ચામુંડા | |
---|---|
યુદ્ધ, રોગ, દુષ્કાળ તેમજ અન્ય તબાહીના દેવી[૧] | |
ચામુંડાનું ૧૪મી સદીનું નેવારી[upper-alpha ૧] શિલ્પ | |
જોડાણો | દેવીની શક્તિ |
રહેઠાણ | વડનું વૃક્ષ |
શસ્ત્ર | ત્રિશુલ અને તલવાર |
વાહન | સિંહ |
ચામુંડા (સંસ્કૃત: चामुण्डा), હિંદુ ધર્મમાં માતાજી તરીકે પૂજાય છે. ચામુંડા ચામુંડી અને ચર્ચિકા તરીકે પણ ઓળખાય છે. તે સપ્ત માતાઓમાંની એક મનાય છે. તે ઉપરાંત ચોસઠ જોગણીઓ કે એક્યાસી તાંત્રિક દેવીઓમાં મુખ્ય ગણાય છે. ચામુંડા માતા દુર્ગાનું સ્વરૂપ ગણાય છે. ચંડ અને મુંડ નામનાં રાક્ષસોને મારનાર દૈવી સ્વરૂપ એટલે ચંડી ચામુંડાનું છે. માતા ચામુંડાને ક્યારેક પાર્વતી, ચંડી અને કાલિનું સ્વરૂપ પણ મનાય છે. માતા ચામુંડાનો નિવાસ મોટાભાગે વડનાં વૃક્ષમાં મનાય છે. હિંદુ ધર્મ ઉપરાંત જૈન ધર્મમાં પણ ચામુંડા માતાનું ઘણું મહત્વ મનાયું છે.[૨] ત્રિશુલ અને તલવાર એ ચામુંડાનાં આયુધો છે.
ગુજરાતમાં ચામુંડા માતાનું સ્થાનક ચોટીલામાં આવેલ છે. આ સ્થાનક અમદાવાદથી ૧૪૫ કિમી.ના અંતરે આવેલ છે.