જય વસાવડા | |
---|---|
![]() જય વસાવડા, ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, ૨૦૧૮ | |
જન્મ | ગોંડલ | October 6, 1973
વ્યવસાય | લેખક |
શિક્ષણ | અનુસ્નાતક |
સંબંધીઓ | જયશ્રી બેન (માતા), લલિત વસાવડા (પિતા) |
વેબસાઇટ | |
planetjv |
જય વસાવડા (જન્મ: ઓક્ટોબર ૬, ૧૯૭૩) ગુજરાતી ભાષાના લેખક છે.
તેમના પિતા લલિત વસાવડા ગુજરાતી ભાષાનાં નિવૃત પ્રાધ્યાપક હતા, અને માતા જયશ્રી વસાવડા, અધ્યાપન મંદિર, જૂનાગઢનાં ગૃહમાતા હતાં. માતા જયશ્રીબેન તેમના જન્મ બાદ સરકારી નોકરી છોડી સંપૂર્ણ ગૃહિણી અને તેમના માટે શિક્ષક બન્યાં.
તેઓએ પ્રાથમિક શિક્ષણ ઘરે જ મેળવ્યું, પછી વિદ્યામંદિર શાળા, ગોંડલમાં ભણ્યા. માધ્યમિક શિક્ષણ તેમણે સ્વામિનારાયણ હાઈવે ગુરુકૂળ થી વિજ્ઞાન પ્રવાહ માટેની પરીક્ષા આપી જેમાં નપાસ થતા જીવનમાં વળાંક આવ્યો. તેમણે પ્રવાહ બદલી વાણિજ્ય પ્રવાહની પરીક્ષા આપી અને વ્યવસ્થાપનમાં અનુસ્નાતક બન્યા.
તેઓ ૩ વર્ષ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાં માર્કેટીંગ વિષયોના પ્રાધ્યાપક હતા અને થોડો સમય આચાર્ય પણ બન્યા. તેઓ એકેડમિક સ્ટાફ કૉલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં વિઝિટીંગ પ્રોફેસર તરીકે પણ કાર્ય કરે છે.
તેમની લેખન કારકિર્દી રાજકોટના સમાચાર પત્રમાં લેખોથી શરૂ થઇ હતી. ત્યારબાદ તેઓ ગુજરાત સમાચારમાં કટાર લેખક તરીકે ૧૯૯૬માં જોડાયા. જેમાં તેમની દર અઠવાડિક કટારો, અનાવૃત અને સ્પેક્ટ્રોમીટર પ્રકાશિત થાય છે. તેઓ ગુજરાતી અઠવાડિક અભિયાનમાં રંગત સંગત કટાર ૨૦૦૮થી લખે છે. તેમણે મિડ-ડેની મુંબઈ આવૃત્તિ અને અનોખી, આરપાર અને ગુજરાત માસિકો માટે કટાર લેખન કર્યું છે[૧][૨] તેઓ ગુજરાત અને અન્ય સ્થળોએ વિવિધ વિષયો પર વ્યાખ્યાનો આપે છે.[૩][૪][૫][૬][૭][૮]
તેઓ સંશોધન પત્રો અને ઈન્ટરવ્યુ પણ તૈયાર કરે છે. તેમણે ફિલ્મોના રીવ્યુ અને સેલિબ્રીટીઓ પર પણ સંશોધન કર્યું છે. તેમણે વિજ્ઞાન, સિનેમા, આંતરરાષ્ટ્રીય રાજકારણ, સ્ત્રી સશક્તિકરણ, પર્યાવરણ, સંસ્કૃતિ, ધર્મ, કલા, યુવા, શિક્ષણ, અર્થશાસ્ત્ર, તત્વજ્ઞાન, વ્યવસ્થાપન, વૈશ્વિક સાહિત્ય, માનવસંબંધો જેવા વિવિધ વિષયો પર ૧૧૦૦ થી વધુ લેખ લખ્યા છે.
તેમણે ઈ ટીવીના ગુજરાતી સેલિબ્રીટી ટૉક શો સંવાદનાં ૨૨૫ હપ્તાઓમાં એન્કરીંગ અને સંવાદ લેખન કર્યું છે. તેઓ દૂરદર્શનની સાંસ્કૃતિક ટીવી શ્રેણી આસ્વાદના લેખક અને એન્કર છે. તેઓ ઓલ ઇન્ડિયા રેડીયો પર નિયમિત વક્તવ્ય આપે છે. તેમણે ગુજરાતમાં બીગ ૯૨.૭ એફ.એમ. પર રવિવારે સિનેમા સિઝલર્સમાં સેલિબ્રીટી આર.જે. તરીકે રજૂઆત કરી છે. તેમણે જાહેર વક્તા તરીકે ૧૨૦૦થી વધુ વક્તવ્ય, ગુજરાત સરકારનાં કાર્યક્રમો, ક્લબો, શૈક્ષણિક સંસ્થાઓમાં આપ્યા છે.
ગુજરાતી ચલચિત્ર બે યાર (૨૦૧૪) માં તેમણે નાનકડું પાત્ર ભજવ્યું હતું.[૯]
નામ | સમાચાર પત્ર/સામાયિક | નોંધ/વાર |
---|---|---|
અનાવૃત | ગુજરાત સમાચાર | બુધવાર |
સ્પેક્ટ્રોમીટર | ગુજરાત સમાચાર | રવિવાર |
મિડ-ડે, મુંબઈ | સામાન્ય જ્ઞાન વિશેની કોલમ | |
રંગત-સંગત | ||
મોનિટર | ||
તરબતર | ||
ટાઈમ્સ ઓફ ઇન્ડિયા | ||
સમકાલીન | ||
મુંબઇ સમાચાર | ||
ચિત્રલેખા | ||
અનોખી | ||
આરપાર | ||
ગુજરાત | ગુજરાત સરકારનું માસિક | |
હોટલાઈન |
પુસ્તક | પ્રકાશન વર્ષ | પ્રકાશક |
---|---|---|
યુવા હવા | ||
માહિતી અને મનોરંજન | ||
સાહિત્ય અને સિનેમા | ||
આહ હિન્દુસ્તાન, ઓહ હિન્દુસ્તાન | ||
પ્રીત કિયે સુખ હોય... | ૨૦૧૦ | નવભારત સાહિત્ય મંદિર |
સાયન્સ સમંદર | ||
નોલેજ નગરિયા | ||
જી. કે. જંગલ | ||
જય હો[૧૦] | ૨૦૧૨ | રિમઝિમ ક્રિએશન |
JSK – જય શ્રી કૃષ્ણ | ||
Life@Kite | ||
વેકેશન સ્ટેશન | ૨૦૧૫ | |
મમ્મી પપ્પા | ૨૦૧૬ |