ગ્રેનવિલ સેવર્ડ ઓસ્ટિન (૧૯૨૭ - ૬ જુલાઈ, ૨૦૧૪) ભારતીય બંધારણના અમેરિકન ઇતિહાસકાર હતા.[૧][૨]
ઓસ્ટિને તેમનું મોટાભાગનું પ્રારંભિક શિક્ષણ નોર્વિચ, વર્મોન્ટ, યુ.એસ.એ.માં મેળવ્યું હતું. તેઓ ડાર્ટમાઉથ કોલેજમાંથી અમેરિકન લિટરેચરમાં બી.એ. સાથે સ્નાતક થયા. ત્યારબાદ તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી આધુનિક ભારતીય ઇતિહાસ વિષયમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી.
ઓસ્ટિને પત્રકાર/ફોટોગ્રાફર તરીકે કામ કર્યું હતું અને બાદમાં તેમણે યુ.એસ.માહિતી સેવા, રાજ્ય વિભાગ, આરોગ્ય,શિક્ષણ અને સહાય વિભાગ, અને યુ.એસ સાંસદનાં ખાતામાં પણ કાર્ય કર્યું. તેમણે ઓક્સફર્ડની સેન્ટ એન્ટની કૉલેજ, ફોર્ડ ફાઉન્ડેશન, ફૂલબ્રાઇટ પ્રોગ્રામ, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન સ્ટડીઝ, રોકફેલર ફાઉન્ડેશન, વૂડરો વિલ્સન ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સ્કોલર્સ, રાજીવ ગાંધી ફાઉન્ડેશન અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કરન્ટ વર્લ્ડ અફેર્સમાંથી ફેલોશિપ્સ અથવા ગ્રાન્ટ્સ મેળવી હતી.[૩][૪]
ઓસ્ટિન ભારતના બંધારણના બે અંતિમ રાજકીય ઇતિહાસના લેખક હતા, ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન: કોર્નરસ્ટોન ઓફ અ નેશન તથા વર્કિંગ અ ડેમોક્રેટિક કોન્સ્ટિટ્યુશન: ધ ઇન્ડિયન એક્સપિરિયન્સ.[૨]
૬ જુલાઈ ૨૦૧૪ના રોજ તેમનું અવસાન થયું હતું.[૫]
વર્ષ ૨૦૧૧માં, ભારતીય બંધારણના ઘડતર અને કાર્ય પર તેમના લેખનના સન્માનમાં, ગ્રાનવિલે ઓસ્ટિનને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા, જે પ્રજાસત્તાક ભારતનું ચોથું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.[૬][૭] ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયના રાષ્ટ્રીય અનુવાદ મિશન અંતર્ગત ભારતીય ભાષાઓમાં અનુવાદ માટે તેમના પુસ્તક 'ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન: કોર્નરસ્ટોન ઓફ અ નેશન પસંદ કરવામાં આવ્યું હતું જેનો તેલુગુ, મરાઠી, પંજાબી, ઓડિયા, હિન્દી અને મલયાલમ ભાષાઓમાં અનુવાદ પ્રકાશિત થઈ ચૂક્યો છે.[૮]