ક્ષમાવણી અથવા "ક્ષમા દિવસ" જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા મનાવવામાં આવતો એક તહેવાર છે. દિગંબર જૈનો આ પર્વ આસો કૃષ્ણ પક્ષની એકમના દિવસે ઉજવે છે. શ્વેતાંબર જૈનો આ પર્વ પોતાના ८-દિવસના પર્યુષણ પર્વના અંતમાં મનાવે છે.[૧][૨] આ પર્વમાં સૌ પાસે પોતાની ભૂલોની ક્ષમા-યાચના કરવામાં આવે છે. તેને ક્ષમાવાણી, ક્ષમાવાની અને ક્ષમા પર્વ પણ કહેવામાં આવે છે.[૩]
આ દિવસે જૈન બધા જીવો પાસે ક્ષમા માગે છે અને બધા જીવોને ક્ષમા આપે છે. [૪]
खम्मामि सव्व जीवेषु सव्वे जीवा खमन्तु में, मित्ति में सव्व भू ए सू वैरम् मज्झणम् केण इ |
Khämemi Savve Jivä, Savve Jivä Khamantu Mi Mitti Me Savva bhuesu, Veram majjham na Kenai. |
सब जीवों को मैं क्षमा करता हूं, सब जीव मुझे क्षमा करे सब जीवो से मेरा मैत्री भाव रहे, किसी से वैर-भाव नहीं रहे |
ક્ષમું હું સર્વ જીવોને, સર્વ જીવો ક્ષમો મને, મિત્ર હું સર્વ જીવોનો, વેર કોઈથી ના મને. |