ચેતન ચૌહાણ | |
---|---|
ચેતન ચૌહાણ કેન્દ્રીય કાપડ મંત્રી, શ્રીમતી સ્મૃતિ ઇરાની સાથે નવી દિલ્હીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) ના દીક્ષાંત સમારોહમાં દીવો પ્રગટાવે છે. | |
જન્મ | ૨૧ જુલાઇ ૧૯૪૭ બરેલી |
મૃત્યુ | Medanta |
ચેતન પ્રતાપ સિંહ ચૌહાણ (ઉચ્ચાર (મદદ·માહિતી)) (૨૧ જુલાઇ ૧૯૪૭ – ૧૬ ઓગસ્ટ ૨૦૨૦) ભારતીય ક્રિકેટર હતા જેમણે ભારત તરફથી ૪૦ ટેસ્ટ મેચ રમી હતી. તેઓએ મહારાષ્ટ્ર અને દિલ્હી તરફથી રણજી ટ્રોફીમાં ભાગ લીધો હતો. તેમણે મોટાભાગની આંતરરાષ્ટ્રીય રમતો ૧૯૭૦ના દાયકાના ઉત્તરાર્ધમાં રમી હતી અને સુનિલ ગાવસ્કર જોડે ઓપનિંગ ભાગીદારી કરી હતી.
જૂન ૨૦૧૬ થી જૂન ૨૦૧૭ દરમિયાન તેઓ NIFT (નેશનલ ઇન્સ્ટ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી)ના ચેરમેન રહ્યા હતા. ૧૯૯૧ અને ૧૯૯૮માં તેઓ અમરોહામાંથી લોક સભામાં ચૂંટાયા હતા. ૨૦૧૮ થી ૨૦૨૦ દરમિયાન તેઓ ઉત્તર પ્રદેશના યુવા અને રમતમંત્રી રહ્યા હતા.[૧]
૧૨ જુલાઇ ૨૦૨૦ના રોજ તેમને કોવિડ-૧૯ થયો હતો અને ત્યાર પછી વિવિધ અંગોની નિષ્ફળતાના કારણે તેમજ હ્દયરોગના હુમલાથી ૧૬ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ તેમનું અવસાન થયું હતું.[૨][૩]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |