ગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળો | |
---|---|
નોંધાયેલા કિસ્સાની જિલ્લાવાર સ્થિતિનો નકશો
૧૦૦૦થી વધુ ૫૦૦થી ૯૯૯ વચ્ચે ૧૦૦થી ૪૯૯ વચ્ચે ૫૦થી ૯૯ વચ્ચે ૧૦થી ૪૯ વચ્ચે ૧થી ૯ વચ્ચે | |
રોગ | કોરોનાવાયરસ રોગ ૨૦૧૯ |
વાયરસ પ્રકાર | સાર્સ કોરોનાવાયરસ ૨ |
સ્થાન | ગુજરાત, ભારત |
રોગનું ઉદ્ગમ | ચીન |
પ્રથમ કિસ્સો | રાજકોટ |
આગમન તારીખ | ૧૯ માર્ચ ૨૦૨૦ |
નોંધાયેલા કિસ્સા | [૧] |
સક્રિય કિસ્સા | ૦[૧] |
સાજાં થયેલાં | [૧] |
મૃત્યુ | [૧] |
વિસ્તારો | તમામ ૩૩ જિલ્લા |
અધિકૃત વેબસાઇટ | |
gujcovid19 |
ગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળો એ ૨૦૨૦માં ફાટી નીકળેલો રોગચાળો છે. આ કોવિડ-૧૯ રોગ નવા પ્રકારના કોરોનાવાયરસ (સાર્સ કોરોનાવાયરસ ૨) નામના વિષાણુને કારણે ફેલાય છે. ગુજરાતમાં ૧૯ માર્ચ ૨૦૨૦ના રોજ આ રોગના બે દર્દીઓ સૌપ્રથમ સુરત અને રાજકોટમાં મળી આવ્યાં હતાં.[૨]
રાજ્યમાં કુલ લોકોને કોવિડ-૧૯ રોગ થયો છે. આ પૈકી દર્દી સાજા થયા છે, ૦ દર્દી સારવાર હેઠળ છે અને દર્દી મૃત્યુ પામ્યા છે.[૧]
નોવેલ કોરોનાવાયરસ કે સાર્સ કોરોનાવાયરસ નામના વિષાણુને કારણે સમગ્ર વિશ્વમાં અને ભારતમાં ૨૦૧૯-૨૦માં આ રોગચાળો ફાટી નીકળ્યો છે. આ વાયરસ ચીનના વુહાન શહેરમાં ઉદ્ભવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર વિશ્વમાં પ્રસર્યો છે.
ગુજરાતમાં ૧૯મી માર્ચ સુધી તબીબી પરીક્ષણમાં કોઈ પણ સકારાત્મક (પોઝિટીવ) પરિણામ આવ્યું ન હતું. સુરતમાં ન્યુ યોર્કથી આવેલી એક ૨૧ વર્ષની છોકરી અને રાજકોટમાં મદીનાથી આવેલા એક યુવકના પરિક્ષણમાં આ વિષાણુનો ચેપ જોવા મળ્યો હતો.[૩][૪]
ત્યારબાદ ૨૦મી માર્ચે અમદાવાદમાં ત્રણ અને વડોદરામાં અન્ય બે પરીક્ષણોના પરિણામોમાં પણ આ વિષાણુ નોંધાયા હતા; જેમાં બધા જ રોગગ્રસ્ત લોકો વિદેશથી પ્રવાસ કરી આવ્યા હતા.[૫] ૨૧મી માર્ચે આ સંખ્યા વધીને ૧૩ થઈ હતી અને તેમાંથી ૧૨ લોકો વિદેશનો પ્રવાસ કરીને આવ્યા હતા.[૬]
૨૩મી માર્ચ ૨૦૨૦ના રોજ કોવિડ-૧૯ના કુલ ૩૦ દર્દીઓ નોંધાયા હતા, જેમાં ૧૩ દર્દીઓ અમદાવાદ, ૪ ગાંધીનગર, ૬ વડોદરા, ૪ સુરત, ૧ કચ્છ અને ૧ રાજકોટના હતા.[૭][૮] ૨૬મી માર્ચ ૨૦૨૦ના રોજ કોરોનાવાયરસના કુલ ૩૩ દર્દીઓ નોંધાયા હતા, જેમાં ૧૫ દર્દીઓ અમદાવાદ, ૭ ગાંધીનગર, ૮ વડોદરા, ૭ સુરત, ૧ કચ્છ, ૧ ભાવનગર અને ૫ રાજકોટના હતા. ૩ લોકોના મૃત્યુ થયા હતા.[૯]
