ગુણાતીતાનંદ સ્વામી | |
---|---|
ગુણાતીતાનંદ સ્વામી | |
અંગત | |
જન્મ | મૂળજી શર્મા ૧૭ ઓક્ટોમ્બર, ૧૭૮૫ |
ધર્મ | હિંદુ |
ફિલસૂફી | અક્ષરપુરુષોત્તમ દર્શન |
કારકિર્દી માહિતી | |
ગુરુ | ભગવાન સ્વામિનારાયણ[૧] [૨] |
અનુગામી | પ્રાગજી ભક્ત |
વેબસાઇટ | www |
સન્માનો | અક્ષરબ્રહ્મ ગુરુ |
ગુણાતીતાનંદ સ્વામી એ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત હતા. તેઓ સ્વામિનારાયણ ભગવાન ના દ્વિતિય આધ્યાત્મિક વારસદાર હતા. તેમનો જન્મ ઈ.સ. ૧૭૮૫ની ૧૭ ઓક્ટોબર (વિક્રમ સંવત ૧૮૪૧ ની આસો સુદ ૧૫ એટલે કે શરદ પૂર્ણિમા)ના રોજ ભાદરા ગામે થયો હતો. તેમનું બાળપણનું નામ મુળજી શર્મા હતું.
એમને ડભાણ ખાતેના સ્વામીનારાયણ ઉત્સવમાં દીક્ષા આપવામાં આવી હતી. તેમને જૂનાગઢ સ્વામીનારાયણ મંદિરના મહંત તરીકેનું પદ સોંપવામાં આવ્યું હતું, જે જવાબદારી તેમણે ૪૦ વર્ષ સુધી સંભાળી હતી. તેઓ સ્વામીનારાયણના ૫૦૦ પરમહંસો પૈકીના એક હતા. તેમનો ઉપદેશ સ્વામીની વાતો ગ્રંથમાં સંપાદિત કરાયો છે. ભગતજી મહારાજ તેમના મુખ્ય શિષ્ય અને આધ્યાત્મિક વારસદાર હતા.
તેઓ ઈ.સ. ૧૮૬૭ની ૧૧ ઓક્ટોબર (વિક્રમ સંવત ૧૯૨૩, આસો સુદ ૧૩)ના રોજ ગોંડલ ખાતે અવસાન પામ્યા. તેમનો અગ્નિ સંસ્કાર જે સ્થળે થયો તે સ્થળ આજે અક્ષર દેરી તરીકે પ્રસિદ્ધ છે, ત્યાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનું ભવ્ય મંદિર છે.[૩] આ તીર્થ સ્થાન સ્વામીનારાયણ સંપ્રદાયની આસ્થાનું કેન્દ્ર છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |