ચંદ્રકાંત શેઠ | |
---|---|
![]() ચંદ્રકાંત શેઠ, ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, ૧૧ મે ૨૦૧૯. | |
જન્મ | ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ ૩ ફેબ્રુઆરી ૧૯૩૮ કાલોલ, પંચમહાલ જિલ્લો, ગુજરાત |
મૃત્યુ | ૨ ઓગસ્ટ ૨૦૨૪ |
ઉપનામ | આર્યપુત્ર, નંદ સામવેદી, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ |
વ્યવસાય | કવિ, નિબંધકાર, વિવેચક, સંપાદક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | એમ.એ., પીએચ.ડી. |
માતૃ શિક્ષણ સંસ્થા | |
નોંધપાત્ર સર્જનો |
|
નોંધપાત્ર પુરસ્કારો |
|
જીવનસાથી | મુદ્રિકાબેન |
સહી | ![]() |
ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ (૩ ફેબ્રુઆરી ૧૯૩૮ – ૨ ઓગષ્ટ ૨૦૨૪) ગુજરાતી કવિ, વિવેચક, અનુવાદ, સંપાદક અને નિબંધકાર હતા. ૧૯૮૬માં તેમના પુસ્તક ધૂળમાંની પગલીઓ માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૧] ૨૫ જાન્યુઆરી ૨૦૨૫ના દિવસે ભારત સરકારે તેમના સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રના યોગદાન માટે તેમને મરણોપરાંત પદ્મશ્રી પુરસ્કાર ઘોષિત કર્યો હતો. [૨]
તેમનો જન્મ ૩ ફેબ્રુઆરી ૧૯૩૮ના રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે થયો હતો. તેમના કુટુંબનું મૂળ ગામ ખેડાનું ઠાસરા ગામ છે. ૧૯૫૪માં તેમણે મેટ્રિક, ૧૯૫૮માં બી.એ. અને ૧૯૬૧માં એમ.એ.ની પદવી ગુજરાતી અને સંસ્કૃત વિષયોમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી. ૧૯૭૯માં તેમણે ગુજરાત વિદ્યાપીઠમાંથી પીએચ.ડી. કર્યું, જેનો વિષય ઉમાશંકર જોશી હતો.[૩]
૧૯૬૧-૬૨ દરમિયાન તેઓ અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં ખંડ સમયના વ્યાખ્યતા રહ્યા હતા. તેમણે ગુજરાતની વિવિધ કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. તેઓ ગુજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સભ્ય હતા.[૩]
૨ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું.[૪]