૧ એપ્રિલના રોજ કુલ દર્દીઓ વધીને ૮૩ નોંધાયા હતા અને કુલ ૬ લોકો મૃત્યુ પામ્યા હતા. કોરોના વાયરસના ૩૧ કિસ્સાઓ સાથે અમદાવાદને કેન્દ્ર સરકાર દ્વારા હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું હતું.[૧૦] ૪થી એપ્રિલના રોજ આ આંકડો ૧૦૮ થયો હતો અને તેમાં ૧૦ લોકોના અવસાન થયા હતા, જેમાંથી ૬૨ કિસ્સાઓ સ્થાનિક સંક્રમણના શિકાર બન્યા હતા.[૧૧][૧૨] ૮મી એપ્રિલ સુધી રાજ્યમાં કોરોનાવાયરસના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૭૫ થયો હતો, ૧૫ જણાં મૃત્યુ પામ્યાં હતા અને ૨૫ લોકો સાજા થયા હતા; એક જ દિવસમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો.[૧૩] અમદાવાદ શહેરમાં આ દરમિયાન સૌથી વધુ ૮૩ પોઝિટિવ કેસ હતા જ્યારે બીજા ક્રમે સુરતમાં ૨૨ કેસ હતાં.[૧૩]
૧૩ એપ્રિલના રોજ બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમ બે દર્દીઓ નોંધાયા હતા.[૧૪] ૧૪મી એપ્રિલના રોજ સાંજે જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કોરોનાવાયરસથી પોઝિટિવ આવ્યા હતા. તેઓ સવારે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અન્ય લોકોને મળ્યા હતા.[૧૫] ૧૭ એપ્રિલના રોજ ગુજરાતમાં દર્દીઓની સંખ્યા ૧૦૦૦ને પાર કરી ગઈ હતી.
માર્ચ ૨૦૨૦ની શરૂઆતમાં દિલ્હીની નિઝામુદ્દીન મરકઝ મસ્જિદમાં યોજાયેલી તબલીગી જમાતના ધાર્મિક સંમેલન પછી આ કોરોનાવાયરસ અત્યંત ઝડપથી ફેલાવવાની ઘટનાઓ ઉભરી આવી હતી અને ૯૦૦થી વધુ કિસ્સાઓ[૧૬] અને આ ઘટના સાથે સંકળાયેલા ઓછામાં ઓછા ૧૦ મૃત્યુ દેશભરમાં નોંધાયા.[૧૭] ૯,૦૦૦થી વધુ લોકોએ આ સંમેલનમાં ભાગ લીધો હતો, જેમાંથી મોટાભાગના ભારતના વિવિધ રાજ્યોના[૧૮][૧૯] અને ૪૦ દેશોના ૯૬૦ લોકો હતા.[૨૦] ગુજરાતમાંથી ૧૨૬ જણા આ સંમેલનમાં શામેલ થયા હતા અને તેમાંથી ૧૨નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.[૨૧] ભાવનગરમાં તબલીગી જમાતમાં જઈ આવેલ એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું; તેના સિવાય ત્યાંથી ૧૭ લોકો પણ તેમાં સામેલ થયા હતા.[૨૨]
