ચંદીયા | |||||||
— ગામ — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 23°05′32″N 69°50′22″E / 23.092277°N 69.839536°E | ||||||
દેશ | ![]() | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | કચ્છ | ||||||
લિંગ પ્રમાણ | ૦.૮૯૪ ♂/♀ | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
• 27 metres (89 ft) | ||||||
કોડ
|
ચંદીયા ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].
આ ગામ અંજારથી ૧૮ કિમીના અંતરે આવેલું છે.
ચાંદીયા એ ગુર્જર ક્ષત્રિયોનાં ૧૯ ગામો પૈકીનું એક છે. ગૂર્જર ક્ષત્રિયો સૌ પ્રથમ ૭મી સદીમાં સૌરાષ્ટ્રમાં સ્થાયી થયા અને પછી તેમનાં પૈકી મોટાભાગનાં ૧૨મી સદીમાં કચ્છનાં ધાનેટીમાં સ્થાયી થયા. ૧૨ સદીના અંતમાં તેઓ અંજાર અને ભુજ વચ્ચે સ્થાયી થયા અને અંજાર, સીનુગ્રા, ખંભરા, નાગલપર, ખેડોઈ, માધાપર, હજાપર, કુકમા, ગલપાદર, રેહા, વીડી, રતનાલ, જાંબુડી, દેવળીયા, લોહારીયા, નાગોર, ચંદીયા, મેઘપર અને કુંભારીયા ગામોની સ્થાપના કરી.[૨][૩][૪][૫][૬]
જૂનાં ઘરો, મંદિરો અને અન્ય જૂનું સ્થાપત્ય ગુર્જર ક્ષત્રિય સમુદાયે બાંધ્યું હતું. જોકે, ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપમાં મોટાભાગનું આ અનોખું સ્થાપ્ત્ય નાશ પામ્યું હતું.
કેટલાક ગૂર્જર ક્ષત્રિયો એ ૧૮૬૦-૧૯૪૦ના સમયગાળા દરમિયાન બ્રિટિશ ભારતમાં રેલ્વેનાં કાર્યો કર્યા હતા. તેમાંથી એક વિશ્રામજી કરમાનજી ચાવડા એ જાણીતું નામ છે, તેમણે મુન્દ્રા બંદર અને ૧૮૮૩માં રુક્માવતી નદી નદી પર બંધ બાંધ્યો હતો. આ બંધ એ હાલમાં ભારતનાં જૂનામાં જૂનાં બાંધકામોનું એક ગણાય છે.[૭][૮][૯][૧૦][૧૧]
કચ્છ ગુર્જર ક્ષત્રિય સમુદાયના ઘણાં કુળદેવીઓના મંદિરો આ ગામમાં આવેલા છે. પાંચ ગામો - ચંદીયા, લોહારીયા, માધાપર, સીનુગ્રા અને ગલપાદર - ના ચાવડાઓની કુળદેવી ચામુંડા માતાનું મંદિર અહીં આવેલું છે. ૧૯૦૦ની સાલમાં ગૂર્જર ક્ષત્રિયો દ્વારા ઠાકોર મંદિર અને જડેશ્વર મહાદેવનાં મંદિરો બાંધવામાં આવ્યા હતા, જે તેમના રંગ અને કોતરણીઓ માટે પ્રખ્યાત છે.
| ||||||||||||||||
![]() | આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |