ખંભાત રજવાડું કેમ્બે રજવાડું खंभात रियासत | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
રજવાડું of બ્રિટિશ રાજ | |||||||||
૧૭૩૦–૧૯૪૮ | |||||||||
![]() ખંભાત ગુજરાત ૧૮૯૬ | |||||||||
વિસ્તાર | |||||||||
• ૧૯૦૧ | 906 km2 (350 sq mi) | ||||||||
વસ્તી | |||||||||
• ૧૯૦૧ | 75122 | ||||||||
ઇતિહાસ | |||||||||
• સ્થાપના | ૧૭૩૦ | ||||||||
• ભારતની સ્વતંત્રતા | ૧૯૪૮ | ||||||||
| |||||||||
![]() |
ખંભાત અથવા કેમ્બે એ બ્રિટિશ રાજ સમયનું રજવાડું હતું. હાલનું ખંભાત શહેર તેનું પાટનગર હતું. રાજ્યની ઉત્તરે ખેડા જિલ્લો અને દક્ષિણે ખંભાતનો અખાત આવેલો હતો.
બોમ્બે પ્રેસિડેન્સીના ગુજરાત વિભાગની ખેડા એજન્સીમાં આવેલું એક માત્ર રાજ્ય હતું, જે ૧૯૩૭માં બરોડા અને ગુજરાત સ્ટેટ એજન્સીમાં ભળી ગઇ હતી.
ખંભાતની સ્થાપના ઇસ ૧૭૩૦માં ગુજરાતના મોગલ સામ્રાજ્યના છેલ્લા સૂબા નવાબ મિર્ઝા ઝફર મુમિન ખાન પહેલાએ સામ્રાજ્યના અસ્ત સમયે કરી હતી. ૧૭૪૨માં મિર્ઝા ઝફર મુમિન ખાન પહેલાએ તેના સાળા અને ખંભાતના સૂબાને હરાવ્યો અને તેની જગ્યાએ પોતાનું શાસન સ્થાપિત કર્યું.
૧૭૮૦માં ખંભાતનો કબ્જો જનરલ ગોડાર્ડ રિચાર્ડ્સની આગેવાની હેઠળ બ્રિટિશ લશ્કરે લઇ લીધો પરંતુ ૧૭૮૩માં મરાઠાઓએ તેને કબ્જે કર્યું. છેવટે ૧૮૦૩માં ૧૮૦૨ની સંધિ હેઠળ તે બ્રિટિશ શાસન હેઠળ આવ્યું.[૧] ૧૮૧૭માં ખંભાત બ્રિટિશ આશ્રિત બન્યું. ૧૯૦૧માં રાજ્યમાં રેલ્વેની શરૂઆત થઇ.[૨] ખંભાતના છેલ્લા શાસકે ભારતમાં ભળી જવા માટે ૧૦ જૂન ૧૯૪૮ના રોજ હસ્તાક્ષર કર્યા હતા.[૩]
ખંભાત રજવાડાના શાસકો નજ્મ-ઇ-સાની શિયા મુસ્લિમ વંશના હતા. શાસકોને 'નવાબ' તરીકે ઓળખાતા હતા અને તેમને ૧૧ તોપોની સલામી અપાતી હતી.[૪]