League | ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇ.પી.એલ) |
---|---|
Personnel | |
કૅપ્ટન | શુભમન ગિલ |
કૉચ | આશિષ નેહરા |
માલિક | સી.વી.સી કેપિટલ પાર્ટનર્સ |
Team information | |
શહેર | અમદાવાદ, ગુજરાત, ભારત |
ગૃહ મેદાન | નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ |
ક્ષમતા | ૧,૩૨,૦૦૦ |
ગુજરાત ટાઇટન્સ એ અમદાવાદ, ગુજરાત, ભારતમાં સ્થિત એક ફ્રેન્ચાઇઝ ક્રિકેટ ટીમ છે. જે ૨૦૨૨માં શરૂ થતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇ.પી.એલ) માં રમાશે. ૨૦૨૧ માં સ્થપાયેલી ટીમ અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેની ઘરેલું મેચ રમશે. આ ફ્રેન્ચાઇઝીની માલિકી સી.વી.સી કેપિટલ પાર્ટનર્સ પાસે છે. ટીમનું નેતૃત્વ હાર્દિક પંડ્યા અને કોચ આશિષ નેહરા કરશે.[૧]
ઇન્ડિયન પ્રીમિયર લીગની ગવર્નિંગ કાઉન્સિલે ઓગષ્ટ ૨૦૨૧માં બે નવી ટીમ માટે ટેન્ડર બહાર પાડ્યું હતું જેમાં કુલ ૨૨ કંપનીઓએ રસ જાહેર કર્યો હતો. પણ નવી ટીમો માટે ઊંચી બેઝ પ્રાઇસ સાથે છ કંપનીઓ જ રસ ધરાવતી હતી. બીડર્સ ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ દરેક ફ્રેન્ચાઇઝી માટે ત્રણ કંપનીઓ અથવા વ્યક્તિઓના કંસોર્ટિયમને બીડ કરવાની મંજૂરી આપી હતી. બ્રિટિશ પ્રાઇવેટ ઇક્વિટી અને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી ફર્મ સી.વી.સી કેપિટલ પાર્ટનર્સે રૂ. ૫,૬૨૫ કરોડ (US$ ૭૫૦ મિલિયન)ની બીડ સાથે અમદાવાદ ફ્રેન્ચાઇઝના સંચાલન અધિકારો જીત્યા હતા.
આઇ.પી.એલ ૨૦૨૨ ની મેગા હરાજી પહેલા ફ્રેન્ચાઇઝીએ હાર્દિક પંડ્યાને કપ્તાન તરીકે પસંદ કર્યો. ફ્રેન્ચાઇઝએ શુભમન ગીલ અને રાશિદ ખાનને પણ ખરીદ્યા હતા.
ટીમનું ગૃહ મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રહશે. જે ગુજરાતના અમદાવાદમાં આવેલું છે. તે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે.
વર્ષ | કીટ ના ઉત્પાદક | શર્ટ ના સ્પોન્સર (આગળ) | શર્ટ ના સ્પોન્સર (પાછળ) | છાતી બ્રાન્ડિંગ |
---|---|---|---|---|
૨૦૨૨ | ઈ.એમ | આથેર | બી.કે.ટી | કેપ્રી લોન્સ |
વર્ષ | લીગ ટેબલ સ્ટેન્ડિંગ | ફાઇનલ સ્ટેન્ડિંગ |
---|---|---|
૨૦૨૨ | ૧૦ માંથી પ્રથમ | વિજેતા |
પદ | નામ |
---|---|
માલિક | સ્ટીવ કોલ્ટેસ, ડોનાલ્ડ મેકેંઝી, રોલી વાન રેપાર્ડ |
સી.ઇ.ઓ | સિદ્ધાર્થ પટેલ |
ક્રિકેટ નિયામક | વિક્રમ સોલંકી |
મુખ્ય કોચ | આશિષ નેહરા |
બેટીંગ કોચ અને માર્ગદર્શક | ગૅરી કિર્સ્ટન |
સ્પિન દડાના કોચ સ્કાઉટ | આશિષ કપૂર |
|access-date=
(મદદ)