જશોદાબેન નરેન્દ્રભાઈ મોદી[૧] (જન્મ ૧૯૫૨) એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની છે. તેમના લગ્ન બાળ વયમાં વડનગરમાં તેમના કુટુંબીઓ દ્વારા કરાવાયા હતા. ઈ.સ. ૧૯૬૮માં જ્યારે નરેન્દ્ર મોદી ૧૮ વર્ષના હતા ત્યારે તેમના લગ્ન થયા હતા તે સમયે જશોદાબેન ૧૬ વર્ષના હતા. લગ્ન બાદ અમુક સમયમાં જ નરેન્દ્રભાઈએ જશોદાબેન સાથે રહેવાનું છોડી દીધું અને તેઓ સંન્યાસ અંગીકાર કરવા ૩ વર્ષ સુધી ભ્રમણ કર્યું, તેમના કાકા સાથે ધંધાર્થે જોડાયા અને ત્યારબાદ સમાજ જીવનની શરૂઆત કરી.[૨] ૨૦૧૪ના પ્રચાર કાર્ય સુધી તેમણે જશોદાબેન સાથેના લગ્નને સત્તાવાર રીતે સ્વીકાર્યા ન હતા. જશોદાબેન પોતાને નરેન્દ્રભાઈના પત્ની તરીકે જ ઓળખાવે છે. આગળ જતા તેમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને શિક્ષિકા તરીકે કારકીર્દી બનાવી.[૩]
શિક્ષિકાના કાર્યમાંથી નિવૃત્તિ મેળવી તેઓ પ્રાર્થનામય શાંત જીવન જીવે છે.[૪]
જશોદાબેનન્નો જન્મ ૧૯૫૨માં થયો હતો.[૫][સંદર્ભ આપો] તેઓ બે વર્ષના હતા ત્યારે તેમની માતા અવસાન પામ્યા હતા.
નરેન્દ્ર મોદી અને જશોદાબેનના લગ્ન તેમની જ્ઞાતિના રીતિ રિવાજ અનુસાર વડનગરમાં વડીલો દ્વારા કરાવવામાં આવ્યા હતા. લગભગ ૩ કે ૪ વર્ષની વયે તેમનું સગપણ નક્કી થયું હતું. જ્યારે મોદીની ઉંમર ૧૩ વર્ષની હતી ત્યારે તેમના લગ્ન લેવાયા હતા. તે સમયની જ્ઞાતિ પ્રથા અનુસાર દંપત્તિએ ૧૯૬૮માં દાંપત્ય જીવન શરૂ કર્યું જ્યારે મોદી ૧૮ વર્ષના હતા.
લગ્નના અમુક સમય બાદ મોદી તેમની પત્નીથી જુદા પડ્યા અને હિમાલયની કોતરોમાં સંન્યાસ લઈ સાધના કરવા લાગ્યા. અમુક મહિના સુધી જશોદાબેને મોદી કુટુંબ સાથે રહ્યા. લગ્ન પછી તેમણે શાલેય અભ્યાસ ફરી શરૂ કર્યો. બે વર્ષ પછી તેમના પિતાજી પણ મૃત્યુ પામ્યા. તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને ૧૯૭૨માં માધ્યમિક શાલેય પ્રમાણપત્ર મેળવ્યું.[૬]
સૌ સગા વહાલાં આદિના સંપર્કથી ૩ વર્ષ દૂર રહ્યાં પછી મોદી પાછા ફર્યા અને પરિવારનો સંપર્ક કર્યો.[૨] તેમણે એકલા અમદાવાદ જઈ પોતાના કાકાની કેન્ટીનમાં કાર્ય કરવાની યોજના બનાવી.[૨] મોદીના જવા પહેલા તેમની માતાએ જશોદાબેનના માતા પિતાને કહાવી તેડાવી લીધા.[૨] જશોદાબેનના આવ્યા પછી મોદીનો તેમના માતા પિતા સાથે વાદ થયો અને યોજના અનુસાર તેઓ ઘર છોડી કાકા પાસે ચાલ્યા ગયા.[૨] લગ્નના ૩ વર્ષના તે કાળમાં જશોદાબેનના મતે તેઓ ત્રણેક મહીના પોતાના પતિ સાથે રહ્યા હતાં.[૫] મોદીના ગયા પછી તેમણે પોતાની કારકિર્દી ચાલુ રાખી.[૨]
જશોદાબેને આગળ અભ્યાસ કર્યો અને શિક્ષિકા બન્યા. ૧૯૭૮-૧૯૯૦ સુધી તેમણે બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શાળામાં શીખવ્યું. ૧૯૯૧માં તેઓ રજોસણા ગામમાં સ્થાયી થયા હતા. તેઓ હાલ નિવૃત્ત જીવન ગાળે છે. મોદી સાથેના સંબંધની વાત કરતા જશોદાબેને જણાવ્યું હતું કે તેઓ ક્યારેય સંપર્કમાં રહ્યાં ન હતા. આજ દિવસ સુધી તેમના તરફથી કોઈ સંપર્ક કરવામાં આવ્યો ન હતો. બાદના એક સાક્ષાત્કારમાં તેમણે કહ્યું હતું કે “૧૯૮૭ સુધી તેઓ મોદી સાથે ‘સામાન્ય’ વાતચીત કરતાં હતાં.” [૭] અત્યારે જશોદાબેન તેમના ભાઈ અશોક અને ભાભી સાથે ઉંઝા ખાતે રહે છે. તેઓ સાદું અને પ્રાર્થનામય જીવન જીવે છે. સવારે પાંચ વાગે ઊઠે છે અને મંદિરે જતાં પહેલાં પ્રાર્થના કરે છે.
Tv9 GujaratiCheck date values in:
23 May 2014
(help)