પ્રકાર | જાહેર |
---|---|
સ્થાપના | ૨૦૦૭ |
જોડાણ | UGC |
ઉપકુલપતિ | નવિન શેઠ |
પ્રિન્સિપાલ | અંજુ શર્મા |
સ્થાન | અમદાવાદ, ગુજરાત, ભારત |
કેમ્પસ | શહેરી |
વેબસાઇટ | www.gtu.ac.in |
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (ઇન્ટરનેશનલ ઇનોવેટિવ યુનિવર્સિટી- જીટીયુ) એ ગુજરાતની ઇજનેરી, ફાર્મસી અને મેનેજમેન્ટ કૉલેજોની નિયામક સરકારી યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીની સ્થાપના ૧૬ મે ૨૦૦૭ના દિવસે થઈ અને તેનું સંચાલન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે[૧]. ઈજનેરી કોલેજો જેમ કે જી.એચ. પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલૉજી, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય અને લાલભાઈ દલપતભાઈ કૉલેજ ઓફ એન્જિનિયરિંગ અને વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કૉલેજ જીટીયુનો ભાગ છે.
અગાઉ, ગુજરાત યુનિવર્સિટી ગુજરાત રાજ્યની મુખ્ય યુનિવર્સિટી હતી, અને ગુજરાતની તકનીકી કૉલેજ સહિતની તમામ કૉલેજોની નિયામક હતી. રાજ્યમાં તકનીકી શિક્ષણને વધુ કાર્યક્ષમ અને વ્યવસ્થિત બનાવવા માટે, રાજ્ય સરકારે જીટીયુની રચના કરી.[૨] જીટીયુ શિયાળુ પરીક્ષાઓના પરિણામો ફેબ્રુઆરીથી એપ્રિલ સુધી અને ઉનાળાના પરીક્ષાઓના પરિણામો જુનથી ઑગસ્ટ સુધી જાહેર કરે છે.[૩]
ઈ.સ. ૨૦૦૭માં, ગુજરાત અધિનિયમ ક્રમાંક ૨૦ હેઠળ, ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. તેમાં અમદાવાદ, ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર, રાજકોટ અને સુરત એમ પાંચ ઝોન મારફત ગુજરાત રાજ્યની ૪૮૬ આનુષંગિક કોલેજો કાર્યરત છે. આ યુનિવર્સિટી એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર, મેનેજમેન્ટ, ફાર્મસી અને કૉમ્પ્યુટર સાયન્સ શાખાઓમાં શિક્ષણ પૂરું પાડે છે. યુનિવર્સિટીમાં ૪,૦૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ડિપ્લોમા, અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ અને ડોક્ટરલ પ્રોગ્રામ સાથે નોંધાયેલા છે.[૧]
જીટીયુ પદવિકા, સ્નાતક અને સ્નાતકોત્તર, અને ડોક્ટરેટ જેવી પદવીઓ આપતા અભ્યાસક્રમો ચલાવે છે. તે સાથે મેનેજમેન્ટ અને ફાર્મસી અને એમ.સી. એ.ના પણ અભ્યાસક્રમો ચલાવે છે.[૪]
નોંધપાત્ર આનુષંગિક ઇજનેરી કૉલેજો આ મુજબ છે:[૫]
જીટીયુએ વર્ષ ૨૦૧૩માં એસીપીસી બિલ્ડિંગ, એલડી કેમ્પસ ખાતે જીટીયુ ઇનોવેશન કાઉન્સિલ ની સ્થાપના કરી. જીટીયુ ઇનોવેશન કાઉન્સિલ, જે જીઆઈસી તરીકે પણ ઓળખાય છે, તેના અધિપતિ હિરનમય મહંત છે. જીટીયુ ઇનોવેશન કાઉન્સિલનો ઉદ્દેશ વિદ્યાર્થી દ્વારા શરૂ કરાતા નવા ઉપક્રમ (સ્ટાર્ટ અપ) માટે જરૂરી સુવિધા પૂરી પાડવી, વર્કશોપનું આયોજન કરીવા, વિદ્યાર્થીને સંબંધિત માર્ગદર્શકો અને સાપ્તાહિક પ્રવૃત્તિઓ કરવી એવા છે. જીઆઈસી પ્રોફેસરો ને તાલીમ, ફ્લેશ વેન્ચર્સ, સામાજીક સ્વ-વ્યવસાય તાલિમ શિબિર (સોશિયલ આન્ત્રેપ્રેન્યોરશીપ બૂટકેમ્પ), ડિઝાઇન થિંકિંગ અને આઇડિએશન જેવી કાર્યશાળાઓ પણ ચલાવે છે. [૬] જીઆઈસીએ આઇપી ક્લિનિક નામે અલગ શાખા ખોલી છે જે વિદ્યાર્થીઓને તેમના નવીન વિચારો અને પ્રોજેક્ટ્સને સરળતાથી પેટન્ટ કરાવવામાં સહાય કરે છે. જીઆઈસી જીટીયુના યુ.ડી.પી. પ્રોગ્રામને પણ ચલાવે છે, જે ગુણવત્તા અને વાસ્તવિકતા દ્રષ્ટિકોણથી, ફાઇનલ વર્ષ વિદ્યાર્થી પ્રોજેક્ટ્સને અધિકૃત કરે છે.
જીટીયુ ઇનોવેશન કાઉન્સિલે જ્યારે સ્ટાર્ટ૫૧ સાથે મળી જન-ભંડોળ (ક્રાઉડ ફન્ડીંગ) કાર્યક્રમ ચલાવ્યો, જે ભારતનો એક સ્વદેશી જન ભંડોળ કાર્યક્રમ હતો. ક્રાઉડફંડિંગ ઇનિશિએટર (સીએફઆઈ) નો હેતુ, વિદ્યાર્થીઓના પ્રારંભિક ઔધ્યોગિક સાહસોમાં જરૂરી માર્ગદર્શન અને ભંડોળ સાથે મદદ કરવાનો છે. આ કાર્યક્રમમાં ગુજરાતના આશરે ૭૦ જેટલા વિદ્યાર્થીઓએ સ્ટાર્ટઅપ્સ માટે નામ નોંધાવ્યા હતા, જેમાં એક મહિનાના બૂટકેમ્પ માટે અમુક જ પ્રોજેક્ટ પસંદ કરાયેલા હતા. [૭] ૧૬ જૂન ૨૦૧૪ થી ૧૨ જુલાઈ, ૨૦૧૪ સુધી આ બૂટકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, આને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યું: આઇડિયા, ઇન્સેન્ટિવ મોડલ, પીચ પ્રસ્તુતિ અને ભંડોળ. [૮] બૂટકેમ્પના અંત સુધીમાં, ક્રાઉડફંડિંગ ઇનિશિએટરે ફંડિંગ માટે સમર્પિત ભંડોળ માટે ૮ પ્રોજેક્ટ પસંદગી પામ્યા હતા. [૯]