ગારો પર્વત ભારત દેશના મેઘાલય રાજ્યમાં નાના પર્વતોની હારમાળા છે, જેમાં મેઘાલયના ત્રણ જિલ્લાઓ આવેલ છે. આ જિલ્લા પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ગારો ટેકરીઓ છે. આ મેઘાલયમાં ગારો-ખાસી પર્વતમાળાનો ભાગ છે. અહીં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે, જેમાં મુખ્યત્વે ગારો લોકો છે. શિલોંગ, મેઘાલયનું મુખ્ય શહેર, આ પહાડીઓમાં આવેલ છે. તે વિશ્વમાં સૌથી વધુ ભેજવાળાં સ્થળો પૈકીનું એક છે. આ શ્રેણી મેઘાલય ઉષ્ણકટિબંધીય વન્ય જીવસૃષ્ટિનો ભાગ છે.