતી કરી હતી.[૫] આના પછી ક્રિકેટના નિયમમાં ઉમેરો કરીને નિર્દેશ કરવામાં આવ્યો કે બૅટની બ્લેડ કે પાનું ફરજિયાતપણે માત્ર લાકડાની જ બનેલી હોવી જોઇએ.[૨]
ટેન્ઝીન અને પ્યુમાએ ખાસ પ્રકારના હળવા વજનના કાર્બનના હાથાવાળા બૅટ તૈયાર કર્યાં હતાં, જેથી બ્લેડને વધારે વજનદાર બનાવી શકાય. 2008માં ગ્રે-નિકોલ્સે બૅ બાજુવાળા બૅટનો પ્રયોગ કરી જોયો હતો.[૬]
2005માં કોકાબુર્રાએ ખાસ નવા પ્રકારનું બૅટ બનાવ્યું હતું જેમાં બૅટના આધારસ્તંભના વિસ્તારમાં ટેકા માટે ખાસ પ્રકારના કાર્બન ફાઇબર જેવો પૉલિમર આધાર બૅસાડવામાં આવ્યો હતો. બૅટમાં એનો ઉપયોગ બૅટના બ્લેડ કે પાનાના અને આધારસ્તંભના વિસ્તારને વધારે ટેકો આપવા માટે કરવામાં આવ્યો હતો, જેથી બૅટનું ટકાઉપણું વધે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પ્રકારના બૅટનો સૌપ્રથમ ઉપયોગ ઓસ્ટ્રેલિયન રિકી પોન્ટિંગે કર્યો હતો. જોકે આ ક્રિકેટની ટેકનોલૉજીની શોધ પર આઇસીસી(ICC)[૭]એ વિવાદાસ્પદ રીતે પ્રતિબંધ મૂકી દીધો હતો કારણ કે એને એમસીસી(MCC)એ જણાવ્યું હતું કે એના કારણે ફટકારને અયોગ્ય રીતે વધારે ઊર્જા મળે છે જે સ્પર્ધા માટે યોગ્ય નથી કારણ કે દરેક ખેલાડી પાસે આ ટેકનોલૉજી નથી. જોકે આ નિર્ણયને ઓસ્ટ્રેલિયાના માધ્યમો હળવાશથી નહોતા લઈ શક્યા કારણ કે પોઇન્ટિંગે જ્યારથી આ નવા બૅટનો ઉપયોગ શરૂ કર્યો હતો ત્યારથી ઢગલાબંધ રન કર્યા હતા અને ઇગ્લિંશ અહેવાલકારોએ આના માટે તેના બૅટની નવી અને 'અન્યાયી' ટેક્નોલૉજીને જવાબદાર ઠેરવી હતી.
આઇપીએલ(IPL) 2010માં મંગૂસ નામની એક નવી કંપનીએ બૅટનું ઉત્પાદન મિની મંગૂસ નામના ક્રિકેટ બૅટની નવી ડિઝાઇનની જાહેરાત કરી હતી. આ બૅટનો બ્લેડ તરીકે ઓળખાતો વિસ્તાર પ્રમાણમાં ટૂંકો અને જાડો હતો જ્યારે હેન્ડલ પ્રમાણમાં લાંબું હતું જેની સાથે ખાસ પ્રકારનું જોડાણ જોડવામાં આવ્યું હતું જેના કારણે બૅટને દડો ફટકારવા માટે વધારે જગ્યા મળવાથી લાંબા ફટકા સાથે રમી શકાય છે. આ બૅટમાં ખાસ પ્રકારના કેન્દ્રિય ગુરુત્વાકર્ષણના નિયમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે બૅટને દડાને ફટકારવા માટેની ઉત્કૃષ્ટ ઝડપ આપતો હતો અને એની પ્રમાણમાં ટૂંકી અને સામાન્ય કરતાં બમણી જાડી બ્લેડનો મતલબ એ હતો કે જાણે એક બૅટની પાછળ બીજું બૅટ ગોઠવીને દડાને ફટકારવામાં આવતો હોય. આ બૅટનો ઉપયોગ એન્ડ્ર્યુ સાયમંડ્સ, મેથ્યુ હૈડન, સ્ટુઅર્ટ લો અને વાયન સ્મિથે કર્યો હતો. જોકે આ બૅટની કેટલીક ખામીઓ પણ હતી જેમકે એ પ્રમાણમાં ટૂંકું હોવાના કારણે રક્ષણાત્મક રમત રમતી વખતે ખાસ ઉપયોગી સાબિત નહોતું થતું અને એ ટૂંકા દડા સામે પણ પૂરતું રક્ષણ નહોતું આપી શકતું. આનો મતલબ એ થયો કે આ બૅટ આક્રમક રમત માટે ઉપયોગી હતું, પણ રક્ષણાત્મક રમતના ભોગે. આ મર્યાદાના કારણે આ પ્રકારના મિની મંગૂસ બૅટની ઉપયોગિતા જ્યાં લાંબો અને ધીરજભર્યો દાવ રમવો પડે એવા ટેસ્ટ કે પછી ચેમ્પ્યિનશિપ ક્રિકેટના બદલે માત્ર ટ્વેન્ટી20 મેચો સુધી જ સીમિત રહી હતી જ્યાં આક્રમક બૅટિંગ વધારે મહત્ત્વની છે.
|year=
(મદદ)