સ્થાપના | 25 March 2012 |
---|---|
સ્થાન | જલગાંવ, મહારાષ્ટ્ર |
અક્ષાંશ-રેખાંશ | 20°56′40″N 75°33′19″E / 20.9444918°N 75.555363°E |
સંગ્રહ કદ | લગભગ ૮૦ લાખ વસ્તુઓ |
મુલાકાતીઓ | ૧,૧૭,૮૧૦ (માર્ચ ૨૦૧૪) |
જાહેર પરિવહન સગવડ | જલગાંવ, મહારાષ્ટ્, ભારત |
વેબસાઇટ | ગાંધી રીસર્ચ ફાઉન્ડેશન |
ગાંધી તીર્થ (ગાંધી રીસર્ચ ફાઉન્ડેશન) એ એક સંશોધન સંસ્થા તથા મહાત્મા ગાંધી આધારિત સંગ્રહાલય છે. આ સંસ્થા ભારતના મહારાષ્ટ્રના જલગાંવમાં આવેલી છે. તેની શરૂઆત અને પ્રસાર ગાંધી રીસર્ચ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. આ સંસ્થા અજંતાની ગુફાઓથી ૬૦ કિ.મી. દૂર આવેલી છે. તેની સ્થાપના ૨૫ માર્ચ ૨૦૧૨ ના દિવસે થઈ હતી.
ગાંધી રીસર્ચ ફાઉન્ડેશન (જી. આર. એફ) નું ઉદ્ઘાટન ૨૫ માર્ચ, ૨૦૧૨ ના દિવસે ભારતના રાષ્ટ્રપતિ, પ્રતિભા પાટીલે કર્યું હતું. [૧] તેની સ્થાપના ભંવરલાલ જૈન દ્વારા કરવામાં આવી હતી. [૨]
સદીઓ સુધી ટકી રહેવાના ઉદ્દેશ્યથી માટે પર્યાવરણ ધારા હેઠળ જોધપુર પથ્થરથી આ ઈમારતની રચના કરવામાં આવી છે. તેમાં ઑડિટોરિયમ, એક એમ્ફીથિયેટર, મીટિંગ / ક્લાસરૂમ અને ગેસ્ટ હાઉસ શામેલ છે.
અહીંના ગ્રંથાલય અને ગ્રંથાગારમાં ગાંધીજીના સંશોધનકારો માટે ઐતિહાસિક દસ્તાવેજોને ખાસ પ્રક્રીયા કરી સાચવવામાં આવ્યા છે. ખાદીનાં કપડાં, હાથથી બનવટની ભેટની વસ્તુઓ અને ગાંધીવાદી સાહિત્ય વસ્તુઓ વેચનારી એક દુકાન પણ અહીં છે.
મ્યુઝિયમની ઈમારતમાં ૩૦ ઇન્ટરેક્ટિવ વિભાગો છે, જે મહાત્મા ગાંધીનું વર્ણન કરતા ઑડિઓ વિઝ્યુઅલ સિસ્ટમ્સ, ટચ સ્ક્રીન, બાયોસ્કોપ વગેરે સમાવવામાં આવ્યા છે. આ સંગ્રહાલયમાં ગાંધીના જીવન અને કાર્યો પર બહુભાષીય ઑડિયો ગાઇડ ઉપલબ્ધ છે, સંગ્રહાલય વાતાનુકુલિત છે. તે અનુકૂળ માર્ગદર્શિકાઓની આગેવાનીમાં અહીંની મુલાકાતમાં લગભગ ૨ કલાક ૩૦ મિનિટનો સમય લાગે છે.