ચિત્રાંગદ (સંસ્કૃતઃ चित्राङ्गदः) મહારાજ શંતનુ તથા સત્યવતી ના જયેષ્ઠ પુત્ર હતા. ભીષ્મની આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાને લીધે તેઓ શંતનુ પછી હસ્તિનાપુરના રાજા બન્યા.
ચિત્રાંગદ નામનો જ ગંધર્વ રાજા પણ હતો. જેને હસ્તિનાપુરના રાજા ચિત્રાંગદથી ઇર્ષા થઇ અને તેણે ત્રણ વર્ષના યુદ્ધ પછી હસ્તિનાપુરના ચિત્રાંગદનો વધ કર્યો.[૧][૨]
ચિત્રાંગદના મૃત્યુ પછી વિચિત્રવીર્ય હસ્તિનાપુરના રાજા બન્યા.