ગુજરાતી અંક ગણતરીમાં વપરાતાં નિશાન (ચિહ્ન) છે, જેમાં વિવિધ અંકો જુદી જુદી સંખ્યાઓનો નિર્દેશ કરે છે. ગુજરાતી અંકો દેવનાગરી લિપિના અંકોમાંથી ઉતરી આવ્યા છે.[૧] ગુજરાતમાં તે અધિકૃત અંક પદ્ધતિ ગણાય છે.[૨] ભારતના બંધારણમાં પણ તેને અધિકૃત માન્યતા મળી છે[૩] તેમજ પાકિસ્તાનમાં પણ તે ગૌણ લિપી તરીકે માન્યતા પામેલ છે.[૪]
ગુજરાતી ભાષામાં અંકોના ઉચ્ચારણ નીચે પ્રમાણે કરવામાં આવે છે:
અંક | અંગ્રેજી અંક | ઉચ્ચાર | બીજા ઉચ્ચારો |
---|---|---|---|
૦ | 0 | શૂન્ય | |
૧ | 1 | એક | |
૨ | 2 | બે | |
૩ | 3 | ત્રણ | |
૪ | 4 | ચાર | |
૫ | 5 | પાંચ | |
૬ | 6 | છ | છો[૫] |
૭ | 7 | સાત | |
૮ | 8 | આઠ | |
૯ | 9 | નવ | |
૧૦ | 10 | દસ | |
૧૧ | 11 | અગિયાર | |
૧૨ | 12 | બાર | |
૧૩ | 13 | તેર | |
૧૪ | 14 | ચૌદ | |
૧૫ | 15 | પંદર | |
૧૬ | 16 | સોળ | |
૧૭ | 17 | સત્તર | |
૧૮ | 18 | અઢાર | |
૧૯ | 19 | ઓગણીસ | |
૨૦ | 20 | વીસ | વીશ |
૨૧ | 21 | એકવીસ | એકવીશ |
૨૨ | 22 | બાવીસ | બાવીશ |
૨૩ | 23 | ત્રેવીસ | ત્રેવીશ |
૨૪ | 24 | ચોવીસ | ચોવીશ |
૨૫ | 25 | પચ્ચીસ | પચ્ચીશ, પચીસ, પચીશ |
૨૬ | 26 | છવ્વીસ | છવ્વીશ, છવીસ, છવીશ |
૨૭ | 27 | સત્તાવીસ | સત્તાવીશ |
૨૮ | 28 | અઠ્ઠાવીસ | અઠ્ઠાવીશ |
૨૯ | 29 | ઓગણત્રીસ | |
૩૦ | 30 | ત્રીસ | |
૩૧ | 31 | એકત્રીસ | |
૩૨ | 32 | બત્રીસ | |
૩૩ | 33 | તેંત્રીસ | |
૩૪ | 34 | ચોંત્રીસ | |
૩૫ | 35 | પાંત્રીસ | |
૩૬ | 36 | છત્રીસ | |
૩૭ | 37 | સાડત્રીસ | |
૩૮ | 38 | આડત્રીસ | |
૩૯ | 39 | ઓગણચાલીસ | ઓગણચાળીસ |
૪૦ | 40 | ચાલીસ | ચાળીસ |
૪૧ | 41 | એકતાલીસ | એકતાળીસ |
૪૨ | 42 | બેતાલીસ | બેતાળીસ, બેઁતીળીસ, બેતાલીશ |
૪૩ | 43 | તેતાલીસ | તેતાળીસ, તેંતાળીસ, તેતાલીશ |
૪૪ | 44 | ચુંમ્માલીસ | ચુંમ્માળીસ |
૪૫ | 45 | પિસ્તાલીસ | પિસ્તાળીસ |
૪૬ | 46 | છેંતાલીસ | છેંતાળીસ |
૪૭ | 47 | સુડતાલીસ | સુડતાળીસ |
૪૮ | 48 | અડતાલીસ | અડતાળીસ |
૪૯ | 49 | ઓગણપચાસ | |
૫૦ | 50 | પચાસ | |
૫૧ | 51 | એકાવન | |
૫૨ | 52 | બાવન | |
૫૩ | 53 | ત્રેપન | |
૫૪ | 54 | ચોપન | |
૫૫ | 55 | પંચાવન | |
૫૬ | 56 | છપ્પન | છપન |
૫૭ | 57 | સત્તાવન | |
૫૮ | 58 | અઠ્ઠાવન | |
૫૯ | 59 | ઓગણસાઠ | |
૬૦ | 60 | સાઠ | સાઈઠ |
૬૧ | 61 | એકસઠ | |
૬૨ | 62 | બાસઠ | |
૬૩ | 63 | ત્રેસઠ | |
૬૪ | 64 | ચોસઠ | |
૬૫ | 65 | પાંસઠ | |
૬૬ | 66 | છાસઠ | |
૬૭ | 67 | સડસઠ | |
૬૮ | 68 | અડસઠ | |
૬૯ | 69 | ઓગણોસિત્તેર | અગણોસિત્તેર, ઓગણોતેર, અગણોતેર |
૭૦ | 70 | સિત્તેર | |
૭૧ | 71 | એકોતેર | |
૭૨ | 72 | બોંતેર | |
૭૩ | 73 | તોંતેર | |
૭૪ | 74 | ચુંમોતેર | ચુમોતેર, ચૂંવોતેર |
૭૫ | 75 | પંચોતેર | |
૭૬ | 76 | છોંતેર | |
૭૭ | 77 | સીતોતેર | |
૭૮ | 78 | ઇઠોતેર | |
૭૯ | 79 | ઓગણએંસી | ઓગણએંશી |
૮૦ | 80 | એંસી | એંશી |
૮૧ | 81 | એક્યાસી | એક્યાશી |
૮૨ | 82 | બ્યાસી | બ્યાશી |
૮૩ | 83 | ત્યાસી | ત્યાશી |
૮૪ | 84 | ચોરાસી | ચોરાશી |
૮૫ | 85 | પંચાસી | પંચાશી, પંચ્યાસી, પંચ્યાશી |
૮૬ | 86 | છયાસી | છયાશી |
૮૭ | 87 | સત્યાસી | સત્યાશી |
૮૮ | 88 | અઠયાસી | અઠયાસી |
૮૯ | 89 | નેવ્યાસી | નેવ્યાશી |
૯૦ | 90 | નેવું | નેવુ |
૯૧ | 91 | એકણું | એકણુ |
૯૨ | 92 | બાણું | બાણુ |
૯૩ | 93 | ત્રાણું | ત્રાણુ |
૯૪ | 94 | ચોરાણું | ચોરાણુ |
૯૫ | 95 | પંચાણું | પંચાણુ |
૯૬ | 96 | છન્નું | છન્નુ |
૯૭ | 97 | સતાણું | સતાણુ |
૯૮ | 98 | અઠ્ઠાણું | અઠ્ઠાણુ |
૯૯ | 99 | નવ્વાણું | નવ્વાણુ |
૧૦૦ | 100 | સો | એકસો |