![]() | આ લેખ અથવા વિભાગ હજુ નિર્માણ હેઠળ છે, અથવા તેમાં મોટા ફેરફારો અથવા વિસ્તૃતિ થઇ રહી છે. તેમાં યોગ્ય ફેરફારો કરીને મદદ કરવા માટે તમને નિમંત્રણ છે. જો આ લેખ અથવા વિભાગ માં કેટલાંક દિવસ માટે સંપાદન ન થાય તો, આ ઢાંચો હટાવવો. જો તમે આ ઢાંચો મૂક્યો હોય અને લેખ પર સક્રિય રીતે ફેરફારો કરતા હોવ તો આ ઢાંચાને {{in use}} ઢાંચા વડે બદલવા વિનંતી છે.
આ લેખ પર 511KeV (ચર્ચા | યોગદાનો) દ્વારા છેલ્લે સંપાદન થયું હતું. (તાજું કરો) |
ગુજરાત ભારતનું છઠ્ઠું સૌથી મોટું રાજ્ય છે, જે ભારતના પશ્ચિમ ભાગમાં ૧,૬૦૦ કિમી લાંબો દરિયાકિનારો (ભારતમાં સૌથી લાંબો) ધરાવે છે. તે દેશમાં નવમું સૌથી લોકપ્રિય પ્રવાસી સ્થળ છે. ૨૦૧૮માં ગુજરાતની ૫.૪૪ કરોડ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.[૧]
ગુજરાત કચ્છના રણથી લઈને સાપુતારાની ટેકરીઓ સુધી વિવિધ પ્રવાસી આકર્ણણો આવેલા છે. સમગ્ર વિશ્વમાં એશિયાઇ સિંહોને જોવા માટે ગુજરાત એકમાત્ર સ્થળ છે.[૨] ગુજરાત સલ્તનતના સમય દરમિયાન, હિંદુ અને ઇસ્લામિક સ્થાપત્યનું સમન્વય થયો હતો જેનાથી ઇન્ડો-સારાસેનિક શૈલીનો ઉદ્ભવ થયો હતો. રાજ્યમાં આવેલા ઘણાં સ્થાપત્યો આ શૈલી હેઠળ બન્યા છે. ગુજરાત શ્રીમદ્ રાજચંદ્ર, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ પણ છે, જે ભારતની સ્વતંત્રતા ચળવળના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે. તાજેતરના વર્ષોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.
અમિતાભ બચ્ચન હાલમાં ગુજરાતના પ્રવાસન બ્રાન્ડ એમ્બેસેડર છે. તેમના 'ખુશ્બુ ગુજરાત કી' અભિયાને ગુજરાતમાં પ્રવાસનને દર વર્ષે ૧૪ ટકા વધાર્યું છે, જે રાષ્ટ્રીય પ્રવાસન વિકાસ દર કરતાં બમણું છે.[૩]
અમદાવાદને તેના કેન્દ્રીય સ્થાન અને સારી રીતે જોડાયેલ આંતરરાષ્ટ્રીય હવાઇમથક સાથે ગુજરાતના તમામ સ્થળોને આવરી લેવા માટે એક આદર્શ કેન્દ્ર માનવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, કંડલા અને ભુજ ખાતે હવાઇમથકો આવેલા છે. અમદાવાદમાં સ્થાનિક અને સીધી આંતરરાષ્ટ્રીય હવાઇ સેવાઓ પ્રાપ્ત છે. તેમજ અમદાવાદ સમગ્ર ગુજરાતના શહેરોમાં પ્રવાસ કરવા માટે અનુકૂળ છે.
ગુજરાતમાં દ્વારકા, ડાકોર, રાધા દામોદર મંદિર, જૂનાગઢ, અંબાજી, પાલીતાણા, મહુડી, શંખેશ્વર, હઠીસિંહનાં જૈન મંદિર, સોમનાથ, ગિરનાર, શામળાજી, બહુચરાજી જેવા પ્રસિદ્ધ મંદિરો સાથે હિન્દુ અને જૈન બંને ધર્મોનું કેન્દ્ર છે. પાવાગઢ, કબીરવડ, સૂર્ય મંદિર, મોઢેરા, અક્ષરધામ (ગાંધીનગર), શ્રી સ્વામિનારાયણ મંદિર, અમદાવાદ, ભદ્રેસર જૈન મંદિર, આશાપુરા માતા, સ્વામિનારાયણ મંદિર, અમદાવાદ, નારાયણ સરોવર, તુલસીશ્યામ, સત્તાધાર જેવાં અન્ય જાણીતાં ધાર્મિક સ્થળો અહી આવેલા છે. શેત્રુંજય પર્વત પર આવેલા જૈન ધર્મના પાલિતાણા મંદિરો સાથે પાલીતાણાને શ્વેતાંબર જૈન સમુદાય દ્વારા તમામ તીર્થસ્થાનોમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. પાલીતાણા એ વિશ્વનો એકમાત્ર પર્વત છે જેમાં ૯૦૦થી વધુ મંદિરો છે.