छितकुल | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 31°21′07″N 78°26′13″E / 31.3518411°N 78.4368253°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | હિમાચલ પ્રદેશ | ||
વસ્તી | ૮૦૦ (2010) | ||
અધિકૃત ભાષા(ઓ) | હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
"ચિટકુલ" (અથવા છિતકુલ) દરિયાઈ સપાટીથી ૩૪૫૦ મીટર જેટલી ઊંચાઇ પર હિમાચલ પ્રદેશ રાજ્યના કિન્નોર જિલ્લામાં આવેલું એક ગામ છે, જે બાસ્પા નદીના ખીણ-પ્રદેશ ખાતે આવેલ ભારત દેશનું છેલ્લું અને સૌથી વધુ ઊંચાઈ પર વસેલું ગામ છે. બાસ્પા નદીના જમણા કિનારા પર આવેલ આ ગામમાં સ્થાનિક દેવી માથીનાં ત્રણ મંદિર આવેલ છે. એવું કહેવાય છે કે માથી દેવીનાં મુખ્ય મંદિર ૫૦૦ વર્ષ પહેલા ગઢવાલના એક નિવાસી દ્વારા બંધાવવામાં આવ્યાં હતાં.
નેશનલ હાઇવે ૨૨ પર આવેલા કરછમ ખાતેથી રાકછમ અને સાંગલા થઈ ચિટકુલ જઈ શકાય છે.