૩૧મી માર્ચ સુધી ગુજરાત સરકાર દ્વારા તમામ શાળા-કોલેજો બંધ કરવાનો હુકમ ૧૫મી માર્ચે આપવામાં આવ્યો હતો.[૨૩] વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તેથી ટીવી પર પ્રસારણ કરવાનું જાહેર કરાયું હતું.[૨૪] ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯મી તારીખે લોકોને ૨૨મીના રોજ સવારના ૭થી લઈને રાતના ૯ સુધી "જનતા કર્ફ્યુ" જાળવવાની અપીલ કરી હતી.[૨૫] સુરતમાં તે જ દિવસે ૧૪૪ની કલમ લાગુ કરવામાં આવી હતી અને અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં બીજા દિવસે ૧૪૪ની કલમ લાગુ કરાઈ હતી.[૨૬][૨૭]
અમદાવાદ સહિતના તમામ મોટા શહેરો અને ગામોએ જનતા કર્ફ્યુ પાળ્યો હતો. અમદાવાદમાં કોરોના માટે લડતાં કર્મીઓને વધાવવા કેટલાક લોકોએ જાહેરમાં ગરબા કર્યા હતા; તેમની પર એફ.આઈ.આર. નોંધાઈ હતી.[૨૮] ૯૩ જેટલા લોકોએ ઘરમાંથી બહાર નીકળવાના પ્રતિબંધનું ઉલ્લંઘન કર્યું હતું તેમાંથી ૧૦ લોકો પર એફ.આઈ.આર. નોંધવામાં આવી હતી.[૨૯] તારીખ ૨૪મી માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું હતું અને તેમાં તેમણે ૨૫મી માર્ચથી સમગ્ર દેશમાં ૨૧ દિવસ માટે લોકડાઉન કરવાનો નિર્ણય લીધો હતો.[૩૦]
લોકો લોકડાઉનનું પાલન ના કરતા હોવાથી ૪થી એપ્રિલથી અમદાવાદમાં તમામ અંગત વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને આ જ ફેંસલો સુરતમાં પાછળથી લેવામાં આવ્યો.[૩૧][૩૨] ૬ઠ્ઠી એપ્રિલ સુધી ગુજરાતમાં જાહેરનામા ભંગની કુલ ૧૫૪૧ ફરિયાદો નોંધાઈ હતી, ૮૭૧૭ વાહનોને જપ્ત કરવામાં આવ્યાં હતાં, ૩૪૬ ગુનાઓ ડ્રોનથી નોંધાયા હતા અને કુલ ૩૯૫૬ જણાંની ધરપકડ કરવામાં આવી હતી.[૩૩]
તારીખ ૧૪મી એપ્રિલના રોજ પ્રારંભિક લોકડાઉનનો સમય પૂર્ણ થતો હતો. સવારે નરેન્દ્ર મોદીએ ફરીથી દેશમાં ૩જી મે સુધી લોકડાઉન જાહેર કર્યું. સાથે જ જણાવ્યું કે ૨૦મી એપ્રિલ સુધી દેશમાં સંપૂર્ણ રીતે લોકડાઉનનું પાલન થશે અને ત્યારબાદ તેને પરિસ્થિતિ મુજબ હટાવવામાં આવશે.[૩૪]
