ખજરાના મંદિર ઈંદોર ખાતે આવેલ વિખ્યાત ગણેશ મંદિર છે.[૧][૨] આ મંદિર વિજયનગરથી થોડા અંતરે ખજરાના ચોક નજીક આવેલ છે. આ મંદિરનું નિર્માણ અહલ્યાબાઈ હોલકર દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં મુખ્ય મૂર્તિ ભગવાન ગણપતિની છે, જે માત્ર સિંદૂર વડે નિર્મિત છે. આ મંદિરમાં ભગવાન ગણેશજી ઉપરાંત દુર્ગા માતા, મહાકાલેશ્વરનું ભૂમિગત શિવલિંગ, ગંગાજીની મગરમચ્છ પર જલધારાયુક્ત પ્રતિમા, લક્ષ્મીજીનું મંદિર તેમ જ હનુમાનજીની ઝલક મનમોહક છે. અહીં શનિ દેવ મંદિર તથા સાંઇનાથનું ભવ્ય મંદિર પણ છે. અહીં બધા દેવી, દેવતા એક સ્થાન પર હાજર થઈ ગયા હોય એવી અનુભૂતિ થાય છે. અહીંની મંદિર વ્યવસ્થા ખૂબ જ શ્રેષ્ઠ ગુણવત્તાવાળી છે. આ મંદિર ખાતે ૧૦,૦૦૦ લોકો દરરોજ દર્શન કરે છે. અહીં જે પણ ભક્ત પોતાની ઇચ્છાઓની પરિપૂર્ણતા માટે ગણેશજીની પીઠ પાછળ ઊલટું સ્વસ્તિક બનાવે છે, ગણેશજી તેમની ઇચ્છા પૂર્ણ કરે છે. મનોકામના પૂર્ણ થયા પછી ફરી સીધો સ્વસ્તિક બનાવે છે.
|access-date=
at position 3 (મદદ); Check date values in: |access-date=
(મદદ)
|access-date=
at position 3 (મદદ); Check date values in: |access-date=
(મદદ)