ગોવિંદભાઈ પટેલ ગુજરાતી ચલચિત્રોના દિગ્દર્શક અને નિર્માતા હતા જેઓ તેમની સફળ ફિલ્મો ઢોલામારૂ અને દેશ રે જોયા દાદા પરદેશ જોયા માટે જાણીતા હતા.
ગોવિંદભાઈ પટેલનો જન્મ ૧૧ જાન્યુઆરી ૧૯૪૩ના રોજ થયો હતો.[૧] તેઓ કેશોદના વતની હતા. ફિલ્મ નિર્માણમાં આવ્યા પહેલાં તેઓ સિનેમાહોલનું સંચાલન કરતા હતા. ૧૯૮૦ આસપાસ તેમણે જી. એન. ફિલ્મ્સના બેનર હેઠળ ફિલ્મો બનાવવાનું શરુ કર્યું. ઢોલામારૂ (૧૯૮૩) તેમની પ્રથમ સફળ ફિલ્મ હતી. તેમણે બીજી ઘણી સફળ ફિલ્મોનું નિર્માણ કર્યું જેમાં જોડે રેહજો રાજ, લાડી લાખની સાયબો સવા લાખનો, સેજલ સરજુ, હિરણને કાંઠે, પાટણથી પાકિસ્તાન, તારો મલક મારે જોવો છે, ગામમાં પિયરીયું ને ગામમાં સાસરિયું, ઢોલી તારો ઢોલ વાગે (૨૦૦૫) નો સમાવેશ થાય છે.[૧][૨][૩][૪][૫][૬] તેમની દેશ રે જોયા દાદા પરદેશ જોયા (૧૯૯૮) ધંધાકીય રીતે અત્યંત સફળ નીવડી અને અંદાજે રૂપિયા ૧૦ કરોડની કમાણી કરી શકી હતી.[૭][૮]
તેમનું મૃત્યુ ૧૫ એપ્રિલ ૨૦૧૫ના રોજ વડોદરા ખાતે થયું. તેમના અગ્નિસંસ્કાર ખાસવાડી સ્મશાનગૃહ ખાતે કરવામાં આવ્યા.[૨][૩]
ગોવિંદભાઈ પટેલના લગ્ન ચંદ્રિકાબેન સાથે થયા હતા અને તેમને ત્રણ પુત્ર અને એક પુત્રીઓ હતી.[૫]