૭મી એપ્રિલના રીપોર્ટ અનુસાર અમદાવાદના ૧૪ વિસ્તારોને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા અને સાથે જ ઇતિહાસમાં પ્રથમ વાર નહેરુ બ્રિજ અને એલિસ બ્રિજને બંધ કરવામાં આવ્યા હતા. શહેરના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો હતો અને તેની આસપાસ ૧૩ ચેકપોસ્ટ બનાવી તમામનું સઘન ચેકિંગ હાથ ધરવાની યોજના બનાવી હતી. સાથે જ, ૭ જેટલી મોબાઈલ વાન દ્વારા ઘરઆંગણે ચેકિંગ તેમજ ૩ ડ્રોન દ્વારા દવાનો છંટકાવ શરુ કરવામાં આવ્યો.[૩૫] શહેરના પશ્ચિમ ઝોનને નવો હોટસ્પોટ વિસ્તાર જાહેર કરાયો હતો.[૩૬]
અમદાવાદના કોટ વિસ્તાર, દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તારમાં ૧૫મી એપ્રિલના સવારે ૬ વાગ્યાથી લઈને ૨૧મી એપ્રિલના સવારના ૬ વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. આ વિસ્તારોમાંથી વધુ કેસ મળતાં તેમને પહેલેથી જ હોટસ્પોટ વિસ્તારો જાહેર કરાયા હતાં.[૩૭]
અમદાવાદની નવી સિવિલ હોસ્પિટલ કે જેમાં ૧૨૦૦ પલંગો છે તેને કોરોનાવાયરસના દર્દીઓ માટે અલાયદી વ્યવસ્થારૂપે રાખવાનું નક્કી કરાયું હતું.[૩૮] અમદાવાદ અને જામનગર સિવાય પાછળથી સુરત અને ભાવનગરમાં પણ નિદાન માટે લેબોરેટરી ઉભી કરાઈ હતી.[૩૯] વડોદરા અને રાજકોટમાં ૨૫૦ પલંગની હોસ્પિટલ બનાવાઈ હતી અને સુરતમાં ૫૦૦ પલંગની હોસ્પિટલ બનાવાઈ હતી.[૪૦] પછીથી રાજ્ય સરકારે દરેક જિલ્લામાં ૧૦૦ પલંગની હોસ્પિટલ અને ૧૦ વેન્ટિલેટર રાખવાનું નક્કી કર્યું હતું.[૪૧]
ગુજરાતમાં રાજ્ય સરકારના કોઈ પણ કર્મચારીને ફરજ નિભાવતાં કોરોના સંક્રમણ થાય તો ૨૫ લાખનું વળતર આપવાની મુખ્યમંત્રીના મુખ્ય સચિવે જાહેરાત કરી હતી.[૪૨] રાજ્ય સરકારે પરપ્રાંતિય મજૂરો અથવા નિરાધારો કે જેમની પાસે રેશન કાર્ડ ન હોય તેમને અન્ન પહોંચાડવા માટે 'અન્નબ્રહ્મ યોજના' શરુ કરી હતી.[૪૩][૪૪] તે સિવાય કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓનાં જન-ધન ખાતામાં ૫૦૦ રુપિયા આપવાની તથા રાજ્ય સરકાર વડે ગુજરાતની સાડા ત્રણ કરોડ પ્રજાને અનાજ અને જીવન જરુરિયાતની વસ્તુઓ મફત પહોંચાડવાનો નિર્ણય લેવાયો હતો.[૪૫][૪૬]
રાજ્યમાં ૨૦૨૧ના એપ્રિલ-મે મહિના દરમિયાન કોરોનાના રોગચાળાની તીવ્રતા ફરીથી વધી હતી જેને સેકન્ડ વેવ કે બીજી લહેર કહેવામાં આવે છે. તેની ટોચના સમયે ગુજરાતમાં ૧૪,૫૦૦ કેસો દૈનિક નોંધાયા હતા.[૪૭] અમદાવાદમાં પહેલી વેવની ટોચ કરતાં ૧૬ ગણો વધારો જોવા મળ્યો હતો.[૪૮]
કોરોનાની બીજી લહેર દરમિયાન યુવાનોના મોતમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.[૪૯] ગુજરાતી સમાચાર દિવ્ય ભાસ્કર અનુસાર રાજ્ય સરકારે ગુજરાતમાં બીજી લહેર વખતે થયેલાં મૃત્યુઆંકને છુપાવ્યો હતો.[૫૦] અહેવાલ મુજબ રાજ્યમાં ૧.૨૩ લાખ મૃત્યુ પ્રમાણપત્ર જારી થયાં હતાં પણ આધિકારીક આંક માત્ર ૪,૨૧૮ જ હતો.[૫૦] ગુજરાત સરકારના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ અહેવાલને નકારી કાઢ્યો હતો.[૫૧]
આ લહેર ત્રણ મહિનામાં જ નબળી પડી ગઈ હતી અને કેસમાં ૯૫%નો ઘટાડો જોવા મળ્યો હતો.[૫૨]
હાલ કોરોનાનો કોઈ ઉપચાર શોધાયો નથી. તકેદારીરૂપે અનિવાર્ય કારણો સિવાય ઘરની બહાર ન નીકળવું અને બે વ્યક્તિઓ વચ્ચે સલામત અંતર જાળવવું અને હાથને વારંવાર સાબુથી ધોવા જોઈએ. સાથે જ તેનો ફેલાવો અટકાવવા માટે મોંઢા, નાક અને આંખને હાથ વડે સ્પર્શ ન કરવો જોઈએ.[૫૩]
ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઈટ મુજબ કુલ કિસ્સા અને મૃત્યુ નોંધાયેલ છે.[૧]
જિલ્લો | નોંધાયેલ કિસ્સા | સક્રિય કિસ્સા | મૃત્યુ | સાજા થયેલા |
---|---|---|---|---|
અમદાવાદ | ૦ | |||
અમરેલી | ૧૦ | ૭ | ૧ | ૨ |
આણંદ | ૧૦૧ | ૭ | ૧૦ | ૮૪ |
અરવલ્લી | ૧૧૧ | ૩ | ૫ | ૧૦૩ |
બનાસકાંઠા | ૧૧૪ | ૨૦ | ૫ | ૮૯ |
ભાવનગર | ૧૨૨ | ૧૧ | ૮ | ૧૦૩ |
ભરૂચ | ૪૬ | ૯ | ૩ | ૩૪ |
બોટાદ | ૫૯ | ૪ | ૧ | ૫૪ |
છોટાઉદેપુર | ૩૩ | ૧૦ | ૦ | ૨૩ |
દાહોદ | ૩૬ | ૮ | ૦ | ૨૮ |
ડાંગ | ૨ | ૦ | ૦ | ૨ |
દેવભૂમિ દ્વારકા | ૧૩ | ૨ | ૦ | ૧૧ |
ગાંધીનગર | ૨૮૫ | ૧૧૦ | ૧૪ | ૧૬૧ |
ગીર સોમનાથ | ૪૫ | ૧૧ | ૦ | ૩૪ |
જામનગર | ૫૪ | ૧૪ | ૩ | ૩૭ |
જૂનાગઢ | ૩૦ | ૬ | ૦ | ૨૪ |
કચ્છ | ૭૯ | ૨૯ | ૨ | ૪૮ |
ખેડા | ૭૯ | ૨૧ | ૪ | ૫૪ |
મહીસાગર | ૧૧૬ | ૭૩ | ૨ | ૪૧ |
મહેસાણા | ૧૨૦ | ૪૨ | ૫ | ૭૩ |
મોરબી | ૪ | ૧ | ૦ | ૩ |
નર્મદા | ૧૮ | ૩ | ૦ | ૧૫ |
નવસારી | ૨૫ | ૧૩ | ૦ | ૧૨ |
પંચમહાલ | ૮૯ | ૭ | ૧૦ | ૭૨ |
પાટણ | ૮૦ | ૧૧ | ૬ | ૬૩ |
પોરબંદર | ૧૨ | ૬ | ૨ | ૪ |
રાજકોટ | ૧૧૫ | ૪૨ | ૩ | ૭૦ |
સાબરકાંઠા | ૧૦૬ | ૫૧ | ૩ | ૫૨ |
સુરત | ૧,૬૫૯ | ૪૬૦ | ૭૧ | ૧,૧૨૮ |
સુરેન્દ્રનગર | ૩૯ | ૨૨ | ૧ | ૧૬ |
તાપી | ૬ | ૩ | ૦ | ૩ |
વડોદરા | ૧,૦૭૪ | ૪૧૯ | ૩૯ | ૬૧૬ |
વલસાડ | ૪૦ | ૨૬ | ૧ | ૧૩ |
અન્ય રાજ્ય | ૫ | ૫ | ૦ | ૦ |
કુલ | ૦ |
|date=
(મદદ)