છોટાઉદેપુર જિલ્લો | |
---|---|
જિલ્લો | |
![]() ગુજરાતમાં સ્થાન | |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
રચના | ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ |
વિસ્તાર | |
• કુલ | ૩,૦૮૭ km2 (૧૧૯૨ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૯,૬૧,૧૯૦ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
હવામાન | આંશિક સૂકું |
સરેરાશ વાર્ષિક તાપમાન | ૧૨-૪૩ °સે |
સરેરાશ ઉનાળુ તાપમાન | ૨૬-૪૩ °સે |
સરેરાશ શિયાળુ તાપમાન | ૧૨-૩૩ °સે |
છોટાઉદેપુર જિલ્લો મધ્ય ગુજરાતમાં આવેલો જિલ્લો છે, જેની રચના ઇ.સ. ૨૦૧૩માં કરવામાં આવી હતી. છોટાઉદેપુર આ જિલ્લાનું વડુ મથક છે, જે છોટાઉદેપુર તાલુકાનું મુખ્ય મથક પણ છે. અહીં ખનિજ ઉદ્યોગનો વિકાસ સારા પ્રમાણમાં થયો છે.
આ જિલ્લો વડોદરા જિલ્લામાંથી ૧૫મી ઓગષ્ટ, ૨૦૧૩ના રોજ છૂટો પડ્યો જ્યારે ગુજરાતમાં સાત નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા.[૧][૨] ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ છોટાઉદેપુર ખાતે આદિવાસી મહાસંમેલનમાં ગુજરાતના નવા જિલ્લા તરીકે છોટાઉદેપુર જિલ્લો રચવાની ઘોષણા કરી હતી.[૩]
આ જિલ્લાનું વિભાજન કુલ ૬ તાલુકાઓમાં કરવામાં આવ્યું છે.[૪]
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના સચિવ મહેશ જોશી દ્વારા છોટાઉદેપુર જિલ્લાની ૪ તાલુકા પંચાયતનાં સીમાંકન જે જૂન ૨૦૧૫માં પ્રસિદ્ધ કરાયાં તેમાં છોટાઉદેપુર તાલુકા પંચાયતની બેઠકોની સંખ્યા ૨૩ થી વધારીને ૨૬ કરાઇ હતી. નસવાડી તાલુકા પંચાયતની બેઠકોની સંખ્યા ૧૭થી વધારીને ૨૨ કરાઇ અને નવરચિત બોડેલી તાલુકા પંચાયતની બેઠકોની સંખ્યા ૨૬ નક્કી કરવામાં આવી હતી, જ્યારે સંખેડા તાલુકા પંચાયતની બેઠકોની સંખ્યા ૨૩થી ઘટાડીને ૧૮ કરવામાં આવી હતી.[૪]
છોટાઉદેપુર તાલુકા પંચાયતની રચના માટે તાલુકાની ૨,૧૫,૫૯૦ની વસ્તી ધ્યાને લેવાઇ છે. નસવાડી તાલુકા પંચાયતની રચના માટે તાલુકાની ૧,૫૫,૫૪૩ની વસ્તી ગણતરીમાં લેવાઇ છે. જ્યારે સંખેડા તાલુકા પંચાયત માટે તાલુકાની ૧,૦૫,૯૫૨ની જનસંખ્યા અને બોડેલી તાલુકા પંચાયત માટે તાલુકાની ૧,૮૩,૮૫૦ની વસ્તી ધ્યાને લેવામાં આવી છે.[૪]
મત બેઠક ક્રમાંક | બેઠક | ધારાસભ્ય | પક્ષ | નોંધ | |
---|---|---|---|---|---|
૧૩૭ | છોટા ઉદેપુર (ST) | રાજેન્દ્રસિંહ રાઠવા | ભાજપ | ||
૧૩૮ | જેતપુર (ST) | જયંતિભાઇ રાઠવા | ભાજપ | ||
૧૩૯ | સંખેડા (ST) | અભેસિંહ તડવી | ભાજપ |
|access-date=
(મદદ)