ગગનવિહારી લલ્લુભાઈ મહેતા

ગગનવિહારી લલ્લુભાઈ મહેતા (૧૯૦૦-૧૯૭૪) ૧૯૫૨થી ૧૯૫૮ સુધી અમેરિકામાં ભારતના રાજદૂત હતા.

તેમનો જન્મ લલ્લુભાઈ શામળદાસ અને સત્યવતીને ત્યાં ૧૫ એપ્રિલ, ૧૯૦૦ના રોજ અમદાવાદ, ગુજરાત ખાતે થયો હતો. તેમના પિતા ભાવનગરના શ્રીમંત ઉમરાવ અને મહેસૂલ કમિશનર હતા. તેમણે ૧૯૭૧માં ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ, મુંબઈ ખાતેથી મેટ્રિક પાસ કર્યું અને એલ્ફિન્સ્ટન કોલેજમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ. પાસ કર્યું અને ત્યારબાદ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં જોડાયા.[] નાદુરસ્ત તબિયતને કારણે તેઓ લંડનમાં અભ્યાસ અધૂરો છોડીને મુંબઈ પરત ફર્યા હતા.[] અહીં ૧૯૨૮માં તેમણે બર્ટ્રાન્ડ રસેલની સામાજિક વિચારસરણી પર નિબંધ લખીને મુંબઈ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ.ની પદવી મેળવી હતી.[] તેમણે સિંધિયા સ્ટીમશીપ નેવિગેટ કંપની માટે કામ કરતા પહેલા ૧૯૨૩ થી ૧૯૨૫ સુધી બોમ્બે ક્રોનિકલના સહાયક સંપાદક તરીકે કામ કર્યું હતું.[]

૧૯૩૭માં તેઓની આંતરરાષ્ટ્રીય વાણિજ્ય મંડળના પ્રતિનિધિ તરીકે નિયુક્તિ કરવામાં આવી તથા આ જ વર્ષે ભારતીય મિલ માલિક પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે આંતરરાષ્ટ્રીય મજૂર સંમેલનમાં ભાગ લીધો. ૧૯૩૯-૪૦માં તેઓ કલકત્તા ખાતેની ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સમાં પ્રમુખ પદે નિયુક્ત થયા. ૧૯૪૨–૪૩માં ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મહાસંઘ (FICCI)ના પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો. ૧૯૪૪માં તેમણે ભારતીય પ્રતિનિધિમંડળના ઉપનેતા તરીકે આંતરરાષ્ટ્રીય વેપાર પરિષદમાં ભાગ લીધો હતો. ૧૯૪૭માં જિનીવા ખાતે મળેલી આંતરરાષ્ટ્રીય વેપારરોજગાર પરિષદમાં અને મૉન્ટ્રિયલમાં મળેલ આંતરરાષ્ટ્રીય વ્યાપારી મહામંડળ સભામાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.[]

૧૯૪૭–૫૦ દરમિયાન તેમણે ભારતીય સીમાશુલ્ક બૉર્ડના નિયામક તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો; ઉપરાંત ૧૯૪૭ની બંધારણ સમિતિના સભ્યપદે પણ તેમણે સેવાઓ આપી હતી. ૧૯૫૦–૫૨માં તેઓ યોજના આયોગના સભ્ય તરીકે નિયુક્ત થયા હતા. ૧૯૫૮માં હિન્દુસ્તાન શિપયાર્ડના ચેરમૅન નિયુક્ત થયા. ૧૯૫૯–૬૩ દરમિયાન રાષ્ટ્રીય શિપિંગ બૉર્ડના ચેરમૅન તથા ૧૯૬૫માં ઍર ઇન્ડિયા અને ઇન્ડિયન ઍરલાઇન્સના ચેરમૅન તરીકેનો હોદ્દાઓ સંભાળ્યા.[]

ભારતને અંગ્રેજી હકુમતથી આઝાદી મળ્યા બાદ ૧૯૫૨થી ૧૯૫૮ સુધી અમેરિકામાં ભારતના રાજદૂત બનતા પહેલા તેઓ ટેરિફ બોર્ડના પ્રમુખ પદે રહ્યા હતા.[][]

મહેતાને ૧૯૫૯માં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.[]

પુસ્તકો

[ફેરફાર કરો]

ગુજરાતી

[ફેરફાર કરો]
  • 'આકાશનાં પુષ્પો'
  • 'અવળી ગંગા'

અંગ્રેજી

[ફેરફાર કરો]
  • 'ધ કૉન્શિયન્સ ઑવ્ ઍ નેશન';
  • 'સ્ટડીઝ ઇન ગાંધીઝમ';
  • 'ફ્રૉમ રાગ અગલ્સ';
  • 'પરવર્સિટિઝ'
  • 'અન્ડરસ્ટૅન્ડિંગ ઇન્ડિયા'

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "મહેતા, ગગનવિહારી લલ્લુભાઈ". gujarativishwakosh.org. ગુજરાતી વિશ્વકોશ. મેળવેલ 17 July 2024.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Howson, S. (2011). Lionel Robbins. United States: Cambridge University Press. p87-88
  3. "Chandrika Srivastava, Nikhil Basu Trivedi". The New York Times (અંગ્રેજીમાં). 2019-01-13. ISSN 0362-4331. મેળવેલ 2022-06-10.

બાહ્ય કડી

[ફેરફાર કરો]