પ્રકાર | દૈનિક વર્તમાનપત્ર |
---|---|
સ્થાપક | અમૃતલાલ શેઠ |
પ્રકાશક | સૌરાષ્ટ્ર ટ્રસ્ટ |
સંપાદક | કુંદન વ્યાસ[૧] રમેશ જાદવ |
સ્થાપના | ૯ જૂન ૧૯૩૪ |
ભાષા | ગુજરાતી |
વડુમથક | મુંબઈ, ભારત |
અધિકૃત વેબસાઇટ | janmabhoominewspapers |
જન્મભૂમિ એ ગુજરાતી ભાષાનું સાંજ દૈનિક અખબાર છે, જેની માલિકી સૌરાષ્ટ્ર ટ્રસ્ટની છે. તેનું મુખ્ય મથક મુંબઈ, મહારાષ્ટ્રમાં છે. જન્મભૂમિ ૧૯૩૪માં સાંજના અખબાર તરીકે શરૂ કરવામાં આવ્યું હતું [૨][૩] અખબારમાં દરરોજ ૧૦-૧૨ પૃષ્ઠો પ્રકાશિત થાય છે, જેમાં સંપાદકીય પૃષ્ઠ અને ઓપ-ઍડ[upper-alpha ૧] પૃષ્ઠનો સમાવેશ થાય છે.[૪] અખબારનું સૂત્ર છે 'जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी' (માતા અને માતૃભૂમિ સ્વર્ગથી શ્રેષ્ઠ છે). [૫]
જન્મભૂમિની સ્થાપના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અમૃતલાલ શેઠ દ્વારા કરવામાં આવી હતી, જેમણે ૧૯૩૧માં સૌરાષ્ટ્ર ટ્રસ્ટની સ્થાપના પણ કરી હતી. શરૂઆતમાં, અમૃતાલાલે ધ સન નામનું અંગ્રેજી ભાષાનું સમાચારપત્ર શરૂ કર્યું હતું, જેનું પ્રદર્શન ખરાબ રહ્યું.[૬] ૯ જૂન ૧૯૩૪ના રોજ અમૃતલાલે રાષ્ટ્રવાદી પ્રકાશન રૂપે ગુજરાતીમાં જન્મભૂમિ પ્રકાશિત કરવાનું શરૂ કર્યું.[૪] આ સમાચારપત્ર ગાંધીવાદનું સમર્થક હતું અને તેણે સનસનાટીભર્યા પત્રકારત્વને ટાળવાની નીતિની સ્થાપના કરી હતી. લોકપ્રિય ગુજરાતી રાષ્ટ્રવાદી કવિ ઝવેરચંદ મેઘાણી શરૂઆતથી જ આ અખબાર સાથે જોડાયેલા હતા. શરૂઆતમાં, આ અખબાર કાઠિયાવાડ રજવાડાઓ પરના અત્યાચાર સામેની ચળવળનો ચહેરો બની ગયું. બર્મા અભિયાનના સમાચારો અને આઝાદ હિંદ ફોજને લગતા સમાચારોને આવરી લઈને, આ સમાચારપત્ર રાષ્ટ્રીય દરજ્જા સુધી પહોંચ્યું. ૧૯૭૯માં, અખબારે પ્રવાસી નામથી સવારની આવૃત્તિ શરૂ કરી. રવિવારે, અખબારની સવાર અને સાંજ આવૃત્તિઓ એકીકૃત મથાળા જન્મભૂમિ પ્રવાસી હેઠળ એકસાથે પ્રકાશિત થાય છે.
૧૯૭૦ના દાયકામાં, અખબારમાં ૪૫,૦૦૦ થી ૫૦,૦૦૦ નકલોનું વેચાણ થતું હતું. ૧૯૮૦ના દાયકા દરમિયાન, તે ઘટીને ૪૦,૦૦૦ થઈ ગયું હતું.[૪] ઇલા આરબ મહેતા દ્વારા રચિત ગુજરાતી બત્રીસ પુતળીની વેદાતિયાની પ્રથમ નારીવાદી નવલકથા, રવિવાર આવૃત્તિમાં લોકપ્રિય થઈ હતી. કુન્દનિકા કાપડિયા દ્વારા લખાયેલી અન્ય નારીવાદી નવલકથા સાત પગલાં આકાશમાં પણ જન્મભૂમિમાં હપ્તાવાર પ્રકટ થઈ હતી.
જન્મભૂમિ ગ્રુપ ઓફ ન્યૂઝપેપરના મુખ્ય સંપાદકોમાં હરીન્દ્ર દવે અને કાંતિ ભટ્ટ (૧૯૬૭-૧૯૭૭)નો સમાવેશ થાય છે.[૭][૮][૯]